You are here
Home > Bollywood >

“સાથ નિભાના સાથિયા” ની “કોકિલા મોદી” વાસ્તવિક જીવન મા લાગે છે કઈક આવી, જોઈને ઓળખી પણ નહિ શકાય

મિત્રો, વર્તમાન સમય માં ટીવી પર એટલી ચેનલો આવી ગઈ છે કે વ્યક્તિ પણ મૂંઝવણ મા મુકાઇ જાય છે કે એ કઈ ચેનલ જોવે? તેમા પણ પાછી જેટલી ચેનલો હોય છે તેના કરતા વધુ તો સિરિયલો આવે છે. પરંતુ, અમુક સિરિયલો એવી છે કે જે દર્શકો ની ખુબ જ પ્રિય હોય છે. જો દૈનિક ધારાવાહિક ની વાત કરીએ તો ખુબ જ લાંબા સમયકાળ થી સ્ટાર પ્લસ ચેનલ આપણા સૌનુ મનોરંજન કરી રહી છે. સ્ટાર પ્લસ એકમાત્ર એવી ચેનલ છે કે જેના પર અત્યાર સુધી સૌથી સુપરહિટ સિરિયલો દેખાડવામા આવી છે.

ઘણા વર્ષો પૂર્વે  “ક્યુંકી સાસ ભી કભી બહુ થી” જેવા પોપ્યુલર શો પણ આ જ ચેનલ પર પ્રસારિત થતા હતા અને હજુ હાલ પણ અમુક એવી સિરિયલ છે જે દર્શકો નુ ભરપૂર મનોરંજન કરી રહ્યા છે. જો વર્તમાન સમય ની વાત કરીએ તો “યે રિશ્તા ક્યા કહેલાતા હૈ “, “યે હૈ મોહોબ્બતે ” અને “સાથ નિભાના સાથિયા” જેવી અમુક પ્રખ્યાત સિરિયલો છે જે સ્ટાર પ્લસ પર દેખાડવામા આવે છે. આજે આપણે આ લેખ મા વાત કરીશું આમા ના જ એક શો “સાથ નિભાના સાથિયા” ની.

આ સિરિયલ સ્ટાર પ્લસ પર ૨૦૦૯ ના વર્ષ થી દેખાડવામા આવી રહી છે અને હાલ સુધીમા આ શો ના ૨૨૨૦ કરતા પણ વધુ એપિસોડ ટેલિકાસ્ટ થઇ ચુક્યા છે. આ સિરિયલ નો દરેક કલાકાર ખુબ જ ફેમસ છે. પરંતુ , આજે આપણે આ લેખમા વાત કરીશુ રૂપલ પટેલ કે જે આ સીરિયલ મા ‘ કોકિલા મોદી ’ નુ પાત્ર ભજવી રહ્યા છે.

આ શો મા કોકિલા મોદી ના પાત્ર ને એક કઠોર સ્ત્રી તરીકે દર્શાવવા મા આવ્યુ છે જેના થી દરેક વ્યક્તિ ભયભીત રહે છે. આ સીરિયલમા કોકિલા નો દેખાવ અને તેનુ વ્યક્તિત્વ ખુબ જ ફેમસ થયુ છે. પરંતુ , શું તમે ક્યારેય કોકિલા મોદી નુ પાત્ર ભજવતી  રૂપલ પટેલ વાસ્તવમા કેવી દેખાય છે તે જોઈ છે?  રૂપલ પટેલ ને વાસ્તવિક જીવન મા જોઈને તમે પણ આશ્ચર્ય મા મુકાઇ  જશો.

કોકિલા મોદી વાસ્તવિક જીવનમા છે ઘણી જ ગ્લેમરસ :

તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે ‘ સાથ નિભાના સાથીયા ’ સીરિયલમા કોકિલા મોદી નુ પાત્ર ભજવનારી અભિનેત્રી રૂપલ પટેલ વાસ્તવિક જીવનમા ઘણી ગ્લેમરસ છે. રૂપલે પોતાના કરિયર નો પ્રારંભ વર્ષ ૧૯૮૫ મા આવેલી ફિલ્મ ‘મહક’ થી કર્યો હતો. ત્યારબાદ ઘણી ફિલ્મો મા અને ધારાવાહિકો મા પણ જોવા મળી પરંતુ , તેની સાચી ઓળખ તો એમને ‘સાથ નિભાના સાથિયા’ થી જ મળી. હાલ , ઘર-ઘર મા લોકો તેમને કોકિલા મોદીના નામે ઓળખે છે. તે સીરિયલમા જેટલી સંસ્કારી દેખાય છે વાસ્તવિક જીવનમા તેનાથી તદન વિપરીત છે.

વાસ્તવિક જીવન મા તો રૂપલ ખુબ જ વધુ પડતી સ્ટાઈલિશ અને ગ્લેમરસ ધરાવે છે. સીરિયલ મા સાદગી ને પ્રાધાન્ય આપતી અને ઘરેલુ દેખાતી રૂપલ વાસ્તવિક જીવનમા તો એકદમ મોડર્ન છે અને તે વધુ પડતો વેસ્ટર્ન પોષક જ પહેરવા નુ પસંદ કરે છે. ગુજરાતી કુટુંબ માથી આવતી રૂપલ ના લગ્ન થઇ ચુક્યા છે.

તેના પતિ નુ નામ રાધાકૃષ્ણ દત્ત છે. રૂપલ નો જન્મ ૨ જાન્યુઆરી, ૧૯૭૫ મા થયો હતો. ૪૪ વર્ષની રૂપલ વાસ્તવિક જીવન મા તો ખુબજ સુંદર અને સ્ટાઈલિશ છે. આજના આ લેખ મા અમે તમારા માટે રૂપલ પટેલ ના વાસ્તવિક જીવન ની એવી તસવીરો લઈને આવ્યા છીએ જેને જોઈને તમે પણ અમારી જેમ વિશ્વાસ નહિ કરી શકો કે આ કોકિલા મોદી જ છે.

Leave a Reply

Top