You are here
Home > Health >

શરીરમા જમા થતા એસિડ ના ભરાવા થી છૂટકારો મેળવવા કરો આ કામ, થશે ઘણી રાહત

મિત્રો, જો તમારા શરીરમા વાત-પિત્ત અને કફનું પ્રમાણ યોગ્ય રીતે જળવાઈ રહે તો તમે સ્વસ્થ અને તંદુરસ્ત રહો છો પરંતુ, જો આ ત્રણ માંથી એક નું પણ સંતુલન અસ્તવ્યસ્ત થાય તો તમારે અનેકવિધ પ્રકારની સ્વાસ્થ્ય સંકળાયેલી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે. આયુર્વેદમા આ સમસ્યાઓ ના નિરાકરણ માટે અનેકવિધ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. આ ઉપાયો અજમાવીને તમે તમારા શરીર મા ઉદભવતી તમામ સમસ્યાઓ ને દૂર કરી શકો છો. આજે આ લેખ માં આપણે આયુર્વેદ ના એક ચમત્કારિક નુસખા વિશે માહિતી મેળવીશું.

આ નુસખા ને કુંજલ ક્રિયા તરીકે ઓળખવામા આવે છે , આ નુસખા ને કેવી રીતે અજમાવવો તેની પદ્ધતિ વિધિવત જાણીએ. સોથી પહેલા એક પાત્ર માં શુદ્ધ પાણી લેવું અને તેને ગરમ કરી લેવું. ત્યારબાદ તમારે કાગાસનમા બેસવું અને તે જ સ્થિતિમાં આ ગરમ કરેલું હૂંફાળા પાણી નું સેવન કરવું. ત્યારબાદ ઉભા થઈને પેટથી વળીને ૯૦ ડીગ્રીનો ખુણો બનાવી આગળ તરફ નમવું. ત્યારબાદ હાથને પેટ પર રાખી અને જમણા હાથની બે-ત્રણ આંગળિયો ને જીભના પાછળના ભાગ તરફ જવા દેવી અને આ રીતે તમારે ઉલટી કરવી.

આમ કરીને પીધેલું બધું જ પાણી બહાર કાઢી લેવું. જ્યાં સુધી બધું પાણી નીકળી ના જાય ત્યાં સુધી આ રીતે મોઢામાં આંગળી નાખીને ઉલટી કરતા રહેવું અને બધું પાણી બહાર કાઢવાનો પ્રયાસ કરવો. આ નુસખો અજમાવવાથી તમારા પેટમાં જે પચ્યા વગરનો આહાર છે તે પણ બહાર આવી જશે. આ પચ્યા વગરનો આહાર જ તમારા શરીરમાં વધારાનો એસિડ ઉત્પન્ન કરે છે.

જ્યારે તમારા પેટમાંથી કડવું અથવા તો ખાટું પાણી નીકળે ત્યારે તમારે સમજવું કે તે તમારા પચ્યા વગરના આહાર નું પાણી છે. હવે જ્યારે આ સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થાય છે અને બધુ જ પાણી તમારા પેટ માંથી સાફ થઈ જાય ત્યારે તમારે તે પછી ૧ ગ્લાસ ગરમ પાણી નું સેવન કરી લેવું અને પુનઃ એકવાર આ પ્રક્રિયા ને અનુસરવી જેથી તમારું પેટ સંપૂર્ણપણે સાફ થઈ જાય.

કુંજલ ક્રિયા થી પ્રાપ્ત થતા લાભો :

આ પ્રક્રિયા અજમાવવા થી તમારુ સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. સામાન્ય રીતે આપણને જ્યારે એસીડીટી ની સમસ્યા ઉદ્ભવે અને ઉબકા આવતા હોય પરંતુ, ઉલટી ના થતી હોય અને ત્યારે આ નુસખો અજમાવવા થી શરીરને રાહત મળે છે અને તેના કારણે તમારું શરીર સ્ફુર્તિલું પણ રહે છે. દરરોજ કુંજલ ક્રિયા કરવાથી તમારું લીવર, હૃદય અને પેટના આંતરડા સ્વચ્છ થાય છે અને તે સારી રીતે કાર્ય કરે છે.

આ ક્રિયાથી અપચો, ગેસ , કબજિયાત વગેરે જેવી સમસ્યાઓ માંથી મુક્તિ મળે છે અને તમારી પાચન ક્ષમતા મજબૂત બને છે. આ ક્રિયાને નિયમિત અજમાવવા થી જીભ, દાંત અને મોઢા સાથે સંકળાયેલી સમસ્યાઓ પણ દૂર કરી શકાય છે. આ પ્રક્રિયા અજમાવવા થી તમારા શરીરમાં વધારાનું પિત્ત જમા નથી થતું અને વાત, પિત્ત અને કફથી થનારી સમસ્યાઓ પણ દૂર થાય છે.

એસિડિટી ને રોકવા માટે ભોજનમા આટલી વાતો નું વિશેષ ધ્યાન રાખવું :

જો તમે પિત્તની સમસ્યા થી પીડાતા હોવ તો તમારે આયોડીન યુક્ત નમક નો ઉપયોગ ના કરવો જોઈએ. આ ઉપરાંત તમારે તળેલો આહાર તથા બહાર ના ફાસ્ટફૂડ નું સેવન ટાળવું. ગાય નું ઘી એ એક મહત્વનો ભારતીય આહાર છે. તમે તમારા નિયમિત આહાર માં કોઈને કોઈ રીતે ઘી નું સેવન કરતા જ હોવ છો પરંતુ, જો તમે ઘીમા ખાસ કરીને ગાય ના ઘીનો ઉપયોગ કરશો તો તે તમારી પિત્તની સમસ્યા ને દૂર કરવામાં લાભદાયી સાબિત થશે.

છાશમાં સાદા મીઠાની જગ્યાએ આ સંચળ નો ઉપયોગ કરવો , આ સંચળ વાળી છાશ નું સેવન તમને એસીડીટી ની સમસ્યા માંથી મુક્તિ અપાશે. આંબળા ના શરબત નું સેવન પિત ની સમસ્યા મા ખુબ જ રાહત આપે છે. આ માટે તમારે આંબળાને રાત્રે જ પલાળી લેવા અને પરોઢે તે જ પલાળેલા આમળાને ક્રશ કરીને તેમાં વાટેલું જીરુ અને સાકર ભેળવી તેનું શરબત બનાવી તેનું સેવન કરવું. આ શરબત નું સેવન તમને એસીડીટી ની સમસ્યામાંથી રાહત અપાવશે. તો આ હતા આયુર્વેદ મા દર્શાવેલા અમુક ચમત્કારિક ઉપાયો કે જેનો ઉપયોગ કરીને તમે એસીડીટી ની સમસ્યા ને જડમૂળમાંથી દૂર કરી શકો છો.

Leave a Reply

Top