You are here
Home > Articles >

સતાધાર ના પાડા ની અદભુત, અદ્વિતીય તેમજ અતુલ્ય સત્યઘટના, વાંચીને અચંબિત રહી જશો

મિત્રો, આપણી આ સૌરાષ્ટ્રની ધરા અનેકવિધ અધ્યાત્મ સાથે સંકળાયેલી સત્યકથાઓ થી ભરેલી છે. પછી તે દેવી ગંગાસતી હોય કે પછી જેસલ તોરલ હોય કે પછી તાનારીરી અને તાનસેન ની વાત હોય. પરંતુ, આજે આ લેખમા આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે સૌરાષ્ટ્ર ના ગીરમા વહેતી આંબાઝર નદીના કાઠે રૂડું સતાધાર ગામ અને તેના દિવ્ય પાડાપીર વિશે છે. આ સતાધાર ગામ તેના આધ્યાત્મિક ઇતિહાસ માટે ખૂબ જ પ્રખ્યાત છે.

અહી આવેલ આપાગીગા ની સમાધી અને પાડા ની સમાધિ કે જેને પીર તરીકે પુજવામા આવે છે. તેની પાછળ એક ખૂબ જ રોચક સત્યકથા રહેલી છે જેનો ખૂબ જ ઓછા લોકો ને ખ્યાલ છે. આપાગીગા નો જન્મ સૌરાષ્ટ્ર પંથક મા થયો હતો. આ સમયે સૌરાષ્ટ્રમા ખૂબ જ ભયજનક દુષ્કાળ પડ્યો હતો. ઈચ્છા ના હોવા છતા આપાગીગા અને તેમની માતા સુરઈએ આ જગ્યાએ થી સ્થળાંતર કરીને અન્ય જગ્યાએ જવુ પડ્યુ હતુ. તે સ્થળાંતર કરીને ચલાળા આવ્યા. અહી તેમને દાનબાપુએ પોતાના આશ્રમમા આશ્રય આપ્યો.

સુરઈ અને તેમના પુત્ર ગીગાએ બાપુનો આ ઉપકાર માથે ચડાવ્યો હતો અને તેઓ દાનબાપુ ની દેવ તરીકે સેવા કરવા લાગ્યા હતા તેમણે પોતાનુ સંપૂર્ણ જીવન તેમને જ સમર્પિત કરી દીધુ હતુ. તો સામે દાનબાપુ પણ આપાને પોતાના પુત્ર ની જેમ જ ઉછેરી રહ્યા હતા. દાનબાપુ ગૌશાળા ચલાવતા હતા અને ગીગાઆપા તેમની ગાયોની સેવા કરતા. તે નાનપણ થી જ ઈશ્વર ભક્તિ પ્રત્યે ખૂબ જ રુચિ ધરાવતા હતા. કોઈપણ કાર્ય કરતા હોય તેમના મોઢા પર હમેંશા પ્રભુ અને તેમના પાલનહાર આપાદાન નુ જ નામ ચાલતુ રહેતુ.

આપાદાન નુ નામ સ્મરણ કરવાની ગીગા ની તો હવે રોજની આદત બની ગઈ હતી. એક વાર પાળિયાદ ના આશ્રમના આપાવિસામણ ચલાળાના આશ્રમમા અતિથિ બનીને આવ્યા હતા. આપાવિસામણ ગીગાને જોઈને જ તેની તરફ આકર્ષિત થયા હતા. તેમને ગીગા મા કંઈક અલગ જ અલૌકિકતા દેખાતી હતી. તેમણે આપાદાન ને કહ્યુ કે, તેઓ ગીગાને બોલાવીને તેના પરથી છાણનુ સુંડલુ ઉતારી તેને બીજે જગ્યા જવાનુ સુચન કરે.

ગીગાએ જ્યારે આ સાંભળ્યુ ત્યારે તેમણે કુતુહલ થી આ પાછળ નુ કારણ પુછ્યું ત્યારે આપાદાનએ તેમને જણાવ્યુ કે તુ મારા કરતા પણ સવાયો સાબિત થઈશ અને ભવિષ્યમા લોકો તને પીર ની જેમ પુજશે. ૧૮૦૯ મા દાનબાપુ નો આદેશ માનીને આપાગીગાએ સતાધારમા જગ્યા બાંધી ત્યા તેમણે આપાદાના ના આશ્રમ ની માફક જ આશ્રમ સ્થાપ્યુ. અહી બીમાર લોકોની સેવા, ભૂખ્યા લોકો ને ભોજન, અબોલા પશુઓ ની સેવા વગેરે કાર્ય શરૂ કર્યુ, જે હાલ બે સદી બાદ પણ અવિરતપણે ચાલુ છે.

આપાગીગા તો સમય વીત્યા બાદ દેવલોક સિધાવ્યા પરંતુ, ત્યારબાદ તેમની ગાદી ઘણા બધા બાપુઓએ સંભાળી તેમા શામજી બાપુ બધા થી સવાયા નીકળ્યા. તેમના આવ્યા પછી સેવા કાર્યો પુરજોશમા થવા લાગ્યા. આ શામજીબાપુ સાથે જ સતાધાર ના પાડાનુ સત પણ જોડાયેલુ છે. સતાધારના પાડા સાથે જે બન્યુ હતુ તે સાચે જ દિવ્ય હતું અને જે લોકોએ આ ક્ષણ ને જોઈ હતી તેઓ તો ધન્ય જ બની ગયા હતા.

