You are here
Home > Articles >

સમગ્ર વિશ્વ મા ટોપ પાંચ વધુ સંક્રમિત દેશોમા રહેલ દક્ષિણ કોરિયાએ સમગ્ર વિશ્વ ને કરી બતાવ્યું કે આ રીતે રોકી શકાય છે આ “કોરોના” ના દૈત્યને, લડાઈનો નવો રસ્તો

મિત્રો, કોરોના વાયરસ ના કારણે વિશ્વ ના મુખ્ય ૫ સૌથી વધુ સંક્રમિત દેશો માથી એક દક્ષિણ કોરિયાએ કોરોના ની બીમારી નો સામનો કરવા માટે એક નવો માર્ગ બતાવ્યો છે. ગયા મહિનામા ૧૦ દિવસની અંદર કેસમા ૩ ગણો વધારો થયો હતો અને એવુ લાગી રહ્યુ હતુ કે, કોરિયામા કોરોના ખૂબ જ ખતરનાક હાનિ પહોંચાડશે. દક્ષિણ કોરિયામા ૮,૭૯૯ લોકો સંક્રમિત મળી આવ્યા હતા. અત્યાર સુધીમા ૩.૨ લાખ લોકો નુ કોરોના પરીક્ષણ કરવામા આવ્યુ છે. દક્ષિણ કોરિયામા આ વાયરસ ને રોકવા માટે કારગર પ્રયાસો કરવામા આવી રહ્યા છે.

આ ૮,૭૯૯ લોકો સંક્રમિત મળી આવ્યા તેમાથી ૧૦૪ મૃત્યુ પામી ચુક્યા છે. ચીન પછી દક્ષિણ કોરિયા એક એવો દેશ હતો કે જ્યા આ વાઇરસ ના કેસ ઘણી વેગે વધી રહ્યા હતા, પરંતુ, કોરિયા દ્વારા લેવાયેલા યોગ્ય પગલાઓ ના કારણે તેના પર નિયંત્રણ મેળવી લેવામા આવ્યુ છે. તો બીજી બાજુ ચીનની બહારની તરફ આ વાયરસ યૂરોપમા સૌથી વધુ ફેલાઈ રહ્યો છે.

હાલ વધારે મા વધારે લોકો ના પરીક્ષણ પર ધ્યાન આપવામા આવી રહ્યુ છે :

કોરિયાના ઉપાયો ની સરખામણી અમેરિકા અને યૂરોપીય દેશો સાથે કરવામા આવી રહી હતી. અહીયા કોઈપણ પ્રકારનુ લોકડાઉન કરવામા આવેલુ નહોતુ, ઓફીસ પણ ચાલુ છે અને શાળાઓ પણ એપ્રિલ થી જ શરૂ થઈ જશે. સીડીસી વધારે મા વધારે લોકોનાં પરીક્ષણ પર ધ્યાન આપી રહી છે. કોરિયાના ડાગૂ શહેરમા ચર્ચના સદસ્યો નુ સૌપ્રથમ પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું અને ત્યારબાદ એ લોકોનુ પરીક્ષણ કરવામા આવ્યુ જે તેમના સંપર્કમા આવ્યા હતા. કોરિયાના અનુભવોએ જણાવ્યુ કે મહામારીને કઇ રીતે ટાળી શકાય છે.

અમેરિકાએ પણ દક્ષિણ કોરિયા પાસે થી શીખ લેવી જોઈએ :

સ્વયં અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ના ચીફે માન્યુ છે કે દક્ષિણ કોરિયાએ જે પ્રભાવી રીતે મહામારી ને ટાળવા માટે જે પગલા અનુસરયા છે તે કોઈએ નથી અનુસરયા. તેમનું કહેવુ એવુ છે કે કોરિયાએ વ્યાપક સ્તર પર પરીક્ષણ કર્યુ. આ પરીક્ષણ દરમિયાન અનુભવી સ્વાસ્થ્ય કર્મચારીઓ નો સંપૂર્ણપણે સાથ-સહકાર તથા માર્ગદર્શન મળી રહ્યુ હતુ.

તેમણે વિશેષ મા જણાવ્યુ કે, “ અમેરિકાએ દક્ષિણ કોરિયા પાસેથી શિખામણ લેવા જેવી છે.” દક્ષિણ કોરિયા મા હાલ નિયમિત ૨૦ હજાર જેટલા લોકો નુ વિના કોઈ સંકોચે અને સફળતાપૂર્વક પરીક્ષણ કરવામા આવે છે.

Leave a Reply

Top