You are here
Home > Articles >

ઋતુજન્ય શરદી ઉધરસ સામે રક્ષણ આપતું અને રોગપ્રતિકારક શક્તિ ને વધારવા બનાવો આ ઉકાળો, બાળકો ને પણ ભાવશે

મિત્રો, આપણને બધા ને ખ્યાલ છે કે હાલ હવા, પાણી અને આહાર બધી જ વસ્તુઓ દુષિત છે જેના કારણે વ્યક્તિ અવારનવાર કોઈને કોઈ સમસ્યા થી પીડાતા હોય છે જેનું એક કારણ એ પણ છે કે આપણે આપણા ઘરનો શુદ્ધ અને સાત્વિક આહાર છોડીને ફાસ્ટ ફૂડને વધુ પ્રાધાન્ય આપવા લાગ્યા છીએ. આ ઉપરાંત આપણા ફિઝિકલ વર્કમા પણ ઘટાડો થવાના કારણે આ આહાર નુ યોગ્ય રીતે પાચન થઈ શકતુ નથી અને લોકો ઓબેસિટી તથા ડાયાબીટીસ જેવી ગંભીર અને ભયજનક બીમારીઓ નો શિકાર બને છે અને પરિણામે તેમનુ શરીર કથળે છે.

આવી પરિસ્થિતિ મા આપણા દાદી અને નાની ના ઘરગથ્થુ નુસ્ખા કે જે આપણી તંદુરસ્તીને જાળવી રાખવામા અકસીર સાબિત થાય છે તેનો આપણે આપણા નિયમિત ભોજનમા સમાવેશ કરવો જોઈએ. તો હાલ આ લેખ મા આવા જ એક અસરકારક ઘરગથ્થુ નુસખા વિશે જાણીશુ. આ ઘરગથ્થુ નુસખો શરદી અને ઉધરસ સામે તો રક્ષણ આપે જ છે સાથોસાથ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે, જે આપણને અનેક સમસ્યાઓ થી બચાવે છે. તો તમે પણ ચોકસ અજમાવજો આ નુસખો.

આ નુસખા માટેની આવશ્યક સાધન-સામગ્રી :

૭૫૦ મિ.લી પાણી, બે કપ ફુદીના ના પાન, વીસ તુલસીના પાન, અડધું ઈંચ આદુ, એક ટુકડો તજ, બે નંગ લવિંગ, આઠ થી દસ દાણા મરી, અડધી નાની ચમચી અજમા, એક નાની ચમચી ધાણા, અડધી નાની ચમચી સંચળ, અડધી નાની ચમચી સિંધાલુણ અથવા નમક, એક ચમચી હળદર, ૧ લીંબુ નો રસ

વિધિ :

સૌથી પહેલા એક મોટા વાસણ મા ૭૫૦ મિ.લી પાણી લઈ તેને ઉકાળવા દો. જ્યા સુધી આ પાણી ગરમ ના થાય ત્યા સુધી સૂકા મસાલા જેવા કે તજ, લવિંગ, મરી, અજમા તેમજ સૂકા ધાણાને ખાંડી કે પીસીને પાવડર તૈયાર કરી લો. ધાણાની તાસીર ઠંડી હોય એટલા માટે ઓછા ધાણા નો ઉપયોગ કર્યો છે. પાણી વ્યવસ્થિત રીતે ઉકળી જાય એટલે તેમા આ પાવડર ઉમેરીને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લો. હવે ફુદીના, તુલસી તેમજ આદુને ક્રશ કરીને તેની પેસ્ટ બનાવી લો. તેને ક્રશ કરવાથી ટેસ્ટ સારો આવે.

બને તો ખાંડણીમા ખાંડી લેજો બાકી મિક્સરમા પીસીને પણ પેસ્ટ તૈયાર કરી શકાય. આ પેસ્ટને પણ ઉકળતા પાણીમા ઉમેરી દો. ત્યારબાદ તેમા સંચળ પાવડર, સિંધાલુણ તેમજ હળદર પાવડર ઉમેરી ને થોડા સમય માટે ઉકાળવા દો. પાણી ઉકાળીને થોડુ ઓછુ થાય એટલે તેમા લીંબુ નો રસ ઉમેરી લો. ત્યારબાદ બધી વસ્તુ યોગ્ય રીતે મિક્સ કરી ગરમાગરમ તેનુ સેવન કરો.

જો ડાયરેકટ ના ફાવે તો ગાળી ને પણ તેનુ સેવન કરી શકાય. મિત્રો, આ નુસખા મા ઉપયોગ મા લેવાયેલ આદુ, લીંબુ, ફુદીના, તુલસી તેમજ મરી આ ઉકાળાને ખુબ જ સ્વાદિષ્ટ બનાવે છે. આ બધા તત્વો ને આયુર્વેદમા ખુબ જ ગુણકારી કહ્યા છે. સ્વાસ્થ્ય ની સાથે સ્વાદમા પણ ખુબ જ ટેસ્ટી લાગે છે.

આમ તો આ ઉકાળાને ચોમાસુ તેમજ શિયાળામા પીવા થી શરદી તેમજ ઉધરસ સામે ખુબ જ લાભદાયી સાબિત થાય છે પરંતુ, વર્તમાન પરિસ્થિતિ ને ધ્યાન મા રાખીને આ નુસખા ને તમે કોઈપણ ઋતુમા તથા નાના બાળકો થી માંડીને વૃદ્ધ સુધીના સૌ કોઈને સેવન કરાવી શકો છો.

Leave a Reply

Top