You are here
Home > News >

રૂપાણી સરકાર દ્વારા દુકાનો ખોલવાની મંજુરી આપવા છતા આ ૨ કમિશ્નરોએ ના આપી છૂટછાટ

મિત્રો, હાલ અમદાવાદમાં છેલ્લા અમુક સમયથી હોટસ્પોટ ગણાતા એરિયામા હાલ ધીમે-ધીમે છુટછાટ આપવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામા આવી રહ્યો છે. ગુજરાત રાજ્યમા હાલ અત્યાર સુધીમા કુલ કેસોના ૬૫ ટકા જેટલા કેસો અમદાવાદના છે ત્યારે અમદાવાદ શહેરમા હાલ અમુક ચોક્કસ નિયમો હેઠળ દુકાનો સહિત બજારો ખોલવાની મંજૂરી આપવાની વિચારણા ચાલી રહી છે. અમદાવાદ શહેર કે જ્યા હાલ સૌથી વધુ કોરોનાના કેસ છે ત્યારે અહી અમુક વિસ્તારોને બાદ કરતા અન્ય વિસ્તારોમા દુકાન ખોલી જનજીવન સામાન્ય બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

ગુજરાત રાજ્યમા હાલ સૌથી વધુ કેસ અમદાવાદ અને સુરતમા છે ત્યારે મ્યુન્સિપલ કમિશ્નર વિજય નહેરાના મત મુજબ હજુ પણ અહી કેસ વધવાની શક્યતાઓ છે. હાલ આ પરિસ્થિતિમા કન્ટેઈનમેઇન્ટ ઝોનમા છૂટછાટ આપવી અઘરી પડી શકે. સુરત મા હાલ  મહાનગરપાલિકા વિસ્તારમા જ્યા પણ પોઝિટીવ કેસ હોય તથા હોટસ્પોટ વિસ્તાર હોય તેના ૩ કિલોમીટરની ત્રિજ્યામા ૫મી મે સુધી દુકાન ખોલવાની પરવાનગી નહીં મળે.

ફક્ત જીવન-જરૂરીયાતની ચીજવસ્તુઓ ની દુકાનો જ ખુલ્લી રહેશે. સુરત અને અમદાવાદમા કન્ટેનમેન્ટ ઝોનમા ગુજરાત સરકાર દ્વારા હાલ જે છૂટછાટ આપી છે તેનો કોઈ જ લાભ નહીં મળે. સુરતમા હાલ ૨૪ કેસો નોંધાયા છે. ગઈકાલે રાત્રી સુધી સુરતમા ૪૫૫ કેસ હતા જે વધીને હાલ ૪૭૯એ પહોંચ્યા છે. આ કારણોસર કમિશ્નર દ્વારા ૨૫મી જુલાઈ સાંજના ૬ વાગ્યાથી નવો આદેશ અહર પાડવામા નાં આવે ત્યા સુધી જમાલપુર, ખાડિયા, દરિયાપુર અને શાહપુર તેમજ દાણીલીમડા અને બહેરામપુરા એવા છ વોર્ડને કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કર્યુ છે. હાલ , વર્તમાન સમયમા આ વિસ્તારોને કોઈપણ પ્રકારની છૂટછાટ નહી મળે.

આ સિવાય અમદાવાદના ૪૨ વિસ્તારોમા અમુક નિયંત્રણો સાથે છૂટછાટ મળશે. જો નિયમોનુ પાલન યોગ્ય રીતે નહિ કરવામાં આવે તો દુકાનદારો પર પણ સખત કાર્યવાહી થઈ શકે છે. જે વિસ્તારોમા કોરોના જેવુ લાગશે ત્યા અધિકારીઓ દુકાન બંધ રખાવી શકે છે. અધિકારીઓ ની ટીમો દ્વારા દુકાનદારો ને માસ્ક પહેરવા, સેનિટાઈઝર, સ્વચ્છતા જાળવવી તથા સમાજિક અંતરના નિયમો સાથે છૂટછાટ મળશે.

ગુજરાત રાજ્યમા અમદાવાદ પછી હાલ સુરતમાં કોરોનાનો હાહાકાર મચ્યો છે ત્યારે જો સુરતીલાલાઓ એ લોકડાઉનનુ ચુસ્તપણે પાલન નાં કર્યુ તો મે માસના અંતમા કોરોનાના દર્દીઓની સંખ્યા ૧.૫ લાખને પાર પહોંચી જશે તેવી ભીતિ સેવાઇ રહી છે. સુરત મહાનગરપાલિકા ના કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યુ કે, જો સોશિયલ ડિસ્ટનસિંગ ના નિયમો નુ ઉલ્લંઘન કરવામા આવ્યુ તો સુરતમા કેસ વધવા માટેની પૂરેપૂરી શકયતાઓ જણાઈ રહી છે.

હાલ, જે કોરોના વાયરસના દર્દીઓનો આંક સામે આવી રહ્યો છે તે મુજબ ડબ્લિંગ રેટ પર નજર કરવામા આવે તો ૧૦ દિવસનો ડબલિંગ રેટ હશે તો અહી ૩૧ મે સુધીમા ૩૨ હજાર કેસ નોંધાઇ શકે તેવી શક્યતાઓ સર્જાઈ રહી છે. જો ૭  દિવસનો ડબલિંગ રેટ હોય તો અહી ૬૪ હજાર જેટલા કેસ નોંધાઇ શકે છે. જો ૫ દિવસનો ડબલિંગ રેટ નોંધાય તો ૮૦ હજાર સામે આવી શકે છે.પરંતુ, જો ૩ દિવસનો ડબલિંગ રેટ થશે તો કોરોનાના કુલ કેસની સંખ્યા ૧ લાખ ૬૪ હજાર ને પાર પહોંચી શકે છે. બંછાનિધિ પાનીએ જણાવ્યુ કે, જો લોકો દ્વારા સામજિક અંતરનુ યોગ્ય પાલન કરવામા આવે તો આ આંકડાઓને રોકી શકાય છે.

જે આ નિયમોનુ પાલન નહીં કરે તેવા દુકાનદારો સામે કડક કાર્યવાહી કરવામા આવશે. ૧૬૯ નવા કેસ બાદ હાલ ૭ લોકોના મૃત્યુ નીપજ્યા છે. તો ગઈકાલે સાંજે ૬ વાગ્યા સુધીમા અમદાવાદ શહેરમા સારવાર હેઠળની સંખ્યા ૧૫૯૫ થઈ છે. જેમા આજે ૩૩ લોકો વેન્ટિલેટર પર છે, જ્યારે ૧૫૬૨ લોકો સ્થિર છે. એસ.વી.પી. હોસ્પિટલમા ૪૭૦, સમરસમા ૪૮૨ તથા સીવીલમા ૫૮૪ જેટલા દર્દીઓ હજુ દાખલ છે.

Leave a Reply

Top