You are here
Home > Recipe >

સાદી ચટણી તો બહુ જ ખાધી હશે પણ હવે ચટણી ને બનાવો આ રીતે ચટપટી, ઘરે જ તૈયાર કરો આ સરળ રીતે દાડમની ચટપટી ચટણી, આંગળા ચાટતા રહી જશો…

મિત્રો, તમે તમારા ઘરમા રહેલી અનેકવિધ વસ્તુઓનો ઉપયોગ કરીને ચટણી બનાવી હશે પરંતુ, શુ તમે ક્યારેય અનારના દાણામાંથી બનાવેલી ચટણી ખાધી છે? આ ચટણી ફક્ત ખાણીપીણીની દ્રષ્ટીએ જ નહિ પરંતુ, તમારા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. આજે આ લેખમા આપણે આ સ્વાદિષ્ટ ચટણી બનાવવાની રેસીપી વિશે માહિતી મેળવીશુ. આ ચટણી તમે એકવાર ચાખશો તો હમેંશા યાદ રાખશો.

આવશ્યક સાધન-સામગ્રી :

દાડમના દાણા : ૨ બાઉલ , સમારેલી ડુંગળી : ૧ બાઉલ , લીલા મરચા : ૨ નંગ , કોથમીર : ૧ બાઉલ , ફૂદીનો : ૧ બાઉલ , ધાણાજીરુ : ૧ ચમચી , લીંબુનો રસ : ૧ ચમચી , ચાટ મસાલો : ૧ ચમચી , ગોળ : સ્વાદ અનુસાર

વિધિ :

સૌથી પહેલા આ દાડમના દાણાને પાણીથી યોગ્ય રીતે ધોઈ નાખો. ત્યારબાદ મિક્સરમા આ દાડમના દાણા , કોથમીર , ફૂદીનો , ડૂંગળી , લીલા મરચા , લીંબુ નો રસ , ધાણાજીરુ , ગોળ , નમક અને ચાટ મસાલો ઉમેરો. ત્યારબાદ તેમા થોડુ પાણી ઉમેરી આ બધી જ વસ્તુઓને મિક્સરમા ફેરવી લો.

ત્યારબાદ એક કડાઈમા આ મિશ્રણનો ઘી થી વધાર કરો. ત્યારબાદ આ વઘારમા એક ચપટી રાઈ અને લીમડો આ મિશ્રણમા ઉમેરી દો. આ બંને વસ્તુ ઉમેરવાથી ચટણીનો સ્વાદ બે ગણો વધી જશે. તો તૈયાર છે તમારી સ્વાદિષ્ટ દાડમની ચટણી. આ ચટણી નુ સેવન તમે ભાખરી, થેપલા અથવા તો સબ્જી સાથે પણ કરી શકો છો. જો તમે નિયમિત આ ચટણીનુ સેઅન કરો છો તો તમારુ સ્વાસ્થ્ય સ્વસ્થ, તંદુરસ્ત અને નીરોગી રહે છે.

Leave a Reply

Top