You are here
Home > Health >

શરીર ની વધારા ની ચરબી ઉતારવા, ખોરાક નુ પાચન કરવા અને કફ ને દૂર કરવા માટે અસરકારક એવો મરી નો ભુક્કો તૈયાર કરવા ની રીત, વિદેશ મા બમણી માંગ

મિત્રો, કાળાં મરી એ સ્વાદે તીખાં, તીક્ષ્ણ, ગરમ તથા પાચન મા ખૂબ જ હલકાં હોય છે. આ સિવાય તે રુચિ ઉત્પન્ન કરનાર, ભૂખ લગાડનાર, કૃમિનાશક, કફ, વાયુ તથા હૃદય ની બીમારીઓ માંથી મુક્તિ આપનાર છે. આ ઉપરાંત પણ તેમાં અનેક ગુણતત્વો સમાવિષ્ટ છે જેમ કે, મરી નાડી ને તાકત આપનાર, જઠરાગ્નિ ને શાંત કરનાર, યકૃતને મજબૂત બનાવનાર, મૂત્ર અને માસિકને નિયંત્રિત કરનાર તથા કફને બહાર કાઢનાર છે.

જો તમે તુલસી, કાળાં મરી અને ગોળ નો ઉકાળો કરીને તેમાં લીંબુ નો રસ ઉમેરીને ગરમાગરમ તેનું સેવન કરવામા આવે તો મલેરિયા નો તાવ મટે છે. શરીરમા એકત્રિત થયેલી વધારાની ચરબીના કારણે વ્યક્તિ ને મોટાપા ની સમસ્યા થી પીડાવું પડે છે અને આ કારણોસર તે અનેકવાર હાસ્ય નુ પાત્ર પણ બને છે. શરીરમાં ચરબી નું પ્રમાણ વધવાના કારણે અનેક રોગો લાગુ પડવાના જોખમ મા વૃદ્ધિ થાય છે. એક વાર શરીરમા બહોળા પ્રમાણ મા ચરબી એકત્રિત થઈ જાય ત્યારબાદ તેને ઘટાડવી અઘરી બની જાય છે.

જો દરરોજ શારીરિક વ્યાયામ સિવાય અમુક આયુર્વેદિક ઉપચાર પણ અજમાવવા મા આવે તો શરીર મા એકત્રિત થયેલી ચરબી ઝડપ થી ઓગળવા માંડે છે અને થોડા જ દિવસોમા તમને શરીરમા પણ પરિવર્તન જોવા મળશે. શરીર મા જમા થયેલી વધારા ની ચરબી ઘટાડવા માટે નો એક આર્યુર્વેદિક ઉપચાર છે જે તમે ઘરે જ સરળતા થી અજમાવી શકો છો. આ ઉપચાર થી ચરબી ઘટાડવા સિવાય ના પણ શરીર ને અનેક લાભો પ્રાપ્ત થશે.

હળદર : ૧૦૦ ગ્રામ, તજ : ૧૦૦ ગ્રામ, મેથી ના દાણા : ૨૦૦ ગ્રામ, કાળું જીરું : ૧૦૦ ગ્રામ, સૂંઠ : ૫૦ ગ્રામ, કલૌંજી : ૧૦૦ ગ્રામ, કાળાં મરી : ૨૦ ગ્રામ. આ બધી જ વસ્તુઓને મિક્સરમાં ક્રશ કરીને તેનો પાવડર બનાવી લો અને તેને એક હવા ની એયર ટાઈટ કાચની બોટલમા ભરી લો. ત્યાર બાદ પરોઢે તથા સંધ્યા કાળે ભોજન ગ્રહણ કર્યા પૂર્વે હૂંફાળા પાણીમા ૧ ચમચી એપ્પલ સાઇડર વિનેગર એડ કરો અને તેની સાથે આ ૧ ચમચી પાવડર નું સેવન કરવું.

આ પાવડર નું તમે દરરોજ યોગ્ય સમયે અને યોગ્ય માત્રા મા સેવન કરો તો શરીરમા જામેલી વધારા ની ચરબી ધીમે-ધીમે ઓગળવા માંડશે અને તમે પહેલાની જેમ સ્લિમ અને ફિટ બની જશો. આપણાં ભારત દેશ મા મળી આવતા આ કાળાં મરીએ સમગ્ર વિશ્વ ના ઈતિહાસ પર અસર કરી છે. શું તમને ખ્યાલ છે કે પ્રાચીન રોમમા કાળાં મરી ના ડાંખળાં ખૂબ જ મોંઘાં ભાવે વેચાતાં. ઈ.સ. ૪૧૦ મા જ્યારે બર્બર ગોથ પ્રજાતિના મહારાજ એલેરીકે રોમને પછાડ્યું ત્યારે તેની સજારૂપે ૩૦૦૦ પાઉન્ડ કાળાં મરી માંગ્યા હતાં !

તુર્કી લોકો પાસે થી કાળાં મરી નો વ્યવસાય લઈ લેવા માટે વાસ્કો-ડી-ગામા આફ્રિકા ફરીને ભારત દેશ પરત આવ્યો હતો એ આખું વિશ્વ જાણે છે. કાળા અને સફેદ આ બંને મરી નુ સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી સાબિત થાય છે તેની સાથે જ અનેકવિધ ઓસડિયાં મા પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. મરી સ્વાદે ખૂબ જ તીખા હોય છે.

મરી નો ઉપયોગ કફ ની સમસ્યા ને દૂર કરવા માટે અસરકારક સાબિત થાય છે. આ માટે ૧/૨ ચમચી સફેદ મરી લઈને તેને સૌપ્રથમ ક્રશ કરી લેવાં. ત્યારબાદ તેમાં ૧ ચમચી મધ એડ કરી લેવું. આ પેસ્ટ ને ૧૦-૧૫ મિનિટ માટે માઈક્રોવેવમા રાખવું. આ પેસ્ટ નું સેવન કરવા થી જામેલા કફ મા તુરંત જ રાહત મળે છે. કફ ની સમસ્યા માંથી મુક્તિ મેળવવા માટે આ પેસ્ટ ને એક વીક સુધી દિવસમા ત્રણ વખત દરરોજ સેવન કરવું.

Leave a Reply

Top