You are here
Home > Health >

શરીર ની ચરબી ને માખણ ની જેમ ઓગાળવા તેમજ વજન ઓછો કરવા સેવન કરો આ ત્રણ શાકભાજી ના જ્યુસ નુ

મિત્રો,વર્તમાન સમય ની યુવતીઓ માટે ઝીરો સાઈઝ ફિગર એ જરૂરિયાત બની ગઈ છે. આ ઝીરો સાઈઝ ફિગર માટે યુવતીઓ આખો દિવસ માત્ર પ્રવાહી નું સેવન કરીને વજન ઘટાડવાનો પ્રયત્ન કરતી જોવા મળે છે. વજન ઘટાડવા માટે ફક્ત ને ફક્ત પ્રવાહી નું જ સેવન કરવું તેને લિકવિડ ડાયટ તરીકે ઓળખવામાં આવે છે. આ ડાયટ માં જુદા-જુદા પ્રકાર ના જ્યુસ નું સેવન કરવામાં આવે છે. પરંતુ, જો ન્યુટ્રીશનિસ્ટ નું માનીએ તો આ ડાયટ આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક સાબિત થઈ શકે છે.

હેલ્થી વેઇટ લોસ ની સાથોસાથ યોગ્ય ડાયટ, વ્યાયામ અને એક સારી જીવનશૈલી નું અનુસરણ પણ આવશ્યક છે. આ બધાની સાથે શરીર ને હાઈડ્રેટ રાખવા માટે ફળોના જ્યુસ નું પણ સેવન કરી શકાય છે. આ ૩ સબ્જી ના જ્યુસ વજન નિયંત્રણ માં લાવવા માટે અત્યંત લાભદાયી સાબિત થાય છે. તો ચાલો તેના વિશે આ લેખ માં આપણે થોડી વિસ્તૃત માહિતી મેળવીએ.

ટામેટા નું જ્યુસ :

દૈનિક ૫૦ મિ.લી ફ્રેશ ટમેટાં નું જ્યુસ બનાવી ને તેનું સેવન કરવાથી તમારા વજન માં તુરંત ઘટાડો થાય છે વળી, આ જ્યૂસ માં વિટામિન બી અને વિટામીન સી પુષ્કળ પ્રમાણ માં સમાવિષ્ટ છે. આ જ્યુસ માત્ર વજન ઉતારવા માટે જ નહીં પરંતુ, પાચન મજબુત બનાવવા અને હૃદય સાથે સંકળાયેલી બીમારીઓ ને દુર કરવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે.

બીટ નું જ્યુસ :

બીટના રસ માં અત્યંત નિમ્ન પ્રમાણ માં કેલેરી સમાવિષ્ટ હોય છે જેથી આ જ્યુસ પેટ માં રહેલી વધારાની ચરબી ને ઘટાડવા માટે પણ સહાયરૂપ બની રહે છે. તેમાં સમાવિષ્ટ વિટામિન સી, ફોસ્ફરસ , મેગ્નેશિયમ, લોહતત્વ , કોપર અને પોટેશિયમ જેવા આવશ્યક પોષકતત્વો શરીર ને ઉર્જામય બનાવી રાખે છે. થોડા સમય પૂર્વે, એક ઓપ્ટિકલ અભ્યાસ માં પણ એવો દાવો કરવામાં આવ્યો હતો કે, બીટ નો રસ અથવા બીટ ના સલાડ નું સેવન કરવાથી રક્ત માં ઓક્સિજન નું પ્રમાણ ૧૬ ટકા જેટલું વધે છે. પરિણામે, આ રસ નું સેવન કરવાથી લોકો તંદુરસ્ત સ્વાસ્થ્ય ધરાવે છે.

દૂધી નું જ્યુસ :

દૂધી નો રસ વજન ઓછો કરવા માટે નો એક શ્રેષ્ઠ ઔષધી માનવામા આવે છે. કારણ કે, તેમાં પુષ્કળ પ્રમાણ મા ફાઇબર સમાવિષ્ટ હોય છે. પરોઢે ભૂખ્યા પેટે એક ગ્લાસ રસ નું સેવન કરવા થી વધારા ની ચરબી દૂર થાય છે. દૂધી ના રસ નું સેવન કરવાથી અન્ય કેટલાક લાભો પણ પહોંચે છે.

Leave a Reply

Top