You are here
Home > Articles >

સમગ્ર વિશ્વ મા ક્યારે આવશે આ “કોરોના” નો અંત, નોબલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક નો આ દાવો, કહ્યું કે…

મિત્રો, સમગ્ર વિશ્વમા ભય ફેલાવનાર અને નિરંતર વધી રહેલા કોરોના વાયરસ વચ્ચે નોબલ પુરુસ્કાર મેળવનાર સાઈટીસ્ટએ રાહત આપનાર દાવો કર્યો છે. સાઈટીસ્ટ નો દાવો એવો છે કે, સમગ્ર વિશ્વમા ફેલાયેલ આ સમસ્યા કોરોના હવે ફક્ત થોડા દિવસ નુ જ મહેમાન છે. દુનિયા મા વ્યાપી ગયેલ આ કોરોના ના સૌથી ખરાબ દિવસો હવે પૂર્ણ થવાના આરે છે. હાલ, આવનાર દિવસોમા પરિસ્થિતિ સુધરતી નજરે પડી રહી છે.

નોબલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર અને સ્ટેનફોર્ડ બાયોફિઝીસિસ્ટ માઈકલ લેવિટે દાવો કર્યો છે કે, કોરોના ઘણી ઝડપે નાબૂદ થઈ જશે. માઈકલ એ જ સાઈટીસ્ટ છે કે જેમણે ચીનમા કોરોના ની સ્થિતિ ને લઈને સચોટ ભવિષ્યવાણી કરી હતી. માઈકલે વર્ષ ૨૦૧૩ મા રસાયણ ક્ષેત્રમા નોબલ પુરસ્કાર જીત્યો હતો. લોસ એન્જેલસ ટાઈમ્સ ને આપવામા આવેલા એક ઈન્ટરવ્યૂ મા તેમણે એક દાવો કર્યો છે કે, હાલ સમગ્ર વિશ્વમા કોરોના ને લઈને ભય વધુ ફેલાઈ ગયુ છે. પરિસ્થિતિ એટલી પણ ભયજનક નથી જેટલી આશંકા વ્યક્ત કરાઈ હતી.

હવે જો વૈજ્ઞાનિકની વાત સાચી માનવામા આવે તો આ ભય ના માહોલમા આ રાહત ના ન્યુઝ છે. વાસ્તવિકતામા માઈકલનો દાવો એટલા માટે વિશેષ ગણવામા આવે છે કે, તેમણે ચીનમા ફેલાયેલ કોરોના વાયરસ ના નિયંત્રણ ને લઈને યોગ્ય આકલન કર્યુ હતુ. સમગ્ર વિશ્વના તમામ તજજ્ઞો નુ માનવુ એવુ હતુ કે, ચીનને કોરોના વાયરસ સામે લડવા માટે સમય લાગશે પરંતુ, માઈકલે કહ્યુ હતુ કે નવા કેસમા થઈ રહેલા ઘટાડાને જોતા એવુ લાગી રહ્યુ છે કે તેના પર તુરંત જ નિયંત્રણ મેળવી લેવાશે.

કોરોનાને જડમૂળથી નાબૂદ કરવા માટે ચીને ભર્યુ આ મોટું પગલુ :

માઈકલ લેવિટના એક બ્લોગ અનુસાર તેમણે ચીનમા ઉદભવેલી પરિસ્થિતિને જોતા કહ્યુ હતુ કે, કોરોનાના નવા કેસમા ઘટાડો જોવા મળી રહ્યો છે. આનો અર્થ એવો થાય છે કે આગામી દિવસોમા કોરોના વાયરસથી થનારા મૃત્યુ નો આંક પણ ઘટવા લાગશે. તેમની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ હતી અને ચીનમા માર્ચના પ્રથમ સપ્તાહમા જ મૃત પામનાર વ્યક્તિઓ ની સંખ્યામા ઘટાડો જોવા મળ્યો હતો. ચીન નુ અર્થતંત્ર પાછુ પાટા પર આવતુ હોય તેવુ દેખાઈ રહ્યુ છે. કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત ચીનના હુબેઈ પ્રાંત હવે બે માસ પછી લોકડાઉન બાદ ખૂલવા જઈ રહ્યા છે.

મૃત્યુ નો આંક પણ સાચો નીકળ્યો :

માઈકેલ લેવિટે પોતાની પ્રથમ ભવિષ્યવાણીમા જ ચીનમા કોરોનાથી સંક્રમિત અને તેનાથી થનારા મૃત્યુ નો આંક બતાવ્યો હતો. તેમણે ચીનમા ૩૨૫૦ લોકોના મૃત્યુ ના આંકડાનુ અનુમાન લગાવ્યુ હતુ. આ ઉપરાંત ટોટલ ૮૦૦૦ લોકો સુધી તે ફેલાવાનો અંદાજ લગાવ્યો હતો. તો વિશ્વભર ના તજજ્ઞો નુ માનવુ એવુ હતુ કે, આ આંકડો લાખો ની પાર જઈ શકે છે. હાલ સુધીમા ચીનમા ૩૨૮૭ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને ૮૧૨૮૫ કેસ સામે આવ્યા છે.

અમેરિકા પણ જલ્દી જ પાર કરી લેશે :

માઈકલ હવે બીજા દેશો માટે પણ ચીનવાળો ટ્રેન્ડ જ ફોલો કરી રહ્યા છે. લેવિટનો એવો દાવો છે કે, અમેરિકા પણ જલ્દી જ કોરોના વાયરસના સંક્રમણ માથી બહાર આવી જશે. જો કે, આશંકા એવી લગાવાઈ રહી છે કે, અમેરિકાને તેમાથી બહાર આવવા માટે થોડો સમય લાગશે. રોજ આવી રહેલા નવા કેસ ને જોતા માઈકલે એવો દાવો કર્યો છે કે, મોટાભાગના દેશોમા રિકવરી આવવાના ચાન્સીસ છે. ચીન અને દક્ષિણ કોરિયામા નવા કેસની સંખ્યા મા સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

જો કે, અન્ય દેશોમા આંક હજી પણ નુકસાનીવાળો છે. પરંતુ, તેમા હવે વધુ તેજી નહિ આવે. વૈજ્ઞાનિકો નુ પણ એવુ માનવુ છે કે, અનેક દેશોમા મોટાભાગ ના આંકડા ઓછા ટેસ્ટિંગ ના કારણે સામે નથી આવી રહ્યા. જો કે, તેમણે એવો પણ દાવો કર્યો કે, હાલના આંક ના આધાર પર આગળ સંખ્યામા ઘટાડો જોવા મળી શકશે.

Leave a Reply

Top