You are here
Home > Jyotish >

સાંજના સમયે આ ડુંગર પર લોકોનો પ્રવેશ છે નિષેધ? જાણો શું છે આ પાછળનું વાસ્તવિક કારણ…?

નમસ્કાર મિત્રો આજે આપણે શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના પાવન ધામ એવા ચોટીલાના ચામુંડા માતાજીના મંદિર વિશેની વાત કરીશું. મીઠો તમે બધા જાણતા હશો કે ગુજરાતના એક પવિત્ર તીર્થધામમાં ગણાતું મંદિર એટલે ચોટીલાના ચામુંડા માતાજીનું મંદિર. ઘણા વર્ષોથી લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે દૂર-દૂરથી અહી આવે છે અને ઘણા લોકો તો માતાજીના દર્શને પગપાળા અને ઘણા ભક્તો દંડવત પ્રણામ કરતા-કરતા પણ માતાજીના દર્શેને માટે આવે છે.

એવુ કહેવામા આવે છે કે, માતાજીનું નામ સાચા દિલથી લેવામાં આવે તો મા ચામુંડા તેમના ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે અને તેમને ઈચ્છા અનુસાર ફળ આપે છે. આવા જ પવિત્ર ધામ ચોટીલાના ચામુંડા માતાજીના મંદિર વિશે ઘણી જ બાબતો જાણવા જેવી છે, ચોટીલા દર્શન કરવા જતા ભક્તો માટે આ એક આસ્થાનું ધામ છે.

માતાજીનો આ ડુંગર હજારો વર્ષો પહેલાનો હોવાના ઘણા ઉદાહરણો મળે છે, કહેવાય છે હજારો વર્ષો પહેલા આ ડુંગરની આસપાસ ચંડ અને મૂંડ નામના બે રાક્ષસોનો ત્રાસ હતો, આથી એ સમયે ઋષિમુનિઓએ આદ્યશક્તિની આરાધના કરી અને દેવીને પ્રસન્ન કર્યા હતા. દેવીએ પ્રસન્ન થઈને આ જ જગ્યા ઉપર ચંડ અને મૂંડનામના બે રાક્ષસોનો સંહાર કર્યો હતો જેના કારણે જ તેમને ચામુંડા માતાજી કહેવામાં આવે છે.

વર્ષો પહેલા આ ડુંગર ઉપર માતાજી બિરાજમાન હતા. પહેલા તો આ ડુંગર ઉપર ચઢવા માટે પગથિયાં પણ નહોતા છતાં પણ માતાજીના ભક્તો ડુંગર ઉપર ચઢીને માતાજીના દર્શને આવતા. ચોટીલા ડુંગર ઉપર રહેલા માતાજીના દર્શન કરવા માટે ભાવિક ભક્તોને મુશ્કેલી ના પડે તે માટે પણ સારી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ મંદિર ઉપર પહોંચવા માટે ૬૩૫ જેટલા પગથિયા ચઢવા પડે છે.

આ પગથિયા ચઢનાર ભાવિક ભક્તો માટે મંદિર તરફથી થોડા-થોડા અંતરે પીવાના પાણીની સુવિધા અને પંખા સહિતની વ્યવસ્થા પણ કરવામા આવી છે. આ ઉપરાંત વરસાદ અને તડકાથી રક્ષણ મેળવવા માટે પગથિયાની ઉપર શેડ પણ લગાવવામાં આવ્યો છે. જે કોઈપણ માતાજીના દર્શન કરવા આવે છે તેમના તમામ કષ્ટો દૂર થાય છે માટે દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે આવતા હોય છે.

લાખો શ્રદ્ધાળુઓના હૃદયમાં ચામુંડા માતાજીની ભક્તિનો વાસ થયેલો છે. આ ઉપરાંત એવી લોકમાન્યતા છે કે, સાંજના સમયે કોઈ વ્યક્તિ ઉપર રહી શકતા નથી. પૂજારીએ પણ ડુંગરની નીચે ઉતરી જવું પડે છે કારણકે, રાત્રે આ ડુંગર પર રહેવાની કોઈને પરમિશન નથી. માત્ર નવરાત્રી દરમિયાન જ પૂજારી સહીત પાંચ લોકોને આ ડુંગર પર રહેવાની પરવાનગી માતા એ આપી છે, એવું માનવમાં આવે છે.

Leave a Reply

Top