You are here
Home > Articles >

સફળ કારકિર્દી ઘડવી હોય તો ટી.વી. અને મોબાઈલ પાછળ સમય વેડફવો જોઈએ નહીં: તેજવાણી સંવેદના

મિત્રો , હાલ ગઈકાલે ધોરણ ૧૨ સાયન્સ નું રીઝલ્ટ ઓનલાઈન જાહેર થયુ છે, ત્યારે ઘણા વિદ્યાર્થીઓ એ સારા ગુનો સાથે સફળતાના શિખરો સર કર્યા છે, જયારે ઘણા વિદ્યાર્થીઓ એ નિરાશા નો સામનો પણ કરવો પડ્યો છે. હાલ , આ ધોરણ ૧૨ સાયન્સમા ઉજ્જવળ પરિણામ મેળવનાર એક વિદ્યાર્થી તેજવાણી સંવેદના સાથે જયારે વાત કરવામા આવી ત્યારે તેણીએ જણાવ્યુ કે, મારા ઘરમા ટી.વી. જ નથી અને જ્યારે પોતાની કારકિર્દી ઘડવાની હોય ત્યારે ટી.વી. જોવામા સમય વેડફવો જોઈએ નહીં

ખુબ જ નાની વયે આ વિદ્યાર્થીની એ એટલી મોટી વાત કહી દીધી છે કે, જો કોઈ વિદ્યાર્થી પોતાના જીવનમા આ વાતને ઉતારી ળે તો તે સફળતા ને અવશ્ય પ્રાપ્ત કરીને જ રહે છે. હાલ, રાજકોટ જિલ્લામાંથી ફક્ત ૭ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડ મેળવવામા સફળ થયા છે. જે પૈકી રાજકોટની ધોળકિયા શાળાની વિદ્યાર્થીની તેજવાણી સંવેદનાનો પણ સમાવેશ થાય છે.

હાલ , તેણે પોતાની સફળતાના રહસ્ય વિશે જણાવતા કહ્યુ હતુ કે, જે વિદ્યાર્થીઓ ને પોતાની ઉજ્જવળ કારકિર્દી ઘડવામા રસ હોય છે. તેમણે મોબાઈલ કે ટી.વી. જોવા પાછળ પોતાનો સમય વેડફવો જોઈએ નહીં. ધોરણ-૧૦ મા પણ બોર્ડમા પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર સંવેદનાએ હાલ, ધોરણ-૧૨મા પણ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી તરીકે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.

સંવેદના પોતાના પરિણામ વિશે જણાવતા કહે છે કે, તેણીને કમ્પ્યુટર વિષયમા સૌથી વધુ માર્કસ મળ્યા છે તથા કેમેસ્ટ્રી અને ફિઝિક્સમા ૯૦ ગુણ પ્રાપ્ત થયા છે. તેણે જણાવ્યુ હતુ કે, મારા માતા-પિતા બંને શિક્ષક છે. મારા પિતા મને અને મારી બહેન ને બાળપણથી જ દાકતર બનવા માટે સતત પ્રેરણા આપતા રહ્યા હતા. મારી મોટી બહેન હાલ બી.એસ.સી. ના પ્રથમ વર્ષમા અભ્યાસ કરી રહી છે. ત્યારે તેનામાથી પ્રેરણા લઈને મેં મારુ ભવિષ્ય એક સારા દાકતર બનવા તરફ વિચાર્યુ છે. આજે, જે પરિણામ આવ્યુ છે તે જોઇને મને એવી લાગણી નો અનુભવ થઇ રહ્યો છે કે, હુ પણ ચોક્કસ એક શ્રેષ્ઠ દાકતર બનીને મારી સફળ કારકિર્દી નું નિર્માણ કરીશ.

વધુમા તેણે જણાવ્યુ હતુ કે, ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમની જગ્યાએ ગુજરાતી માધ્યમ ને પ્રાથમિકતા આપે તો તેમની સમજણ શક્તિનો વધુ વિકાસ થાય છે. કારણકે, કોઈપણ દાખલો ગણતા પહેલા તેને સમજવો ખૂબ જ આવશ્યક છે. જે માતૃભાષા મા સૌથી વધુ સરળ પડે છે માટે વિદ્યાર્થીઓએ ગુજરાતી માધ્યમમા અભ્યાસ કરવો જોઈએ, તેવુ હુ અને મારા કુટુંબીજનો તથા મારા માતા-પિતા માનતા આવીએ છીએ.

કોરોનાની સમસ્યા અંગે સંવેદના એ જણાવ્યુ હતુ કે, હાલ દાકતર આપણા માટે પ્રભુ નુ સ્વરૂપ લઈને સમગ્ર વિશ્વના લોકોને સાજા કરવા માટે કાર્ય કરી રહ્યા છે. ત્યારે જો મને પણ આ ઉજ્જવળ પરિણામ થકી એક સારા અને સેવાભાવી દાકતર બનવાનો મોકો મળ્યો તો હુ પણ એક સફળ દાકતર બનીને લોકોના જીવ બચાવવા માટેનુ કાર્ય અવશ્યપણે કરીશ..

Leave a Reply

Top