You are here
Home > Health >

શરીર ની તમામ ગંદકીઓ ને દૂર કરી લીવર અને કિડની ને મજબુત બનાવે છે આ એક વસ્તુ

મિત્રો, આજે હું તમને એક વિશેષ ઉપાય જણાવવા જઇ રહ્યો છું જેને અજમાવીને તમે તમારા શરીર માં રહેલા તમામ ઝેરી તત્વો નો નિકાલ કરી શકો છો અને તમારા આંતરડા ની યોગ્ય રીતે સાફ-સફાઈ થઈ જાય છે. તો આ વસ્તુ વિશે આપણે આજ ના આ લેખ મા વિસ્તૃત ચર્ચા કરીશું. આપણે આજે આ લેખ મા જે વસ્તુ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે તે છે તકમરીયા ના બી. આ તકમરિયા ના બી તુલસી ની પ્રજાતિના છોડ માથી ઉતરી આવ્યું છે.

આ તકમરિયા ના બીજ કાળા રંગ ના હોય છે અને આ તકમરિયા ના બીજ ને પાણીમા પલાળવામાં આવે તો તે સફેદ થઈ જાય છે. આ તકમરિયા ના બીજ મા અનેક પ્રકાર ના પોષકતત્વો સમાવિષ્ટ હોય છે જે શરીર માટે અત્યંત લાભદાયી સાબિત થાય છે. તેથી દરેક વ્યક્તિએ આ બીજ નું સેવન અવશ્યપણે કરવું જ જોઇએ. પરંતુ, આ બીજ ને પાણી મા પલાળીને તેનું સેવન કરવાથી શરીર ને અનેકવિધ સમસ્યાઓ માથી મુક્તિ મળે છે.

જો તમે દૂધ સાથે આ બીજ નું સેવન કરો છો તો તમને વધુ લાભ જોવા મળશે. આ બીજ નું સેવન કર્યા ના ૧૨ કલાક સુધી તમારે કોઇપણ પ્રકાર નો આહાર ગ્રહણ કરવો નહિ ૧૨ કલાક પછી તમે આહાર ગ્રહણ કરી શકો છો. આ બીજ નું સેવન તમારા આંતરડા માં રહેલી તમામ પ્રકાર ની ગંદકી દૂર કરે છે અને તમારા યકૃત તથા કિડની ને મજબૂત બનાવે છે તથા તે શરીર ને સ્વસ્થ રાખવામા પણ લાભદાયી સાબિત થાય છે.

આ તકમરીયા ના બીજ તમારા શરીર ને આવશ્યક ઠંડક પૂરી પાડે છે અને સાથોસાથ શરીર માં રહેલી ગંદકી પણ દૂર કરે છે. આ ઉપરાંત તે કબજિયાત ની સમસ્યા માં પણ રાહત આપે છે તથા કિડની ની સમસ્યા માંથી પણ મુક્તિ અપાવે છે. માટે તકમરીયા ના બીજ ને તમારા રોજીંદા આહાર મા સમાવિષ્ટ કરવું. તેનુ નિયમિત સેવન તમારા સ્વાસ્થ્ય માટે હિતાવહ સાબિત થશે.

Leave a Reply

Top