
મિત્રો ,જ્યોતિષશાસ્ત્ર મુજબ ગ્રહો ની પરિસ્થિતિ સમય અનુસાર પરિવર્તિત થતી રહે છે. કોઈ ને કોઈ ગ્રહ સમય અનુસાર પોતાની ગ્રહદશા પરિવર્તિત કરતો રહેશે, જેની અસર બારે-બાર રાશિઓ પર શુભ અને અશુભ અસર પડતી રહે છે.જ્યોતિષ ના તજજ્ઞો મુજબ જો ગ્રહો ની ગ્રહદશા કોઈ રાશિ માં શુભ છે તો તે વ્યક્તિ ને જીવન માં શુભ પરિણામ મળે છે પરંતુ, જો કોઈ ગ્રહ ની ગ્રહદશા શુભ ના હોય તો તેના કારણે રાશી જાતક ને વિકટ સમય માંથી પસાર થવું પડે છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ ગ્રહ પોતાની ગ્રહદશા પરિવર્તિત કરી રહ્યો છે, ગુરુ ગ્રહ ને અવકાશ્મંડળ નો સૌથી વિશેષ ગ્રહ માનવામા આવે છે. હાલ તે મકર રાશિ માં પ્રવેશવા જઈ રહ્યો છે, જેના કારણે બારેબાર રાશીઓ પર તેનો કંઈક ને કંઈક વિશિષ્ટ પ્રભાવ જોવા મળશે, આ ગુરુ ગ્રહ નું રાશિપરિવર્તન તમારી રાશિ માં કેવું પરિવર્તન લઈને આવશે? તે જાણીએ.
મેષ રાશિ :
આ રાશી ના જાતકો પર ગુરુ ગ્રહ નું રાશિપરિવર્તન અત્યંત શુભ સાબિત થશે. આ રાશિ ના જાતકો ને માનસિક તણાવ માથી મુક્તિ મળશે, ઘર નું વાતાવરણ ખુશહાલમય બની રહેશે, વિવાહ માટે ઈચ્છુક લોકો ના વિવાહ ના યોગ સર્જાઈ રહ્યા છે, સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે , જીવનસાથી સાથે ના સંબંધો ગાઢ બનશે.
વૃષભ રાશિ :
આ રાશી ના જાતકો ને ગુરુ ના રાશિ પરિવર્તિત થવા ને કારણે અગાવ ના અટકાયેલા તમામ કાર્યો મા સફળતા મળશે. કરજ માંથી મુક્તિ મળશે. આ રાશિ ના જાતકો ને નસીબ નો સંપૂર્ણ સાથ પ્રાપ્ત થઈ રહેશે. વ્યવસાય ક્ષેત્ર માં તમને સકારાત્મક પરિણામ જોવા મળી શકે છે. તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે. ઘર માં ચાલી રહેલા વાદ-વિવાદ નો અંત આવશે.
સિંહ રાશિ :
આ રાશી ના જાતકો નો સમય ગુરુ ના રાશિ પરિવર્તન ના કારણે અત્યંત શુભ સાબિત થશે, જે લોકો લાંબા સમય થી નોકરી ની શોધ માં આમતેમ ભટકી રહ્યા હતા તેમણે તેમની આવશ્યકતા અનુસાર ની નોકરી ની ઓફર મળી શકે છે. તમારા અગત્ય ના તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમને તમારા અથાગ પરિશ્રમ નું યોગ્ય ફળ પ્રાપ્ત થઈ રહેશે. ઘર નું વાતાવરણ આનંદમય બની રહેશે.
કન્યા રાશિ :
આ રાશી ના જાતકો ને ગુરુ ના રાશિ પરિવર્તન ના કારણે શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થઇ રહેશે. નોકરી ક્ષેત્રે ઉન્નતિ પ્રાપ્ત થવાના યોગ સર્જાઈ રહ્યા છે. તમારા તબિયત અંગે વિશેષ સાવચેતી રાખવી. ઘર ના લોકો સાથે લાંબા સમયગાળા બાદ એક સારો એવો સમય વ્યતીત કરી શકો. વ્યવસાય ક્ષેત્રે આકસ્મિક ધનલાભ થવાના યોગ સર્જાઈ રહ્યા છે. નોકરી ક્ષેત્રે સંકળાયેલા લોકો ને પ્રમોશન મળવાના યોગ સર્જાઈ રહ્યા છે.
વૃશ્ચિક રાશિ :
આ રાશી ના જાતકો ને ગુરુ ના રાશિપરિવર્તન ના કારણે આર્થિક લાભ થવાનો છે. તમારા ઘરની નાણાકીય સ્થિતિ પ્રબળ રહેશે. કોઈ જૂના રોગ માથી મુક્તિ મળવા ના યોગ સર્જાઈ રહ્યા છે. ઘર ના સદસ્યો સાથેના સંબંધો ગાઢ બનશે. આ રાશિ ના જાતકો આવનાર સમય માં નવા વાહન ની ખરીદી કરી શકે છે. પ્રેમ સંબંધ માટે સાનુકુળ સમય જણાઈ રહ્યો છે. ક્રોધ પર નિયંત્રણ રાખવો નહિતર વાદ-વિવાદ સર્જાઈ શકે.
