You are here
Home > Jyotish >

શું ભેરાઈ ગયા છો કરજ મા, તો આજે જ અજમાવો આ ચમત્કારીક ઉપાય, મળશે કરજ થી મુક્તિ, થશે અઢળક ધન ની પ્રાપ્તિ…

મિત્રો, જયારે માણસ પર કરજ વધી જાય છે ત્યારે તે દુઃખી થઇ જાય છે અને આ કરજ ઉતારવા માટેના ઉપાય શોધવા લાગે છે. કરજમા ડૂબેલો વ્યક્તિ એ માનસિક રીતે પણ દુઃખી થઇ જાય છે. જો તમારી ઉપર કરજ વધી ગયુ છે, જેને ઉતારવામા તમને મુશ્કેલી પડી રહી છે તો તમે દુઃખી ના થશો. ફક્ત નીચે જણાવવામા આવેલા આ ઉપાયો અજમાવો.

મસુર દાળનુ દાન કરો :

જો તમે ખુબ જ મોટા કરજ હેઠળ દબાયેલા છો તો તેને ઉતારવા માટે મસુરની દાળ પ્રભુ શ્રી બજરંગબલીને મંગળવારના દિવસે અર્પણ કરો. આ ઉપાય અજમાવવા માટે સૌથી પહેલા મંગળવાર ના રોજ સ્નાન કરીને મંદિર જાવ. ત્યારબાદ મંદિરે જઈને પ્રભુ શ્રી બજરંગબલીની પૂજા કરો અને તેમને મસુરની દાળ અર્પણ કરો. આ ઉપાય સાંજના સાત વાગ્યે અજમાવો. આ ઉપાય અજમાવવાથી તમારા પર ચડેલુ બધું જ કરજ ઉતરી જશે.

ઘરના ઇશાન ખૂણાને હમેંશા રાખો સ્વચ્છ :

ઇશાન ખૂણો એ ઘરનો સૌથી શુદ્ધ ખૂણો માનવામાં આવે છે અને આ કારણોસર જ અહી મંદિર બનાવવાની સલાહ શાસ્ત્રમા આપવામા આવી છે. શાસ્ત્ર મુજબ ઇશાન ખૂણાને હંમેશા સ્વચ્છ રાખવો જોઈએ. જે લોકોના ઘરમા આ ખુણાની યોગ્ય રીતે સાફસફાઈ કરવામા આવી નથી, તેમણે આર્થિક ધનહાની નો સામનો કરવો પડી શકે છે.

મુખ્ય પ્રવેશદ્વાર પર લગાવો ગણપતિબાપા :

ઘરના મુખ્ય દરવાજા ઉપર ગણપતિબાપાની પ્રતિમા લગાવો. ધ્યાન રાખશો કે, આ પ્રતિમાનો રંગ લીલો જ હોય. આ સાથે જ તે પ્રતિમા એવી રીતે લગાવો કે, બંને પ્રતિમાઓની પીઠ એકબીજા તરફ હોય. આ પ્રતિમા બુધવારના દિવસે જ લગાવો કારણકે, તે દિવસ પ્રભુ શ્રી ગણેશ સાથે જોડાયેલો હોય છે.

ગાયને મગ ખવરાવો :

અથાગ પરિશ્રમ કર્યા બાદ પણ જો તમે દેવુ નથી ચૂકવી શકતા તો તમે બુધવારના રોજ આ ઉપાય કરો. આ ઉપાય હેઠળ સવા પાલી મગ પાણીમા બાફી લો. ત્યારબાદ તેને ગાળી લો. તેમા ગોળ અને ઘી ભેળવી દો. હવે તેને કોઈ ગાયને ખવરાવી દો. નિરંતર પાંચ બુધવાર આ ઉપાય અજમાવવાથી ચડેલુ સંપૂર્ણ કરજ ઉતરી જશે.

બજરંગબલીની પૂજા કરો :

પ્રભુ શ્રી બજરંગબલીની પૂજા કરવાથી તમને દરેક મુશ્કેલીમાથી મુક્તિ મળી જાય છે. એટલા માટે જે લોકો ઉપર કરજ વધી ગયુ છે, તે લોકોએ દર મંગળવારના રોજ પ્રભુ શ્રી બજરંગબલીનુ પૂજન કરવુ. કરજ ઉતારવા માટે તમે મંગળવારના દિવસે પ્રભુ શ્રી બજરંગબલીને ચમેલીનુ ઓઈલ અને સિંદુર અર્પણ કરો. આ ઉપરાંત હનુમાન ચાલીસા કે બજરંગ બાણના પાઠનુ પઠન પણ અવશ્યપણે કરો.

લક્ષ્મી માતાની પૂજા કરો :

લક્ષ્મી માતાને ધનના દેવી ગણવામા આવે છે. જો શુક્રવારના દિવસે તમે લક્ષ્મી માતાની પૂજા કરો અને તેમને કમળનુ પુષ્પ અર્પણ કરો તો તમારુ કરજ ઉતરી જશે અને ધનલાભ પણ થશે.

કરજ લેતા સમયે રાખવી આ સાવચેતીઓ :

  • જો તમે કરજ લો છો તો તે ફક્ત બુધવારના દિવસે જ લો. એવુ માનવામા આવે છે કે, બુધવારે લેવામા આવેલ કરજ સરળતાથી ઉતરી જાય છે.
  • ક્યારેય પણ શનિવારના દિવસે કરજ ના લેવુ. આ દિવસે લેવામા આવતુ કરજ ઉતારવામા ખુબ જ લાંબો સમય લાગી જાય છે, હંમેશા શુભ મુહુર્ત ઉપર જ પૈસા ઉછીના લો.
  • રાહુકાળ ના સમયમા લેવામા આવેલી લોન ક્યારેય પણ નથી ઉતરી શકતી અને વ્યક્તિ પર કરજનો બોજ પણ વધી જાય છે. આ કરજ ચુકવવા માટે મંગળવારનો દિવસ શ્રેષ્ઠ સાબિત થશે.

Leave a Reply

Top