
મિત્રો, લોહીમા પરિભ્રમણ કરતા યુરિક એસિડ નામના રસાયણનુ પ્રમાણ જ્યારે ખૂબ જ વધી જાય અને તે લોહીમા દ્રાવ્ય રહેવાને બદલે તેના કણ બાઝવા માંડે ત્યારે સાંધાના દુ:ખાવાની સમસ્યા ઉદ્ભવે છે. જો આ યુરિક એસિડનુ પ્રમાણ શરીરમા નિરંતર વધતુ રહે તો તેના કારણે સાંધાઓમા સોજો અને દુ:ખાવો રહ્યા કરે છે. જો તેનુ યોગ્ય સમયે નિદાન કરવામા ના આવે તો સાંધાઓને બહોળા પ્રમાણમા હાની પહોંચી શકે છે તથા યુરિક એસિડ સ્ટોન બનવાને કારણે કિડનીને પણ હાની પહોંચી શકે છે.
યુરિક એસીડની વ્યાખ્યા કરીએ તો જ્યારે કોઇપણ કોષના કેન્દ્રમા સ્થિત ન્યુક્લીઇક એસિડનુ વિઘટન થાય ત્યારે તેમાંથી યુરિન અને પીરામીડીન નામના બે ઘટક તત્વો છૂટા પડે છે અને જ્યારે આ ઘટકો તૂટે ત્યારે લિવર અને આંતરડામા જે એસીડ ઉત્પન્ન થાય તેને યુરિક એસિડ કહી શકાય, જે સામાન્ય રીતે કિડની વાટે ગળાઈને લોહીની બહાર ફેંકાઈ જાય છે. આ એક એવુ ઉત્સર્ગ દ્રવ્ય છે, જેનુ શરીરમા કોઇ કામ હોતુ નથી. માંસાહાર, કઠોળ, ચા-કોફી વગેરેનુ ભોજનમા વધુ પડતુ સેવન કરવાથી યુરિક એસિડનુ શરીરમા પ્રમાણ વધી શકે છે.
કારણો :
જો તમને શરીરના સાંધાઓમા એકાએક દુ:ખાવો થાય અને તેમા પણ વિશેષ કરીને પગના અંગૂઠાના સાંધામા દુ:ખાવો થાય તે અસહનીય હોય છે. આ દુ:ખાવાના કારણે વ્યક્તિ સામાન્ય કામ પણ કરી શકતો નથી. શરૂઆતમા આ દુ;ખાવામા વધઘટ થયા કરે છે, જેને ફરતો વા કહે છે. તેમા તમને પાંચ-સાત દિવસ માટે દુ:ખાવો થતો રહે છે અને ફરી પાછો તે ઠીક થઈ જાય છે, આવુ વારંવાર થયા કરે છે. યુરિક એસિડ સ્ટોન બનવાના કારણે તમને પથરીની સમસ્યા પણ થઈ શકે છે.
આ ઉપરાંત જે લોકો ડાયાબિટીસ કે હૃદય સંબંધી બીમારીઓથી પીડાઈ રહ્યા હોય તેમને પણ આ સમસ્યા થવાની શક્યતા વધારે રહે છે. સ્ત્રીઓ કરતા પુરુષોમા આ સમસ્યા વધુ પડતી જોવા મળે છે. પૂરૂષોમા ફક્ત એક જ એક્સ જનિન હોય છે, જ્યારે સ્ત્રીઓમા બે એક્સ જનિન હોય છે પરિણામે, એક એક્સ જનિન એ પૂરૂષોમા ઝડપથી યુરિક એસિડ વધારી દે છે, જ્યારે સ્ત્રીઓમા બે એક્સ જનિન હોવાથી એક તંદુરસ્ત હોય તો આ સમસ્યા ઉદ્ભવવાની શક્યતા ઓછી રહે છે.
યુરિક એસિડના વધુ ઉત્પાદનની સાથે જ્યારે એનુ ઉત્સર્જન ઘટી જાય ત્યારે મુશ્કેલી વધુ પડે છે. જેમના લોહીમા યુરિક એસિડનુ વધી ગયુ હોય એવા લોકોમાંથી ૯૦ ટકા લોકોમા કિડનીની યુરિક એસિડ શરીર બહાર ફેંકી દેવાની બિનકાર્યક્ષમતા જવાબદાર હોય છે. કોઈપણ કારણસર કિડનીનુ કામ ખોરવાય તો યુરિક એસિડ વધી જવાની શક્યતા રહે છે. આ સિવાય પણ અમુક જાણીતી દવાઓ પણ કિડની પર વિપરિત અસર કરીને યુરિક એસિડનુ પ્રમાણ વધારી શકે છે. તો ચાલો હવે આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટેના ઉપાયો વિશે માહિતી મેળવીએ.
ઉપાયો :
આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે આખા દિવસ દરમિયાન બે થી ત્રણ લિટર પાણી પીવુ જોઈએ. આખો દિવસ થોડુ-થોડુ પાણી પીવુ હિતાવહ છે. આ ઉપરાંત કિડનીમા જમા થયેલ યુરિક એસિડ શરીરમાંથી બહાર લાવવા અડધી ચમચી બેકિંગ સોડાને આઠ ગણા પાણીમા ઉમેરીને પીવુ. આ મિશ્રણ નુ વહેલી સવારે ભૂખ્યા પેટે, બપોરે ભોજન કર્યા બાદ અને રાત્રે સુતા સમયે નિયમિત સેવન કરવામા આવે તો આ સમસ્યા નિયંત્રણમા આવી શકે. જે વ્યક્તિ હાઈબ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાતી હોય તેમણે આ ઉપાય અજમાવવો નહી.
આ સિવાય એક ચમચી અશ્વગંધા પાવડરમા એક ચમચી મધ ભેળવીને એક ગ્લાસ હુફાળા દૂધ સાથે પીવુ જેથી આ સમસ્યામા રાહત મળે. આ ઉપરાંત નિયમિત રાત્રે સુતા પહેલા ત્રણ અખરોટ અથવા તો કુવારપાઠુ અને આંબળાનો રસ મિક્સ કરીને તેનુ સેવન કરવુ જેથી, તમને રાહત મળે છે. આ સિવાય જો સફરજન, ગાજર અને બીટના જ્યુસનુ નિયમિત સેવન કરવામા આવે તો પણ યુરિક એસીડ ઓછુ થાય છે.
આ ઉપરાંત રાત્રે સુતા સમયે દોઢ ગ્લાસ પાણીમા અર્જુનની છાલનુ એક ચમચી ચૂર્ણ અને તજ પાવડર અડધી ચમચી ઉમેરીને ચા ની જેમ ઉકાળી અને થોડું પાક્યા પછી ગાળીને નીચોવીને તેનુ સેવન કરો તો તે શરીરમા હાઈ યુરિક એસીડને ઓછુ કરવા માટે સારી દવા ગણાય છે. આ સિવાય જો તમે નિયમિત અજમાનુ સેવન કરો તો તે પણ આ યુરિક એસીડની સમસ્યાના નિદાન માટે અસરકારક સાબિત થાય છે.