મકર રાશિ :
આ રાશી ના જાતકોને ગુરુ ના રાશિ પરિવર્તન ના કારણે નોકરી અને અભ્યાસ ક્ષેત્રે બહોળી સફળતા મળવાના યોગ સર્જાઈ રહ્યા છે. તમે તમારા ઘર ના સદસ્યો સાથે કોઈ ધાર્મિક યાત્રા પર જઇ શકો છો. નાણા ની લેવડ-દેવડ કરતા સમયે સાવચેતી રાખવી. તમને પ્રભાવશાળી લોકો દ્વારા માર્ગદર્શન મળી રહેશે. પ્રેમ-સંબંધ માટે સમય અત્યંત શુભ છે.
કુંભ રાશિ :
આ રાશીના જાતકોને ગુરુ નું રાશિપરિવર્તન શુભ પરિણામ આપશે. નાણાકીય સ્થિતિ પ્રબળ રહેશે. તમે નાણા નું નિવેશ કરવાનુ પૂર્વ આયોજન બનાવી શકો છો જે તમારા માટે લાભદાયી સાબિત થાય છે. જમીન સંબંધીત કાર્યો માં તમને લાભ મળી શકે છે. કોઈ અગત્ય ના કાર્ય હેતુસર યાત્રા પર જવું પડી શકે. તમારા સારા સ્વભાવ થી લોકો પ્રભાવિત થશે.
મીન રાશિ :
આ રાશી ના જાતકો માટે ગુરુનુ રાશિ પરિવર્તન અત્યંત શુભ સાબિત થશે. તમે પોતાના પૂર્વઆયોજન સફળતાપૂર્વક પૂર્ણ કરશો. માનસિક તણાવ માં ઘટાડો થશે. વિદ્યાર્થીવર્ગ ને અભ્યાસ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થશે. કાર્યસ્થળે સહકર્મચારીઓ નો સંપૂર્ણપણે સહકાર પ્રાપ્ત થઈ રહેશે. આવક ના નવા સ્ત્રોત પ્રાપ્ત થઇ રહેશે. સંતાન તરફ થી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થવાના યોગ સર્જાઈ રહ્યા છે.
આવો જાણીએ બાકી રાશિઓ ની કેવી રહેશે પરિસ્થિતિ :
મિથુન રાશિ :
આ રાશી ના જાતકો નો સમય મિશ્ર સાબિત થશે. ગુરુ ના રાશિ બદલવા ના કારણે બને ત્યાં સુધી યાત્રા ટાળવી કારણ કે , અકસ્માત ના યોગ સર્જાઈ શકે છે. તમારી નાણાકીય સ્થિતિ પ્રબળ રહેશે પરંતુ, આવક કરતા ખર્ચ માં વૃદ્ધિ થઈ શકે છે. તમારુ સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે. તમે તમારા અધૂરા કાર્ય પૂર્ણ કરવાના પ્રયાસ માં રહેશો.
કર્ક રાશિ :
આ રાશી ના જાતકો નો સમય ગુરુ ના રાશિ બદલવા ના કારણે મુશ્કેલ બની રહ્યો છે. આ સમયગાળા દરમિયાન થોડી સાવચેતી રાખવી. આ રાશી ના જાતકો સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા થી પીડાઈ શકે છે. તમારી આર્થિક સ્થિતિ મજબુત રહેશે. જો તમે ક્યાંય નાણા રોકાણ કરવા અંગે વિચારી રહ્યા છો તો અનુભવી લોકો ની સલાહ અવશ્ય લેવી. નાણા ની લેન-દેન કરતી વખતે વિશેષ સાવચેતી રાખવી.
તુલા રાશિ :
આ રાશી ના જાતકો ને ગુરુ ના રાશિ બદલાવ ના કારણે આવનાર સમય માં મિશ્ર પરિણામ પ્રાપ્ત થશે. વ્યવસાય ક્ષેત્રે સંકળાયેલા લોકો ને અનેકવિધ પ્રકાર ની ચેતવણી નો સામનો કરવો પડશે. માટે તમારે દરેક વિકટ પરિસ્થિતિ માં સમજદારીપૂર્વક કાર્ય કરવું પડશે. ઘર ની નાણાકીય સ્થિતિ પ્રબળ રહેશે. આવક ના નવા સ્ત્રોત પ્રાપ્ત થઇ રહેશે. પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થઇ શકે. જીવનસાથી સાથે સારો સમય વ્યતીત કરી શકો.
ધન રાશિ :
આ રાશીના જાતકો માટે આવનાર સમય મધ્યમ રહેશે, ગુરુ ના રાશિ બદલવા ના કારણે તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. પરંતુ, આવક કરતા ખર્ચ મા વધારો થશે. વિવાહ અંગે શુભ યોગ સર્જાઈ રહ્યા છે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી. બહાર ના જંકફૂડ નું બને ત્યાં સુધી સેવન ટાળવું. ઘર માં તણાવ નો માહોલ સર્જાઈ શકે છે. તમારા ક્રોધ અને વાણી પર સંયમ રાખવું.