
મિત્રો , બધા જ દેવગણો માં શનિ અને મંગળ એ બંને અત્યંત ક્રોધવાળા દેવગણ તરીકે ઓળખાય છે. આ બે ગ્રહો ના નામ માત્ર થી પણ લોકો ભયભીત થઈ જાય છે. બધા જ લોકો આ બંને ના પ્રકોપ થી રક્ષણ મેળવવા માટે તેમનું પૂજન-અર્ચન કરે છે તથા તે બધા જ ઉપચારો કરે છે જેથી શનિદેવ નો પ્રકોપ તેમના પર ના પડે. આ ઉપરાંત શનિદેવ ને ન્યાય ના દેવતા ગણવામાં આવે છે. શનિદેવ લોકો ને તેમના શુભ તથા અશુભ બંને કર્મો નું ફળ આપે છે.
જયોતિષવિદ્ધા માં મંગળ ગ્રહ ને સેનાપતિ તરીકે ની માન્યતા આપવામાં આવે છે. જે બળ , સાહસ અને પૌરુષ નો કારક છે. મંગળ ગ્રહ શારીરિક તથા માનસિક બળ નું પ્રતિનિધિત્વ કરે છે. જયોતિષવિદ્ધા મુજબ મંગળ અને શનિ અત્યંત ક્રૂર ગ્રહો છે. હાલ ટૂંકા ગાળા માં એક એવા યોગ નું સર્જન થવાનું છે જેના કારણે અમુક રાશિઓ મંગળ અને શનિ ના કોપમાંથી મુક્તિ મેળવશે તો ચાલો જાણીએ કઈ છે આ રાશિઓ જેમના જીવનમાંથી તમામ સમસ્યાઓ નો અંત થવા જઇ રહ્યો છે.
મેષ :
જયોતિષવિદ્ધા મુજબ શનિ અને મંગળ ના મિલાપ થી મેષ રાશિ જાતકો ના જીવન માં ભરપૂર ખુશહાલી નો માહોલ સર્જાશે. ઘર માં સુખ-સુવિધા ના સાધનો માં વૃદ્ધિ થશે. આકસ્મિક ધન લાભ થવાના યોગ સર્જાઇ રહ્યા છે. ઘર માં ચાલી રહેલો તણાવ નો માહોલ દૂર થશે. જીવન માં ચાલી રહેલી તમામ સમસ્યાઓ નો અંત આવશે.
કર્ક :
શનિ અને મંગળ નો મિલાપ થવાના કારણે આ રાશિજાતકો માટે આવનાર સમય શુભ સાબિત થશે. ઘર માં ચાલી રહેલી વાટાઘાટો દૂર થશે. નોકરી ક્ષેત્રે સંકળાયેલા વ્યક્તિઓ ને પ્રમોશન મળવાના યોગ સર્જાઈ રહ્યા છે. વ્યાપાર ક્ષેત્રે સંકળાયેલા વ્યક્તિઓ ને અઢળક ધનલાભ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ પ્રબળ બનશે. મિત્રો , સાથે યાત્રા પર જવાનું આયોજન થઈ શકે.
વૃશ્ચિક :
શનિ અને મંગળ ના મિલાપ ના કારણે આ રાશિજાતકો માટે આવનાર સમય અત્યંત ખુશહાલીભર્યો રહી શકે. લાંબા સમયગાળા બાદ ઘર ના સદસ્યો સાથે હળવાશ નો સમય વ્યતીત થશે. જો તમારા પર કોઈપણ પ્રકાર નું દેવું હોય તો તેમાં થી મુક્તિ મળી શકે. સંતાનપ્રાપ્તિ ના યોગ સર્જાઇ રહ્યા છે. સમાજ માં માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. વિદેશ યાત્રા પર જવાના યોગ સર્જાઈ શકે.
ધન :
શનિ અને મંગળ ના મિલાપ ના કારણે આ રાશિજાતકો નો આવનાર સમય આનંદ થી ભરપૂર રહેશે. સંતાન તરફ થી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે. કોઈ અગત્ય ના કાર્ય હેતુસર યાત્રા પર જવાના યોગ સર્જાઈ રહ્યા છે. વ્યાપાર ક્ષેત્રે અઢળક ધનલાભ થવાના યોગ સર્જાઈ રહ્યા છે. જીવનસાથી સાથે ના સંબંધો મધુર બનશે.
કુંભ :
શનિ અને મંગળ ના મિલાપ ના કારણે આ રાશિજાતકો નો આવનાર સમય ખૂબ જ સારો રહેશે. આકસ્મિક ધનલાભ થવાના યોગ સર્જાઈ રહ્યા છે. જીવન માં પ્રવર્તતી તમામ સમસ્યાઓ દૂર થશે. અધૂરાં તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. આર્થિક સ્થિતિ પ્રબળ બનશે. જીવનસાથી સાથે ના સંબંધો મધુર બનશે.