You are here
Home > Health >

સાથળવાળા ભાગ મા વધેલ ચરબી ને ઘટાડવા અપનાવો આ સરળ તેમજ સસ્તી રીત

મિત્રો, જો તમે તમારા સાથળ ના ભાગ મા વધી રહેલી ચરબી થી ત્રાસી ગયા છો તો હવે સમય આવી ગયો છે આ સમસ્યા માંથી મુક્તિ મેળવવા નો. તમે લોકો એ ઘણી એવી સ્ત્રીઓ ને નિહાળી હશે કે જેમનું શરીર તો સામાન્ય રહેશે પરંતુ, તેમના શરીરમા પગના સાથળ ના ભાગ ની ચરબી વધી ગઈ હોય છે અને આ કારણોસર તે તેમના મનપસંદ કપડા જેમકે શોર્ટ્સ, જીન્સ કે સ્કર્ટ નથી પહેરી શકતી.

હાલ આજે આપણે આ લેખમા આ મુદ્દે થોડી વિસ્તૃત ચર્ચા કરીશું. આજે અમે તમને આ લેખમા થોડી સ્માર્ટ ટીપ્સ આપીશું જેના થી તમે અત્યંત સરળતા થી તમારા સાથળ પર ની ચરબી ને દૂર કરી શકશો. તો ચાલો તમને જણાવીએ આ લેખ ના માધ્યમ થી અમુક એવી સરળ તેમજ ઘરગથ્થું ટીપ્સ વિશે.

નમક નું સેવન ઘટાડવું :

ઘણા એવા લોકો પણ હશે કે, જેમને આહાર મા સામાન્ય કરતાં થોડું વધુ એટલે કે ચડિયાતું ખાવા ની આદત હોય છે. કારણ કે ઘરમા બધા જ લોકોને ભોજન મા નમક ચઢિયાતું જોઈતું હોય છે. આમ તો તમે જાણો છો જ કે નમક નું ઓછું સેવન કરવાથી બીપી ની સમસ્યા મા પણ રાહત મળે છે અને હૃદય પણ તંદુરસ્ત રહે છે. તો તમને જણાવી દઈએ કે નમક ઓછું સેવન કરવાથી તમને તમારા શરીરમા તુરંત જ પરિવર્તન દેખાશે.

ફલુડ નિયંત્રિત રાખવા :

શરીરમા ફ્લુડસ મેનેજમેન્ટ ખુબ જ અગત્ય નું છે. આ માટે તમારે લીલા સબજી , કેળા, દહીં વગેરે જેવી વસ્તુઓ નું સેવન કરવું આવશ્યક છે. આ વસ્તુઓ તમને કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષકતત્વો આપી રહે છે.

લો કાર્બોહાઈડ્રેટ :

તમે જેટલું વધુ પડતું કાર્બોહાઈડ્રેટ લેશો તેટલું જ તમારા સાથળ ની માંસપેશીયો અને લીવરમા પાણી સ્ટોર થશે. લો કાર્બ ડાયટ થી તમે તમારી જાતને હળવી મહેસુસ કરી શકશો કારણ કે આનાથી વોટર વેટ નીકળી જાય છે. લો કાર્બોહાઈડ્રેટ માટે તમારે નિયમિત આહાર મા લીલા સબજી , એવોકાડો વગેરે જેવી વસ્તુઓ નું સેવન ઉપયોગી સાબિત થાય છે. આમ કરવાથી પણ તમારા સાથળની ફેટ ઓછી થતી તમે જોઈ શકશો.

ચા અને કોફી ના પીવું જોઈએ. :

ભાગ્યે જ એવું કોઈ વ્યક્તિ હશે કે જેની પરોઢ નો પ્રારંભ ચા અથવા કોફી થી નહિ થતી હોય. પરંતુ હવે થી તમારે તમારા દિવસ ની શરૂઆત ચા અને કોફી પીવાથી નથી કરવાની પરંતુ તમે ઈચ્છો તો તેની જગ્યાએ જીરા પાણી, વરીયાળી પાણી કે તથા વેજીટેબલ સ્મુધી નું સેવન કરી શકો છો.

પાણી નું વધુ પડતું સેવન કરવું :

મોટાભાગે દરેક વ્યક્તિ આ સલાહ તેમના મિત્રો કે પછી વડીલો આપતા જ હશે કે તમારે દિવસમા આટલું તો પાણી પીવું જ જોઈએ. વધારે પાણી નું સેવન તમારા શરીર માંથી વધારા ના નમક ને બહાર નીકાળી કાઢે છે. આમ, પણ પાણી વધારે માત્રમા સેવન કરવાથી શરીરને અન્ય પણ ઘણા લાભ થતા હોય છે.

કાર્ડિયોથી પણ મળશે સહાયતા :

આપણે બાળપણ ઘણા દોરડા કુદયાં હતા પરંતુ, શું તમને ખ્યાલ છે કે કોઈપણ વ્યાયામ કરો પણ તેની સામે વજન ઘટાડવા માટે કાર્ડિયો એ સૌથી વધુ વપરાતું સાધન છે. દોડવું, ચાલવું અને બીજી તરફ તમે તમારું વજન ઘટાડી શકો છો. પગ ના સાથળ થી ચરબી ઘટાડવા માટે દોરડા કુદવા અત્યંત લાભદાયી રહેશે.

Leave a Reply

Top