You are here
Home > Janva Jevu/Tips >

શા માટે એકાદશિના દિવસે ન ખાવા જોઈએ ભાત? જાણો તેનુ વેજ્ઞાનીક અને આધ્યાત્મિક કારણ……

ભારત દેશ માં ઘણા ધર્મ છે, આ ધર્મમાં આસ્થા રાખવા વાળા લોકો પણ ઘણા છે જે એના નિયમોનું ચુસ્ત રીતે પાલન કરે છે. આ લોકો ધર્મમાં કહેવામાં આવેલી દરેક વાતોનું સારી રીતે પાલન કરે છે, જેથી ભગવાન એમનાથી નાખુશ ન થાય. જે વસ્તુને ધર્મમાં વર્જિત કરવામાં આવે છે તે કામ કરવાથી બચે છે. એના સિવાય જે વસ્તુ કરવા વિષે કહેવામાં આવે છે, એને સૌથી વધારે કરે છે. એના ઘણા પ્રકારની પૂજા અને વ્રત પણ શામેલ છે.

વિષ્ણુ ભગવાનનું સૌથી પ્રિય વ્રત એકાદશી છે

એકાદશિ એ હિંદુ ધર્મનું એક મહત્વપૂર્ણ વ્રત છે. હિંદુ ધર્મ માં માનતા લોકો માં આ વ્રતનું મહત્વ ઘણું વધારે હોય છે. આપના કેલેન્ડર ના વર્ષેમાં 24 એકાદશી હોય છે, પરંતુ જો વર્ષે માં કોઈ અધિક માસ હોય તો ત્યારે તે વધીને 26 થઈ જાય છે. એકાદશી વિષે કહેવામાં આવે છે કે તે ભગવાન વિષ્ણુનું સૌથી પ્રિય વ્રત છે. આ કારણે ભગવાન વિષ્ણુના ભક્ત એકાદશીનું વ્રત રાખીને એમના બધા અવતારોનું ધ્યાન ધરતા પૂજા-પાઠ કરે છે.

સાત્વિકતાનુ પાલન કરવુ જોઈએ આ દિવસે

હિન્દુ સસ્કૃતિ મુજબ દરેક વ્રતના પોતાના ખાસ નિયમ હોય છે. એવીજ રીતે એકાદશિના વ્રતના પણ નિયમ છે. જેનું પાલન કરવું ઘણું જરૂરી છે. આ દિવસે સાત્વિકતાનું પાલન કરવું ઘણું જરૂરી છે. એટલેકે એકાદશીનું વ્રત કરવા વાળા અને હિંદુ ધર્મમાં આસ્થા રાખવા વાળા લોકોએ આ દિવસે લસણ, કાંદા, માંસ, મચ્છી, ઈંડા વગેરેનું સેવન કરવું જોઈએ નહીં. સાથે જ એકાદશીના વ્રતમાં ચોખા પણ ના ખાવા જોઈએ. શા માટે એકાદશીમાં ચોખાનું સેવન ન કરવું? અને તેની પાછળનું કારણ શું છે? તે આજે અમે તમને એના વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

ચોખા નું સેવન એ મહર્ષિ મેઘાના લોહીનું સેવન કરવા બરાબર છે

પૌરાણિક કથા અનુસાર માતા શક્તિના ક્રોધથી બચવા માટે મહર્ષિ મેઘાએ પોતાના શરીરની ત્વચાનો ત્યાગ કરી દીધો હતો. અને તેનો અંશ પૃથ્વીમાં સમાય ગયો હતો. ત્યાર બાદ મહર્ષિ મેઘા ચોખા ને જવના રૂપમાં ધરતી માંથી ઉત્પન્ન થયા હતા. એ જ કારણ છે કે ચોખા અને જવની અંદર જીવ છે એમ માનવામાં આવે છે. અને જે દિવસે મહર્ષિ મેઘાના અંશ પૃથ્વી પર પડ્યા એ દિવસે એકાદશી હતી. ચોખા અને જવને જીવ માનવામાં આવે છે, આ કારણે આ દિવસે ચોખા ખાવા વર્જિત છે. એવું માનવામાં આવે છે કે ચોખાનું સેવન કરવું એ મહર્ષિ મેઘાનું માંસ અને લોહીનું સેવન કરવા બરાબર છે.

આ તો થઇ ધાર્મિક ચોખા ના ખાવાની વાત, હવે જોઈએ વિજ્ઞાન અનુસાર એકાદશીના દિવસે ચોખા કેમ ન ખાવા જોઈએ? વિજ્ઞાન અનુસાર ચોખામાં પાણીની સૌથી વધારે માત્રા મળી આવે છે. એનું સેવન કરવાથી શરીરમાં પાણીની માત્રા વધે છે. જેના કારણે વ્યક્તિનું મન ચંચળ અને વિચલિત થાય છે. આ કારણે એકાદશીના વ્રતમાં વ્યક્તિનું મન નથી લાગતું. વ્યક્તિના મનમાં વિવિધ પ્રકારના ખ્યાલ આવે છે. એ જ કારણે એકાદશીના દિવસે ચોખા ખાવાની મનાઈ છે.

Leave a Reply

Top