You are here
Home > Life Style >

સવારે ઉઠતા ની સાથે જ જો પથારીમા કરી લો આ કામ, તો ચહેરો ચમકી જશે, સુંદરતા ખીલશે સોળેકળાએ

મિત્રો, આ વિશ્વમા દરેક વ્યક્તિ એવી ઈચ્છા ધરાવતો હોય છે કે તે સુંદર અને આકર્ષક દેખાય. આ બાબત વિશેષ તો સ્ત્રીઓ મા વધુ પડતી જોવા મળે છે. સ્ત્રીઓ પોતાના ચેહરા ને સુંદર અને આકર્ષક બનાવવા માટે દરરોજ અવનવા પ્રયોગો અજમાવતી હોય છે. ક્યારેક કોઈ સાબુ, તો ક્યારેક કોઈ ક્રીમ, તો ક્યારેક કોઈ દ્વારા સૂચવેલ આયુર્વેદિક ઉપાયો અજમાવતી હોય છે. પરંતુ , હાલ આ લેખ મા અમે એવા ચાર કાર્ય વિશે જણાવીશું જેમા તમારે કોઈ જ ક્રીમ કે પેસ્ટ લગાવવા ની આવશ્યકતા નથી.

વહેલી પરોઢે ઉઠીને પથારી પર બેઠા-બેઠા ફક્ત આ ચાર જ કાર્ય કરવાના છે. જેનાથી તમારુ સૌંદર્ય ખીલી જશે. જો આ પ્રક્રિયા દરરોજ કરવામાં આવે તો તમારા ચેહરાના સૌંદર્ય પર ચાર ચાંદ લાગી જાય છે અને તમારો ચેહરો ખૂબ જ આકર્ષક બને છે. આ ઉપરાંત તે આંખની નીચેના કાળા કુંડાળા દુર કરશે તેમજ મોઢા પર નવો ગ્લો પણ આવશે. તો ચાલો આ કાર્યો વિશે વિસ્તૃત મા જાણીએ.

તો મિત્રો વહેલી પરોઢે ઉઠીને તમારે તુરંત જ આંખો નથી ઉઘાડવાની. પથારીમા બેસીને સૌથી પહેલા તમારા બંને હાથની હથેળીઓ ને ૧-૨ મિનિટ એકબીજા સાથે ઘસવી. ત્યારબાદ આ હાથની હથેળીઓ ને આંખ પર રાખવી અને ત્યારબાદ આ હાથ ને ગાલ પર રાખવા. તે પછી જ તમારે આંખ ઉઘાડવી. તમને એવુ થતુ હશે કે આવુ કરવાથી મોઢું કેવી રીતે સુંદર બને? તો તમને જણાવી દઈએ કે, આ હાથ ની ગરમાહટ જો તમે આ રીતે દરરોજ તમારા મોઢા પર લગાવો તો તમારા મોઢા ના સૌંદર્ય મા વૃદ્ધિ થાય છે.

આવુ કરવાથી તમારી આંખ ની નીચેના કાળા કુંડાળા પણ દુર થાય છે. આ ઉપરાંત જો કોઈ પરોઢે ઉઠે ત્યારે આંખ ની આજુબાજુ ના ભાગ પર સોજો આવી જતો હોય છે તો તે નથી આવતો. આ સિવાય આંખ ના તેજ મા વૃદ્ધિ થાય છે અને ગાલ પર લગાવવાથી ગાલ હાઈલાઈટ થાય છે. જેના કારણે તમારુ મોઢું આકર્ષક દેખાવા લાગે છે. મિત્રો, તમારા મોઢા ને વધારે સુંદર અને આકર્ષક બનાવવા માટે બેઠા-બેઠા આ મોઢા ની એકસરસાઈઝ કરવાની.

જેમા સૌથી પહેલી એકસરસાઈઝ છે, તમારે સ્પાઉટ કરવાનુ છે એટલે કે તમારા ગાલ ને અંદર ની બાજુ ખેંચવાના છે અને ૧ સેકંડ માટે તે જ અવસ્થામા રહેવાનુ છે અને ફરી પાછા ગાલ ને ખેંચવાના. આ એકસરસાઈઝ તમારે દરરોજ ૧૦-૧૨ વાર કરવાની છે તેનાથી તમારા મોઢા પરની વધારા ની ચરબી દુર થશે અને ગાલની ઉપર નો ભાગ હાઈલાઈટ થશે. તમારા મોઢા ના તેજ મા વૃદ્ધિ થશે. તમારા મોઢા પર એક અલગ જ ચમક જોવા મળશે.

બીજી એકસરસાઈઝ મા તમારે મોઢા મા હવા ભરીને મોઢું બંધ કરી હવાને થોડી સેકંડ અંદર ભરેલી રહેવા દયો. ત્યારબાદ મોઢું ખોલીને હવા બહાર કાઢી દેવી. તમારે અહીંયા ગાલ પુરેપુરા ફુલાઈ તેટલી હવા ભરવાની રહેશે. આવુ કરવાથી તમારા મોઢા નુ રકત પરિભ્રમણ વધશે અને તમારા મોઢા ને એક અલગ જ નિખાર મળશે અને તમારુ મોઢું ચમકવા લાગશે. આ પ્રક્રિયા પણ ૧૦-૧૨ વાર અજમાવવી.

ત્યારબાદ ત્રીજી એકસરસાઈઝ મા તમારે તમારા બંને હોઠ ને અંદરની બાજુ લઇ જવાના છે અને ત્યારબાદ બહાર લાવવાના છે. ત્યારબાદ બંને હોઠ ને એકત્રિત કરી એકસાથે અંદર લાવવા. થોડી સેકંડ બાદ હોઠ હોય તે જ પરિસ્થિતિમાં પાછા લાવવા. આ એકસરસાઈઝ પણ ૧૦-૧૨ વાર અજમાવવી. આવુ કરવાથી મોઢા ના દાઢીના ભાગમાં જો ફેટ હશે તો તે ઘટી જશે અને મોઢું પણ સુંદર બનશે.

ચોથી એકસરસાઈઝમા તમારે મોઢા ને થોડુ ઉપરની તરફ લઇ જવું, ત્યારબાદ તમારે તમારા મોઢા ને તમે ઉંચેથી પાણી પીતા હોવ તે રીતે હલાવવાનું છે. આવુ ૪-૫ મિનીટ સુધી કરવુ. આવુ કરવાથી ગળા ના ભાગ મા જે વધારાની ચરબી હશે તે ઘટી જશે તેમજ ચહેરાની મસલ્સ પણ મજબૂત બનશે અને ગાલની નીચેના ભાગમા જે વધારાની ચરબી હશે તે પણ દુર થશે.

જો તમે નિયમિત સવારે ઉઠીને પથારીમા બેઠા-બેઠા જો આટલી એકસરસાઈઝ કરો છો તો મોઢા ની વધારા ની ચરબી ઘટી જશે. જેથી તમારુ મોઢું એકદમ આકર્ષક બનશે તેમજ જો તમારુ મોઢું ડલ પડી ગયુ હોય તો તેને એક નિખાર મળશે. આ કાર્ય ફક્ત ૧૦ મિનીટ નું જ છે. તો એકવાર અવશ્ય અજમાવજો.

Leave a Reply

Top