You are here
Home > Life Style >

શું આંગળીઓ મા આવી ગઈ છે કાળાશ? તો અજમાવો આ ઘરેલું નુસ્ખો અને ચમકાવો આંગળીઓ ને

મિત્રો, મોટા ભાગ ના લોકો ની હાથ ની આંગળીઓ કાળાશ પડતી થઇ જતી હોય છે. આ આંગળીઓ કાળાશ પડતી થઇ જવાથી તેમના સૌન્દર્ય માં ઘટાડો થઇ જાય છે અને તમારા હાથ કાળાશ પડતા દેખાવા લાગે છે. આના કારણે ઘણા લોકો ચિંતા માં મુકાઇ જતા હોય છે લોકો અનેકવિધ પ્રકાર ના સૌન્દર્ય સંસાધનો નો ઉપયોગ કરતા હોય છે પરંતુ, તેનાથી કાળાશ ઓછી થતી નથી.

આજે આ લેખ માં અમે તમને આ કાળાશ દુર કરવા માટે ના અમુક વિશિષ્ટ ઉપાય જણાવીશું જેનાથી આ કાળાશ દુર થઇ જશે અને આંગળીઓ વિશિષ્ટ પ્રકાર ની ચમક ધરાવશે.

નમક અને લીંબુ :

નમક અને લીંબુ ને મિક્સ કરીને હાથ ની કાળાશ પર લગાવવા માં આવે તો તે કાળાશ દુર થઇ જાય છે. આ માટે સૌપ્રથમ એક લીંબુના બે ભાગ કરવા અને તેમાં થોડું નમક ભભરાવવું. ત્યારબાદ આ લીંબુ ને ઘસીને તે કાળાશ ધરાવતા ભાગ પર લગાવવું અને ત્યારબાદ ૧૦ મિનીટ સુધી લગાવી રાખવું. ત્યારબાદ પાણી થી હાથ ધોઈ લેવા. વીક માં ૩-૪ વખત આ નુસખો અજમાવવાથી આ કાળાશ તુરંત દુર થઇ જાય છે.

લીંબુ અને ખાંડ :

લીંબુ તથા ખાંડનો યોગ્ય રીતે ઉપયોગ કરીને પણ તમારી આંગળીઓની કાળાશની પરેશાનીમાંથી સરળતાથી મુક્તિ મેળવી શકાય છે. આ માટે સૌપ્રથમ એક બાઉલમા લીંબુનો રસ નીચવો, ત્યારબાદ તેમા ખાંડ ને ભેળવી દો અને ત્યારબાદ તેને યોગ્ય રીતે મિક્સ કરીને આ પેસ્ટને તમારી આંગળીઓ પર લગાવી દો. આમ, કરવાથી તમારી આંગળીઓની કાળાશ દુર થાય છે.

ટામેટા નો રસ :

રસોઈઘર માં ઉપયોગ માં લેવાતું ટમેટું પણ આંગળીઓ માં રહેલી બ્લેક્નેસ ને દુર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે. આ માટે સૌથી પહેલા ટામેટા ને વ્યવસ્થિત રીતે મિક્સર માં ક્રશ કરીને એક બાઉલ માં કાઢી લેવો. ત્યારબાદ આ પેસ્ટ ને આંગળીઓ પર લગાવવી અને ત્યારબાદ ૧૫ મિનીટ સુધી આ રસ ને લગાવી રાખવો. જયારે આ પેસ્ટ સુકાઈ જાય ત્યારે હાથ ને પાણી થી ધોઈ લેવા.

સ્ક્રબિંગ કરવું :

સ્ક્રબિંગ કરવા થી પણ આ બ્લેક્નેસ ને દુર કરી શકાય છે. આંગળીઓ ની આ બ્લેક્નેસ ને દુર કરવા માટે વીક માં ૩ વખત સ્ક્રબિંગ કરવું. આ માટે ઘરબેઠા જ એક સ્ક્રબ તૈયાર કરવા થોડા ચોખા લઈને તેને વ્યવસ્થિત રીતે ક્રશ કરી લેવા અને તેમાં મધ મિક્સ કરવું. આ પેસ્ટ ને ૫ મિનીટ સુધી આંગળીઓ પર ઘસવું. આમ કરવાથી તેની બ્લેક્નેસ દુર થાય છે અને આંગળીઓ ચમકવા લાગે છે.

ઓલીવ ઓઈલ થી માલીશ કરવી :

નિયમિત રાત્રે સુતા પૂર્વે આંગળીઓ માં ઓલીવ ઓઈલ થી માલીશ કરવી. આમ કરવા માટે સૌપ્રથમ એક પાત્ર માં થોડું ઓલીવ ઓઈલ લેવું અને ત્યારબાદ તેને ૨ મિનીટ સુધી આંગળીઓ માં માલીશ કરવું અને એક માસ સુધી નિયમિત આ ઓઈલ થી માલીસ કરવી જેથી કાળાશ સંપૂર્ણપણે દુર થઇ જાય છે અને આંગળીઓ ચમકી જાય છે.

Leave a Reply

Top