You are here
Home > Jyotish >

સૌથી હિંસક વર્ષ હશે ૨૦૨૦! નોસ્ટ્રાડેમસે કરી છે આ ચોંકાવનારી ભવિષ્યવાણી

ફ્રાંસ ના એક જાણીતા ભવિષ્યવક્તા માઇકલ ડી નોસ્ટ્રાડેમસે દ્વારા આવનારા ઘણા વર્ષો માટે સદીઓ પહેલા જ અમુક ભવિષ્યવાણીઓ  કરી દીધી હતી. સમગ્ર વિશ્વ ના લોકો તેમની આ ભવિષ્યવાણીઓ પર અતુટ વિશ્વાસ પણ કરે છે. તેનું મુખ્ય કારણ એ છે કે તેમની હાલ સુધી ની તમામ ભવિષ્યવાણીઓ સાચી ઠરી છે. નોસ્ટ્રાડેમસ દ્વારા કરવામા આવેલ સન ૨૦૨૦ માટે ની ભવિષ્યવાણી માનવીઓ માટે માઠા સમાચાર દર્શાવે છે. આ સિવાય ના બીજા ભવિષ્યવક્તાઓ પણ સન ૨૦૨૦ મા વિનાશ ના સંકેત દર્શાવે છે.

નોસ્ટ્રાડેમસ ની ભવિષ્યવાણી મુજબ સન ૨૦૨૦ મા સમગ્ર વિશ્વ ખત્મ થવા ના સંકેત પણ છુપાયેલા છે. તો ચાલો જાણીએ નોસ્ટ્રાડેમસ દ્વારા કરવામા આવેલ સન ૨૦૨૦ ની ભવિષ્યવાણી વિષે. નોસ્ટ્રાડેમસ ના કહ્યા મુજબ સન ૨૦૨૦ મા એક નવીન યુગ ની સ્થાપના થશે. તેમણે અનુમાન લગાવ્યું હતું કે ૨૦૨૦ મા ઘણા દેશો વચ્ચે ઘર્ષણ વધશે. આ સાથે જ ૨૦૨૦ મા આખી સદી નું સૌથી મોટું આર્થિક સંકટ પણ આવશે. જો આંકડાઓ ની દ્રષ્ટીએ જોવા જઈએ તો ભારત થી લઇ ને સમગ્ર વિશ્વ ની અર્થવ્યવસ્થા હાલ કફોડી હાલત જેવી છે.

ચીન તેમજ અમેરિકા જેવી મહાસત્તા વચ્ચે વૈપારીક યુદ્ધ ના મંડાણ થઇ ચુક્યા છે. ભારત ની આર્થિક વૃદ્ધિ મા પણ ભારે પછડાટ આવી રહ્યો છે. જો કે ભવિષ્યવાણી મા એ પણ દર્શાવ્યું છે કે ૨૦૨૦ સુધી મા લોકો પહેલા કરતા વધુ જાગૃત થઈ ચુક્યા હશે તેમજ લોકો મા એક નવીન પ્રકાર નો આધ્યાત્મિક ઝુકાવ જોવા મા આવશે. તેમની ભવિષ્યવાણી મુજબ ત્રીજા વિશ્વ યુદ્ધ ના એંધાણ પણ સત્ય સાબિત થઈ શકે છે. સન ૨૦૨૦ મા અમેરિકા દ્વારા એશિયા મા વિશ્વ નુ સૌથી મોટું સૈન્ય અભ્યાસ પણ શરૂ કરવામા આવશે.

જો આ ભવિષ્યવાણી ને ભારત ની હાલ પરિસ્થિતિ સાથે સરખાવીએ તો સન ૨૦૨૦ મા વિશ્વ ના મોટા શહેરો મા ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થશે તેમજ લોકો રસ્તાઓ પર ઉતરશે અને હાલ હજુ નવા વર્ષ ની શરૂઆત અગાવ જ અહિયાં CAA તેમજ NRC જેવા નિયમો ના વિરોધ માટે લોકો રસ્તાઓ પર ઉતર્યા છે. આ માટે જ કદાચ નોસ્ટ્રાડેમસે ૨૦૨૦ ને એક ઘણું જ હિંસક વર્ષ ગણાવ્યું હશે. આ સાથે જ તેમની ભવિષ્યવાણી મુજબ ચાલુ વર્ષે દરમિયાન જ રશિયા ના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ની હત્યા નો પ્રયત્ન થઈ શકે છે.

આ સાથે અમેરિકા ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ને પણ મોટું નુકસાન થઈ શકે છે. આ ભવિષ્યવાણી મુજબ ૨૦૨૦ મા ગ્રેટ બ્રિટેન ની મહારાણી નું મૃત્યુ છેલ્લા ૭૦ વર્ષો મા અહીં ની સૌથી વધારે વિનાશક ઘટનાઓ માંથી એક હશે. મહારાણી ના મૃત્યુ ઉપર બ્રિટેન મા ઓછા મા ઓછા બાર દિવસ નો શોક મનાવવા મા આવશે તેમજ આ સમયગાળા દરમિયાન ત્યાં કોઈપણ પ્રકાર ના કાર્યક્રમો નહીં યોજાઈ. આ સાથે જ ચાલુ વર્ષ દરમિયાન જળવાયુ પરિવર્તન ને લીધે સમગ્ર વિશ્વ પ્રભાવિત થશે.

આ માટે પ્રદૂષણ નો વિરોધ દર્શાવવા યુદ્ધ ની ચળવળ શરૂ કરાશે. વિશ્વ ના ઘણા ભાગો મા ભૂકંપ તેમજ કુદરતી તોફાનો આવશે તો ક્યાંક આતંકવાદીઓ દ્થીવારા કોહરામ મચાવવા મા આવશે. તેમની રચિત કવિતાઓ ની વ્યાખ્યા કરનારા એક વિડીયો કલીપ મા દર્શાવ્યું હતું કે આકાશ મા એક ધૂમકેતુ દેખાવાની સાથે જ આ હિંસક ઘટનાઓ નો આરંભ થશે. નોસ્ટ્રાડેમસ ની ભવિષ્યવાણી મુજબ મધ્ય-પૂર્વ ના દેશો તેમજ વિશ્વ ના બીજા ભાગો મા ધાર્મિક અતિવાદ વધશે જેના લીધે અશાંતિ તેમજ ગૃહયુદ્ધ થશે.

આવી કપરી પરિસ્થિતિ નુ સર્જન થતા માણસો પોતાના દેશ છોડી ને અન્ય દેશો ની શરણાગતિ સ્વીકારશે. આ તમામ ભવિષ્યવાણીઓ  મા એક સારી ભવિષ્યવાણી એ પણ છે કે સન ૨૦૨૦ મા ચિકિત્સા ક્ષેત્રે સારી પ્રગતિ થશે જેથી માનવી ના શરેરાશ આયુષ્ય મા વધારો થશે. તેમણે આજ થી ઘણા વર્ષો પહેલા મોદી યુગ ની પણ ભવિષ્યવાણી કરી હતી. ડાયના નું મૃત્યુ, એડોલ્ફ હિટલર નો ઉદય, પરમાણુ બૉમ્બ, બીજું વિશ્વ યુદ્ધ તેમજ ૯/૧૧ ની ભવિષ્યવાણીઓ પણ સત્ય સાબિત થઈ છે.

Leave a Reply

Top