You are here
Home > Articles >

સતત 29 વર્ષથી આ માણસ ફકત 25 પૈસામાં વેચે છે એક કચોરી, કારણ છે ચોંકાવનારું

આજના આ ઝડપી યુગમાં મોટાભાગના માણસોએ 25 પૈસા યાદ પણ નહીં હોય, યાદ છે? યાદ નથી. અને જો ખબર પડે કે એક માણસ ફકત 25 પૈસામાં કચોરી ખવડાવે છે. તો કેવું મનમાં થશે. આટલું જ નહીં, જો ખબર પડે કે ગત 29 વર્ષથી આ માણસ 25 પૈસામાં કચોરી વેચી રહ્યો છે. કોલકત્તાના વસવાટ કરનાર લક્ષ્મી નારાયણ ઘોષ ગયા 29 વર્ષથી 25 પૈસામાં કચોરી વેંચી રહ્યા છે.

ખાનગી ન્યૂઝ પેપરમાં જણાવ્યા પ્રમાણે આમ તો આ કચોરીનો ભાવ 50 પૈસા છે. પણ સ્કૂલના વિદ્યાર્થીઓને નારાયણ ઘોષ ફકત 25 પૈસામાં કચોરી વેચે છે. તેમની દુકાન કોલકત્તામાં માણિકતાલા વિસ્તારમાં આવેલી છે.

નારાયણ ઘોષ સતત ત્રીસ વર્ષથી કચોરી વેચવાનું એક સુંદર કામ કરી રહ્યા છે. કચોરીનો ભાવ તે જ છે. ગયા 30 વર્ષથી કચોરીનો ભાવ લગભગ 50 પૈસા જેટલો જ રાખવામાં આવ્યો છે. અને સ્કૂલના બાળકોને આ કચોરી 25 પૈસામાં આપવામાં આવે છે.

નારાયણ ઘોષે કહ્યું કે બાલખોને હસતા જોઇને તેમને એકવખત અવશ્ય ખુશી મળે છે. આ બધુ તે પ્રોફિટ માટે નથી કરી રહ્યા. તેમણે એવું પણ લાગ્યું હશે કે જ્યારે તેમણે કચોરીની ભાવ વધારવાનું વિચાર્યું તો બાળકો નિરાશ થઇ ગયા હતા. એટલું જ નહીં તેમણે કચોરીની સાઇઝ નાની કરી દીધી પરંતુ ભાવ વધાર્યો નહીં.

લક્ષ્મી નારાયણ સવારે 7 વાગ્યે વહેલા તેમની દુકાન ખોલી નાખે છે 10 વાગ્યા સુધી તે કચોરી વેચે છે સ્કુલના બાળકો અને અન્ય માણસોને તેમની કચોરી માટે લાઇન લાગે છે. કચોરીની જોડે જોડે બપોરે બે વાગ્યા પછી તે પેયાજી, અલૂર ચોપ, મોચાર ચોપ, ઢોકર ચોપ અને બેગુની વેચે છે જે ફકત તે એક રૂપિયામાં વેચે છે.

dip

Leave a Reply

Top