You are here
Home > Articles >

સરગવાની સબ્જી છે અનેક ગંભીર રોગો માટે રામબાણ ઈલાજ, જાણી ને દંગ રહી જશો

સ્વાસ્થ્ય માટે સંજીવની સમાન છે સરગવા નુ શાક.
અમુક વ્યક્તિઓ આ શાક થી અપરીચિત હશે. આ આ સબ્જી ને અમુક સ્થળો એ ડ્રમસ્ટીક તેમજ મોરિંગા તરીકે પણ ઓળખવા મા આવે છે. લીલા રંગ ની શીંગ જેવી દેખાતી આ સબ્જી સામાન્ય દેખાય છે પણ તેમા ઔષધિય ગુણ આશ્ચર્યચકિત કરે તેવા છે. આ સબ્જી મા દૂધી ની સાપેક્ષે બે ગણુ કેલ્શિયમ તેમજ પ્રોટીન રહેલુ છે.

ઘર ની સ્ત્રીઓ ને દરરોજ એક જ સમસ્યા નડતી હોય છે કે રાત્રે સબ્જી શેની બનાવવવી ? આજ ના આ લેખ મા હુ આપની સમક્ષ સરગવા ની એક સબ્જી બનાવવા ની રીત શીખવીશ. આ સબ્જી ને આપ રોટલી તેમજ પરોઠા સાથે ખાઈ શકો છો. તો આ નવી રીત થી સરગવા ની સબ્જી બનાવો અને કેટલાય રોગો સામે રક્ષણ મેળવો.

સરગવા ના સેવન થી પાંચપ્રકાર ના કેન્સર મા રાહત મળે છે તથા ગર્ભાશય , યકૃત ફેફસા તથા સ્કિન ના કેન્સર સમાવિષ્ટ છે. શિંગો ને અંગ્રેજી ભાષા મા ડ્રમસ્ટીક અથવા તો ડ્રમસ્ટિક ટ્રી તરીકે ઓળખવા મા આવે છે.તેમા રહેલા ઔષધિય ગુણો ને લીધે તેને મિરેકલ ટ્રી તરીકે પણ ઓળખવા મા આવે છે.

આ વૃક્ષ ના નાના પર્ણો એક ડાળખી ની બંને સાઈડ સરખા સ્થિત થયેલા હોય છે. આ પર્ણો મા કેલ્શિયમ , વિટામિન સી , બીટા કેરોટીન , પોટેશિયમ જેવા પોષકતત્વો ખુબ જ વધુ માત્રા મા હોય છે. આ જ કારણ ને લીધે આશરે ચાર હજાર વર્ષ થી વૈદકીય તથા ભોજન મા તેનો વપરાશ કરવા મા આવે છે.

પાચન ની વાત કરીએ તો આ શિંગ મા રહેલા રેશાઓ ને લીધે તે માનવી ના આંતરડા મા બીનજરૂરી જમા થયેલો કચરો બહાર કાઢવા મા બહુ ઉપયોગી સાબિત થાય છે. તો હવે શરૂ કરીએ તે પહેલા જાણીએ બનાવવા માટે ૧૦ – ૧૫ મિનિટ તથા તૈયારી માટે ૫ – ૧૦ મિનિટ લાગે છે.

જોઈતી વસ્તુઓ :
સરગવો – ૧૦૦ ગ્રામ , બેસન – ૨-૩ ચમચી , ટમેટા ની પ્યુરી – ૧ નંગ ની , ક્રશ કરેલ લસણ – ૧ ચમચી , હળદર – અડધી ચમચી , નમક – સ્વાદ અનુસાર , છાશ – ૧ કપ , ઓઈલ – ૨-૩ ચમચી , જીરુ – અડધી ચમચી.

સૌપ્રથમ આ સરગવા ના ચાર ચાર ઈંચ જેટલા કટકા કરી લો. પછી આ શીંગ ના કટકા ને બે ગ્લાસ ગરમ પાણી મા નાખી ૫-૧૦ મિનિટ સુધી બોઈલ કરી લો. હવે એક પાત્ર લો અને આ પાત્ર મા ઓઈલ નાખો. ઓઈલ ગરમ થયા બાદ તેમા રાઈ તથા જીરુ ઉમેરો. હવે તેમા ક્રશ કરેલ લસણ તથા ટમેટા ની પ્યુરી નાખી ધીમે ધીમે ચલાવો.

હવે એક પાત્ર મા છાશ લો અને તેમા બેસન સારી રીતે ભળી જાય તે રીતે હલાવો. હવે જે પાત્ર મા ટમેટા ની પ્યુરી તથા લસણ ઉમેર્યા હતા તેમા બફાયેલા સરગવા ના ટુકડા નાખો. પછી તેમા હળદર , નમક તેમજ બેસન થી તૈયાર કરેલ મિશ્રણ ઉમેરવુ. આ મિશ્રણ ને ધીમી આંચ પર પાકવા દેવુ. બધી જ વસ્તુઓ સરખી રીતે મિક્સ થઈ જાય એટલે તેને રોટલી તથા પરોઠા સાથે સર્વ કરવુ. ધાણાભાજી તેના પર ભભરાવવી.

નોંધ : છાશ તથા બેસન નુ મિશ્રણ નાખ્યા બાદ તેને સરખી રીતે પકાવવુ. આમ ન કરવા મા આવે તો લોટ કાચો રહી શકે છે.

Leave a Reply

Top