You are here
Home > Articles >

આ ત્રણ છે ભગવાન ભોલેનાથની દીકરીઓ, જાણી લો તેમના જન્મની કથા અને નામ

દોસ્તો આપણે બધા જ સામન્ય રીતે જાણતા જ હોઈએ છીએ કે, ભગવાન શિવજી સમગ્ર વિશ્વના પિતા સમાન દેવતા છે. પરંતુ શિવજીને બે પુત્રો પણ હતા. જેના વિશે આપણે બધા જ પહેલેથી જ માહિતગાર છીએ. ગણેશ અને કાર્તિકેય વિશે આપણને બધાને ચોક્ક્સ છે. પરંતુ આજે અમે તમને શિવજીની ત્રણ પુત્રી વિશે કહીશું. જેના વિશે જાણીને તમે અવશ્ય એકવખત તો દંગ રહી જશો. પરંતુ આપણને એ સાંભળીને જ નવાઈ થાય કે ભગવાન શિવજીને ત્રણ દીકરીઓ પણ હતી ! જી હા મિત્ર, ભગવાન શિવજીને ત્રણ પુત્રી પણ હતી. તો આજે આ સંપૂર્ણ લેખમાં અમે તમને શિવજીની ત્રણ દીકરીઓ વિશે કહીશું. માટે આ લેખને છેલ્લે સુધી અવશ્ય વાંચો.

ભગવાન ભોલેનાથની ત્રણ પુત્રીઓ પૈકી સૌથી મોટી દીકરીનું નામ છે અશોક સુંદરી, માં જ્વાલામુખી(જ્યોતિ) અને છેલ્લી દીકરીનું નામ છે વાસુકી (મનસા). આ ત્રણેય પુત્રી વિશે આજે અમે તમને આ આર્ટિકલમાં થોડી થોડી માહિતી કહીશું. માટે આ લેખ સંપૂર્ણ વાંચો.

• સૌથી મોટી પુત્રી અશોક સુંદરી :

ભગવાન ભોલેનાથ ની સૌથી મોટી દીકરી અશોક સુંદરીને દેવી પાર્વતીએ પોતાની એકલતાને કાયમ માટે દુર કરવા માટે જન્મ આપ્યો હતો. તેનું નામ અશોક એટલા માટે પડ્યું કેમ કે તે દેવી પાર્વતીજીના એકલતાના શોકને દુર કરવા આવી હતી. કહેવામાં આવે છે કે, ભગવાન ભોલેનાથની આ દીકરી દેવી પાર્વતીની જેમ જ રૂપવાન હતી. એટલા માટે જ તેના નામ પાછળ સુંદરી શબ્દ લગાવવામાં આવ્યો હતો. મોટા ભાગે અશોક સુંદરીની પૂજા ગુજરાત રાજ્યમાં જ થાય છે.

એક વખત જ્યારે ભગવાન ભોલેનાથ એ ગણેશજીનું માથું કાપી નાખ્યું હતું ત્યારે દેવી અશોક સુંદરી ડરી ગયા હતા અને નમકની બોરીમાં સંતાઈ ગયા હતા. આના લીધે તેને નમકના મહત્વની સાથે સાંકળવામાં આવે છે.

• ભગવાન શિવજીની દ્વિતીય દીકરી માં જ્વાલામુખી (જ્યોતિ) :

ભગવાન શિવની દ્વિતીય દીકરીનું નામ છે માં જ્વાલામુખી (જ્યોતિ) છે. દેવી જ્યોતિનો જન્મ ભગવાન શિવજીના તેજથી થયો હતો અને તે તેના પ્રભામંડલનું એક સ્વરૂપ માનવમાં આવે છે. એક બીજી માન્યતા પ્રમાણે દેવી જ્યોતિનો જન્મ પાર્વતીજીના માથા પરથી નીકળતા તેજથી થયો હતો. દેવી જ્યોતિને જ્વાલામુખી દેવીના નામથી પણ ઓળખ આપવામાં આવે છે અને તમિલનાડુમાં મંદિરોમાં તેની પૂજા અર્ચના કરવામાં આવે છે.

• ભગવાન શિવજીની તૃતીય દીકરી દેવી વાસુકી (મનસા) :

દેવી વાસુકી (મનસા) નો જન્મ પણ ભગવાન કાર્તિકેયની જેમ દેવી પાર્વતીજીના ગર્ભથી થયો ન હતો. દેવી વાસુકીનો જન્મ ભગવાન ભોલેનાથની બિંદુ કદ્રુ, જેને સાંપોની માતા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના બનાવેલ એક પુતળાને સ્પર્શ કરી ગયું હતું. એટલા માટે તેને ફકત શિવજીના પુત્રી કહેવામાં આવે છે.

સાવકી માતા તથા પતિ દ્વારા ઉપેક્ષિત હોવાના લીધે દેવી વાસુકીનો સ્વભાવ ખુબ જ ગુસ્સા વાળો છે. સામાન્ય રીતે તેની પૂજા કોઈ પ્રતિમા તથા તસ્વીર વગર જ કરવામાં આવે છે. તેની જગ્યાએ કોઈ વૃક્ષની ડાળી, માટીનો ઘડો અથવા માટીનો સાંપ બનાવીને પૂજા અર્ચના કરવામાં આવે છે. બંગાળના ઘણા મંદિરોમાં તેની પૂજા અર્ચના કરવામાં આવે છે.

dip

Leave a Reply

Top