You are here
Home > Jyotish >

શરીરની બધી જ બીમારીઓથી મળશે મુક્તિ, બસ આજથી જ શરુ કરી દો મહામૃત્યુન્જય મંત્રનો જાપ, જાણો મંત્રોચ્ચારની વિધિ અને નિયમો…

મહામૃત્યુંજયનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય તો ઓછો થાય છે પરંતુ, સાથે-સાથે આરોગ્યની પ્રાપ્તિ પણ થાય છે. સ્નાન કરતી વખતે શરીર પર પાણી નાખતી વખતે મંત્રનો જાપ કરવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે. દૂધમાં જોતા જોતા આ મંત્રનો જાપ કરવામાં આવે અને આ દૂધને પી જવામાં આવે તો યૌવનની સુરક્ષામાં પણ મદદ મળે છે. સાથે-સાથે આ મંત્રનો જાપ કરવાથી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે તેથી આ મંત્રનો યોગ્ય જાપ કરવો. નીચે આપેલી સ્થિતિમાં આ મંત્રનો જાપ કરી શકાય છે.

ગંભીર બીમારીમાથી સાજા થવા માટે મહામૃત્યુંજય મંત્ર અતિ પ્રાચીન તેમજ ચમત્કારિક મંત્ર છે.કુટુંબમાં કોઈ વ્યક્તિ બીમાર હોય તો કુટુંબના કોઈપણ તંદુરસ્ત વ્યક્તિએ સ્નાનાદિક કાર્યથી પરવારી પૂજા સ્થાને દીવો, અગરબત્તી, ધૂપ પ્રગટાવી ત્યારબાદ ફૂલ,ચોખા અને કંકુથી પૂજન-અર્ચન કરવા અને આ મંત્રનો ૧૦૮ વાર જાપ કરવો.

એવું કહેવાય છે કે, ભગવાન શિવ આ મંત્રથી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે. જો કોઈ અકાળ મૃત્યુથી પીડાઇ રહ્યું છે, તો તેણે પોતાને અથવા બ્રાહ્મણો દ્વારા આ મંત્રનો સવા લાખ વાર જાપ કરવો જોઇએ. જેથી અકાળે મૃત્યુનું જોખમ ટળી જાય છે. તે જ સમયે, જો કુંડળીમાં કોઈ ગંભીર બીમારી અથવા અકસ્માતનો યોગ છે, તો તમારે આ મંત્રનો જાપ કરવો જોઈએ.

ઘણાં લોકો એવા છે, જેમની પાસે સુખ-સુવિધાની દરેક વસ્તુ છે પરંતુ, તેમનુ મન શાંત નથી હોતુ. મન અશાંત હોય તો કોઇપણ કામમાં સફળતા મળી શકતી નથી. અશાંતિનું મુખ્ય કારણ અસંતુષ્ટિની ભાવના રહે છે. જે લોકો અસંતુષ્ટ છે, તે માનસિક શાંતિ પ્રાપ્ત કરી શકે નહીં. રોજ સવારે થોડીવાર માટે ધ્યાન કરવાથી મનને શાંતિ મળી શકે છે.

આ મંત્રનો જાપ કરતી વખતે આપણે આમૂક બાબતોનુ ધ્યાન રાખવું જોઈએ જેમકે, મંત્રનો જાપ કરતી વખતે મન એકાગ્ર હોવું જોઈએ. મનની અંદર જાપ સિવાય બીજા એકેય મંત્રનું ઉચ્ચારણ હોઠથી બહાર ના આવવુ જોઈએ. જાપ કરતાં હોય તે વખતે ધુપ અને દિવો હંમેશા ચાલુ રહેવા જોઈએ.

રૂદ્રાક્ષની માળાથી જ જાપ કરો. માળાને ગોમુખીમાં રાખો જ્યાર સુધી જપ પુર્ણ ન થાય ત્યાર સુધીમાળાને ગોમુખીમાંથી બહાર ન કાઢશો. જાપ કરતી વખતે શીવજીની મૂર્તિ, ફોટો, શિવલીંગ કે મહામૃત્યુંજય યંત્ર પાસે રાખવું જરૂરી છે. મહામૃત્યુંજયના બધા જ જપ આસન પર બેસીને કરો.

જપ કરતી વખતે દૂધમાં ભેળવેલ પાણી વડે શીવજીનો અભિષેક કરતાં રહો કે તેને શિવલીંગ પર ચઢાવતા રહો. મહામૃત્યુંજય મંત્રનું ઉચ્ચારણ પૂર્વ દિશા તરફ મોઢુ રાખીને કરો. જે સ્થાન પર જાપ વગેરે જેવા શુભકાર્યો થતાં હોય ત્યાં બેસીને જ જાપ કરવા. જાપ કરતી વખતે સંપુર્ણ ધ્યાન મંત્રમાં જ હોવું જોઈએ મનને આમ તેમ ભટકવા ન દેશો. જાપ કરતી વખતે આળસ અને બગાસુ ન ખાવું. નકામી વાતો ન કરવી.

Leave a Reply

Top