You are here
Home > News >

શાકભાજી લેવા ગયેલા યુગલે લીધા સિમલા મરચાં, ઘરે જઈ સિમલા મરચા કાપતાં ની સાથે જ પત્નીએ કરી બૂમાબૂમ

મિત્રો, આપણા વડીલો હંમેશા થી કહેતા આવ્યા છે કે, ભોજન બનાવતા પૂર્વે શાકભાજી ને યોગ્ય રીતે ધોવા જોઈએ. ફક્ત આટલું જ નહીં તેની ખરીદી કરતા સમયે પણ વિશેષ કાળજી રાખવી જોઈએ. આ શિખામણ ને ધ્યાને રાખી કેનેડા ના એક યુગલે સુપરમાર્કેટ માથી શાકભાજી ખરીદી હતી. જ્યારે યુગલે ઘરે આવીને શાક બનાવવા આ મરચા ને સમારી તો અંદર થી એવી વસ્તુ નીકળી કે તેને જોઈને પત્નીએ જોર થી બૂમાબૂમ પાડી મૂકી હતી. ત્યારબાદ તેને તેના પતિને બોલાવ્યો તો તે પણ જોઇને આશ્ચર્યચકિત થઈ ગયો હતો.

શું તમે શાકમાર્કેટ માથી લાવવામા આવેલા શાકભાજી ને યોગ્ય રીતે ચેક કરો છો કે ખરાં? જો હા, તો આ લેખ વાંચ્યા બાદ તમે હજુ ૧૦ વાર શાકભાજી ચેક કરતા થઈ જશો એ ફાઈનલ છે. હાલ મા જ એક એવી ઘટના ઘટી છે કે જેમા લીલા મોટા શિમલા મરચામા કોઈપણ હોલ કર્યાં વગર તેની અંદર થી એક જીવ બહાર નીકળ્યું હતું. આ ઘટના છે કેનેડા ની. અહીં વસતા નિકોલ અને ગિરાર્ડ ને એ ખ્યાલ ના હતો કે શાકભાજી ની સાથે જે ખરીદેલી શિમલા મરચા હતા તેની અંદર શું હશે?

આ યુગલ જ્યારે મોલ મા ખરીદી કરવા ગયા ત્યારે તેણે લીલા શિમલા મરચા પણ ખરીદ્યા હતા. જ્યારે ઘરે આવીને નિકોલે મરચા સમારવા નું શરૂ કર્યું તો તે જોઈને તેણે રાડારાડ કરી મુકી હતી. આ શિમલા મરચા ની અંદર સજીવન દેડકો જોવા મળ્યો હતો. જેને જોઈને નિકોલે રસોઈઘર મા જ રાડારાડ કરી મુકી હતી. નિકોલ નો આ ઉચો સ્વર સાંભળીને ગિરાર્ડ પણ રસોઈઘર મા દોડી આવ્યો હતો. તેણે પણ શિમલા મરચા ની અંદર દેડકાં ને જોયો તો તે પણ હેબતાઈ ગયો હતો.

નવાઈ ની વાત તો એ છે કે, આ મરચા ની અંદર ના તો કોઈ કાણું હતું કે ના તો ક્યાંય થી કપાયેલું હતું. તેમ છતાં તેમાં દેડકો આવ્યો કેવી રીતે? બંનેએ સાથે મળીને દેડકાં ને મરચા ની સાથે જ એક બરણી મા પુરી રાખી મૂક્યો હતો. આ દેડકો ગ્રીન ટ્રી ફ્રોગ છે. તે યુગલે સુપરમાર્કેટમા આ અંગે ફરિયાદ પણ કરી છે. આ ફરિયાદ ની નોંધણી થતાં જ તે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર, ફિશરીઝ એન્ડ ફ્રૂડ સુધી પહોંચી. તેમના દ્વારા પણ આ મામલા અંગે તપાસ કરાઈ. પરંતુ, તેમ છતાં પણ આ રહસ્ય તો ના જ ખુલ્યું કે આ દેડકો અંદર પહોંચ્યો કેવી રીતે?

Leave a Reply

Top