You are here
Home > Articles >

દ્વારકાના દરિયા વચ્ચે બિરાજતા ભડકેશ્વર મહાદેવનો આખો ઈતિહાસ, જ્યાં બહારવટિયાએ પણ લીધો હતો આશરો

ભગવાન શ્રી કૃષ્ણ નુ ધામ એટલે ફેમસ દ્વારિકાનગરી. આ દ્વારીકાનગરી હમણાં સમગ્ર વિશ્વના શ્રધ્ધાળુઓ માટે વધુ પાવન તથા પવિત્ર તીર્થસ્થાન છે. માણસો દ્વારકા જ્યારે જાય છે ત્યારે અવશ્ય દ્વારિકાધીશ ના મુખ્ય મંદિર ના દર્શન કરતા હોય છે. પણ શુ તમે એ વાત જાણો છો કે આ સિવાય પણ ત્યા ઘણા દેવસ્થાનો આવેલા છે.

દ્વારકા ના મેઈન મંદિરથી આશરે એક-બે કી.મી ના અંતરે દરિયામા એક મંદિર સ્થિત છે. જોવા જઈએ તો આ મંદિર નાનુ છે પરંતુ , તે ખુબ જ પ્રખ્યાત છે અને તે છે ભડકેશ્વર મહાદેવ નુ મંદિર. આ મંદિર દરિયા ની વચ્ચે એક શિલા પર આવેલું છે. આ મહાદેવનુ મંદિર ભાવિકોની શ્રધ્ધાનુ કેન્દ્રસ્થાન બની ગયું છે. આ મંદિરે દર્શનાર્થે જવા તમારે દરિયાઈ માર્ગમાંથી પસાર થઈ ને જવુ પડે.

મહાદેવ ના આ સુંદર તથા આકર્ષક દેવસ્થાન પરથી દરિયાના પશ્ચિમ તટે સ્થિત દ્વારકાનુ મેઈન મંદિર ની બાવન ગજ ની ધજા ફરકતી નિહાળવા નો લ્હાવો જ કઈક જુદી છે. એવી માન્યતા છે કે આ દેવસ્થાન હજારો વર્ષ આગળનું છે તથા અહિ મહાદેવ સ્વયં પ્રગટ થયેલા.

આ સિવાય એક અગત્યની વાત કહી એ કે આ મંદિર નો સંબંધ વાઘેર વીર માણેક તથા મૂળુ માણેક જોડે પણ સંકળાયેલો છે. અંગ્રેજો તથા તેની શરણમા રહેલા રજ્વાડાઓની સમક્ષ બારવટે ચડેલા જોધા-મૂળુ માણેકની વાત ઓખામંડળ ની સાથે આખા રાજ્ય મા પ્રખ્યાત બની છે.

વાત એ ટાઈમ ની છે કે જ્યારે વાઘેર બંધુઓ એ ભડકેશ્વર મહાદેવ ના આ દેવસ્થાન મા ઘણા વધુ સમય સુધી આશ્રય લીધો અને મૃત્યુ સુધી હથિયાર ના મુકવા નો પ્રણ પણ આ જ દેવસ્થાન મા લીધો. આ મહાદેવના આશિર્વાદ થી જ અમરેલી ની કોર્ટ મા મૂળુ માણેક બોલ્યો કે, ‘ મારા એક હાથ મા તલવાર અને બીજો મૂછ પર ને કદાચ ત્રીજો હોત તો પણ હુ અંગ્રેજ ને સલામી ના ભરત.’

શ્રાવણ માસમાં અહી ભાવિકો દૂર-દૂર થી દર્શન કરવા આવે છે. આ સિવાય શિવરાત્રી મા અહી ભવ્ય મેળા નુ આયોજન થાય ચછે. માટે જો હવે ક્યારેય પણ દ્વારકા ના દર્શને જાવ તો આ ભડકેશ્વર મહાદેવ ની મુલાકાત જરૂરથી લેજો.

dip

Leave a Reply

Top