
ગુજરાતી લોકો ખાવા-પીવાના ખૂબજ શોખીન હોય છે. એને ગુજરાતી વાનગીઓ પણ એટલી જ ટેસ્ટી અને યમ્મી હોય છે. આજે અમે તમારા માટે લઈ લાવ્યા છીએ ટ્રેડિશનલ ગુજરાતી સ્પેશિયલ વાનગી પાતરા. આ વાનગી ને સવાર ના નાસ્તા માં બનાવો ઘરમાં બધાં થઈ જશે ખુશ-ખુશ.
સામગ્રી:
10 નંગ જેટલા અળવીનાં પાન
પેસ્ટ ની સામગ્રી
ત્રણ કપ ચણાનો લોટ
એક ચમચી આદુ-મરચાની પેસ્ટ
એક લીંબુ
બે ચમચી તેલ
એક ચમચી હળદર
એક ચમચી લાલ મરચું
અડધી ચમચી હિંગ
સ્વાદ અનુસાર મીઠું
થોડો ગોળ
વઘાર માટે ની સામગ્રી
ત્રણ ચમચા તેલ
મીઠો લીમડો
લીલા મરચાના ટુકડા
રાઇ, તલ, હિંગ
થોડી બારીક કાપેલી કોથમરી
ગાર્નિશ માટે ની સામગ્રી:
છીણેલું નારિયલ
ઝીણી સમારેલી કોથમીર
રીત:
આ માટે પ્રથમ એક બાઉલમાં પેસ્ટ માટે તેમાં આદુ, મરચાની પેસ્ટ, ગોળ, હળદર, લાલમરચું, હિંગ, સ્વાદ અનુસાર નામક, બે ચમચી તેલ ,એક લીંબુનો રસ નાંખીને થોડું પાણી નાંખીને ખીરું તૈયાર કરવાનું છે. હવે તેને સાઈડમાં મૂકી દો.
હવે અળવીના પાનને સારી રીતે ધોઈને લૂંછી લેવાના છે. અને પાનના ઠૂંઠાને કાપી નાખો. હવે પાનની અંદરની બાજુ તૈયાર કરેલો પેસ્ટ લગાવો અને પૂરા પાન પર ફેલાવી દો. આવી રીતે એક પછી એક પાન રાખો પછી એના પર પેસ્ટ લગાડો. અને આજ રીતે ત્રીજા પાન પર પેસ્ટ લગાડો.
હવે ત્રણે પાન પર પેસ્ટ લગાડી બીજી તરફથી સારી રીતે રોલ કરો. જેથી પાતરાનો રોલ તૈયાર થશે. હવે તેને વરાળમાં 20-25 મિનિટ બાફવાનો છે. અને બાદમાં તાપને બંદ કરી કાઢી લો. ઠંડા થયા બાદ તેના નાના નાના ટુકડામાં કાપી લો.
હવે તેના વઘાર માટે એક કઢાહીમાં તેલ ગરમ કરી એમાં રાઈ નાખો પછી તલ અને હીંગ પણ નાખી દો અને તેને શેકો. હવે ધીમે ધીમે કાપેલા પાતરાના ટુકડા નાખી ધીમા તાપે શેકો અને ગાર્નિશ કરી તરત જ સર્વ કરો.