You are here
Home > Health >

શરીરમા વિટામિન બી-૧૨ ની ઉણપ છે ખતરનાક, જાણો તેના કારણ, લક્ષણો અને બચાવ

મનુષ્ય શરીર મા વિટામિન બી ૧૨ પ્રાણવાયું પહોંચાડવા વાળા રક્તકણો માટે મહત્વ નુ પોષક તત્વ હોય છે. આ સાથે તેના થી શરીર ની માંસ-પેશીઓના સ્વસ્થ રહે અને સારી રીતે કાર્યરત રહે છે. તે શરીર મા રહેલ માંસ-પેશીયો ને ઢાંકે તેમજ તેના આવેગ ને આગળ વધારવા વાળા સુરક્ષાત્મક માઈલિન આવરણ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે.

પણ આજ ની ઝડપી જીવનશૈલી ના લીધે શરીર મા વિટામિન બી-૧૨ ની અછત નો ભય વધી રહ્યો છે. આ વિટામિન બી-૧૨ ની અછત આપડા શરીર માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે. તેની ઉણપ થી શરીર મા નબળાઈ,થાક,કબજિયાત જેવી મુશ્કેલીઓ ઉભી થાય છે. તો ચાલો જાણીએ આ વિટામિન બી-૧૨ ની ઉણપ નુ કારણ,લક્ષણ અને બચવા ના ઉપાય.

કેમ થાય છે શરીર મા વિટામિન બી-૧૨ ની ઉણપ :

એક સંશોધન બાદ જાણવા મળ્યું કે માંસાહારી લોકો કરતા શાકાહારીઓ મા આ વિટામિન ની ઉણપ વધુ જોવા મળે છે. કેમકે મોટાભાગ ના પ્રાણીઓ મા આ વિટામિન મળી આવે છે. આ સિવાય રોજ દારૂ પીનારા લોકો મા આ ખામી વધુ જોવા મળે છે કેમકે આ વિટામીન જો સંગ્રહ લીવર મા થાય છે અને દારૂ લીવર ને ખરાબ કરે છે. તેમજ જે લોકો ને એસીડીટી કે વાયુ ની તકલીફ હોય અને તે રોજ તેની દવા લેતા હોય તો પણ આ ઉણપ થઇ શકે છે.

વિટામિન બી-૧૨ ની ઉણપ ના લક્ષણ :

જો ઘણા સમય સુધી આ ઉણપ વિશે જાણ ન થાય તો તે મોટા શારીરિક નુકશાન ને નોતરે છે. તેના થી શરીર મા નબળાઈ, થાક,કબજિયાત જેવી તકલીફો વધે છે. આ સાથે હાથ તેમજ પગ મા ઝણઝણાટ તેમજ યાદશક્તિ પર ખરાબ અસર કરે છે. આ અછત ને લીધે પેટ સંબંધિત બીમારીઓ અને મૂત્રાશય થી લગતા રોગ પણ થઇ શકે છે

વિટામિન બી-૧૨ ની ઉણપ થી બચવા શું કરવું :

આ ઉણપ થી બચવા માટે શક્ય હોય તેટલું ડેરી ના વસ્તુઓ નો પ્રયોગ કરવો. આ સિવાય તેનો સૌથી સારો સ્ત્રોત છે માંસ, મુરઘી અને મચ્છી. મોટાભાગ ની લીલી શાકભાજીઓ મા આ વિટામિન નથી હોતું જેના લીધે જ શાકાહારીઓ મા આ ઉણપ વધુ જોવા મળે છે. આ સાથે જો દારૂ પીતા હોવ તો તેનાથી બચો અને ધુમ્રપાન નો ત્યાગ કરો.

Leave a Reply

Top