You are here
Home > Articles >

સતત ચાર વખત કોરોના પોઝિટીવ આવનાર કનિકા કપૂર આવી મેદાને અને સમગ્ર વિશ્વ ને કહ્યું કે…

મિત્રો, બોલિવૂડ જગત ની પ્રખ્યાત ગાયિકા કનિકા કપૂર નો હાલ ચોથી વાર કોરોના વાયરસ અંગે નો મેડિકલ ટેસ્ટ કરવામા આવ્યો છે. કનિકા ને આ વખતે પણ સતત ચોથી વાર કોરોના પોઝિટીવ હોવાનુ જાણવા મળ્યુ છે. કનિકા કપૂર હાલ લખનઉ ની સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટમા દાખલ છે. કોવિડ-૧૯ સતત ચોથી વાર પોઝિટીવ હોવા થી કનિકા થોડી ભાવાત્મક થઈ ગઈ છે. પરંતુ, તેને આશા છે કે તે આ યુદ્ધ જીતી લેશે અને તુરંત જ તેના ઘરે પાછી આવી જશે.

કનિકા કપૂર ને જ્યારે કોરોના પોઝિટિવ હોવા ની જાણ થઈ ત્યાર થી તે આઈસોલેશન મા છે. ૨૦ માર્ચ થી અહી દાક્તરો ની દેખરેખ હેઠળ તેનુ નિદાન કરવામા આવી રહ્યુ છે. તાજેતર મા જ કનિકાએ ઇન્સ્ટાગ્રામ પર એક લાગણીશીલ પોસ્ટ કરી હતી. તેણે એક ફોટો પોસ્ટ કર્યો, જેમા ઘડિયાળ જોવા મળી રહી છે અને આ ફોટો પર પ્રેરણાત્મક ક્વોટ લખેલ છે. આ ફોટો મા એવુ લખ્યું છે- ‘ જીવન આપણ ને સમય નો યોગ્ય રીતે ઉપયોગ કરવાનુ શીખવે છે. તો સમય આપણ ને જીવન ની પ્રશંસા કરવાનું શીખવે છે.’

તેણે આ ફોટા સાથે નીચે જે કેપ્શન લખ્યુ છે તેને વાંચ્યા પછી એવુ કહી શકાય કે, તે થોડી લાગણીશીલ થઈ રહી છે. આ ફોટા સાથે તેણીએ કેપ્શનમા એવુ લખ્યુ છે કે, હુ સૂવા જઈ રહી છુ અને બધા ને મારો પ્રેમ મોકલી રહી છુ. તમે બધા સુરક્ષિત રહો, મારા સ્વાસ્થ્ય અંગે ચિંતા કરવા બદલ તમારો આભાર. પરંતુ, હુ આઈ.સી.યુ. મા નથી, હુ સ્વસ્થ છુ અને આશા છે કે મારો આગામી કોરોના ટેસ્ટ નેગેટિગ આવશે.

તેમણે વધુ મા લખ્યુ છે કે, તે તેમના કુટુંબ અને બાળકો ને ખૂબ જ યાદ કરી રહી છે અને ટૂંક સમય મા તેમની પાસે જવાની રાહ મા છે. આ પોસ્ટ કરવાની સાથે તેણે કોમેન્ટ વિભાગ બંધ કર્યો છે. માટે કોઈપણ તેની આ પોસ્ટ પર કોમેન્ટ કરી શકશે નહી. અત્રે ઉલ્લેખનીય છે કે, ૯ માર્ચે લંડન થી પાછી આવેલી કનિકા કપૂર નો ૨૦ માર્ચે કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યારે કનિકાએ જ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા સમગ્ર વિશ્વ ને આ વાત અંગે જાણ કરી હતી.

Leave a Reply

Top