શામજીબાપુ ને અલાહબાદ ના કુંભ ના મેળામા સમગ્ર દેશ માથી એકત્રિત થયેલા સાધુસંતોએ સમ્માન આપી ને હાથીની સવારી કરાવી માન આપ્યુ હતુ. ઘણા ઓછા સાધુઓ ને આ પ્રકાર નુ માન-સન્માન આપવામા આવે છે. તેઓ ૧૯૮૩ મા સ્વર્ગ લોક સિધાવ્યા હતા અને તેમની સમાધી બનાવવામા આવી. પરંતુ, આજે પણ તેમના ચમત્કાર ની વાતો લોકોના માનસપટ માથી આછી નથી થઈ. વાત કઈક એવી બની હતી કે મહંત શામજીબાપુએ સતાધાર ની જગ્યા નો એક પાડો અમરેલીમા આવેલા સાવરકુંડલાના નેસડી ગામે આપ્યો હતો.

પાડા નુ શરીર અદ્ભુત હતું. જાણે કોઈ પરમ શક્તિ તેનામા જીવંત હોય તેવુ ભાસતુ હતુ. શામજીબાપુ ક્યારેય કોઈ પશુ પર અત્યાચાર નહોતો થવા દેતા. માટે જ તેમણે પાડો આપતા પહેલા જ શરત રાખી હતી કે જો પાડો પાળવો મોંઘો પડે તો તેને અહીં સતાધાર મા વળતો કરવો. ધીમે-ધીમે દિવસો પસાર થતા ગયા અને પેઢી પણ બદલાઈ. નેસડી ના લોકો જુની વાતો ભુલી ગયા અને લોકોએ પાડા ને રઝળતો કરી મુક્યો. રખડતો-રખડતો આ પાડો રાજકોટ આવી પહોચ્યો.

ત્યા થી રખડતો-રખડતો તે સુરત અને ત્યારબાદ મુંબઈ પહોંચી ગયો. મુંબઈ થી તેને ત્યા ના કતલખાના મા લઈ જવામા આવ્યો. કતલખાના મા આવતા જ હવે પાડા નુ ભવિષ્ય નિશ્ચિત થઈ ગયુ હતુ. પરંતુ, તે કોઈ સામાન્ય પાડો નહોતો. કતલખાના મા જ્યારે તેને કાપવા માટે કરવત ચલાવવામા આવી ત્યારે તે કરવત ના ટુકડે-ટુકડા થઈ ગયા. આ જોઈ ત્યા હાજર કસાઈ ને ભારે નવાઈ થઈ. તેણે બીજો પ્રયત્ન કર્યો, બીજા પ્રયત્ન મા પણ કરવત ની આ જ હાલત થઈ.

આમ, કરવતો ભાંગતી રહી પણ પાડો તો તેમનો તેમ જ અડિખમ રહ્યો તેને એક ઘસરકો પણ નહોતો પડ્યો. હવે, કતલખાના ના લોકો ને આ પાડા માટે કઈક અલગ જ લાગણી થઈ આવી. તેમને તેની દિવ્યતાનો અહેસાસ થઈ ગયો હતો. આવો અદભુત પાડો તેમના કતલખાના મા કેવી રીતે પહોંચ્યો? તેની ભાળ શોધતા તેમને ખ્યાલ પડ્યો કે તે સતાધાર નો પાડો હતો. કતલખાના નો કસાઈ પાડા ને તેના મૂળ ગામ એવા સતાધાર લઈને પહોંચ્યો.

મહંત શામજીબાપુ ને કસાઈએ તમામ બાબત જણાવી અને પોતાના આવા દુષ્કર્મ કરવા બદલ માફી પણ માગી અને પાડાને તેમને હવાલે કરતાં ત્યાથી રવાના પડ્યો. તેણે છેલ્લીવાર પાડા ની સામે જોયું. તેની નજર પાડાની આંખો પર પડી. તેમાં તેને એક દિવ્ય તેજ જોવા મળ્યુ હતુ. તે તેણે ક્યારેય કોઈ જ પશુ મા નહોતું જોયુ. તે જોતાં જ તેને ખ્યાલ આવી ગયો કે આ પાડો ખરેખર દિવ્ય જ હોઈ શકે. ધીમે ધીમે આ વાત ગામડે-ગામડે ફેલાવા લાગી. પાડા નુ જે રીતે રક્ષણ કરવામા આવ્યુ હતુ તે જોઈ લોકો શામજીબાપુ ને દેવ માનવ લાગ્યા હતા.

પરંતુ, બાપુ ના મનમા તેવી કોઈ જ લાગણી નહોતી તે તો જે કંઈ થયું હતું તે બધું જ ઇશ્વર ની કૃપા જ માનતા હતા. ફકત શામજીબાપુ ને જ નહી પરંતુ, હવે તો લોકો પાડા ને પણ પુજવા લાગ્યા હતા અને પાડા ના મૃત્યુ બાદ તે દિવ્ય પાડા ની સમાધી પણ બનાવવામા આવી. આજે પણ જ્યારે લોકો સતાધાર દર્શન કરવા જાય છે ત્યારે આપાગીગા ની સમાધી ની સાથે-સાથે સતાધાર ના પાડાપીર ની સમાધીના પણ અવશ્ય દર્શન કરે છે.

Leave a Reply

Top