You are here
Home > Articles >

શું ભારતીય ટીમનો આ ઓલરાઉન્ડર ખેલાડી હાલ બનવા જઈ રહ્યો છે પિતા?

મિત્રો, વડોદરાના ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યાના ઘરે હાલ  પારણુ બંધાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. હાર્દિક પંડ્યાની મંગેતર નતાશા એ હાલ સોશિયલ મીડિયામા બંનેનો એક ફોટો શેર કરીને આ વિશે માહિતી આપી છે. હાર્દિક પંડ્યા લગ્ન પહેલા જ પિતા બનશે. અત્રે , ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૦ ના પહેલાં દિવસે હાર્દિક પંડ્યાએ નતાશા સાથે સગાઈ કરી હોવાની માહિતી આપી સૌને ચોંકાવી દીધા હતા.

નતાશા એ હાલ થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામમા એક ફોટો શેર કર્યો છે. આ ફોટામા નતાશા હાર્દિકની સામે જોઈ રહી છે અને હાર્દિક તેના પેટ પર હાથ રાખીને ઉભો છે. આ ફોટો શેર કરતાની સાથે નતાશા એ કેપ્શનમા લખ્યુ છે કે, હાર્દિક અને મે અત્યાર સુધી ઘણી યાદગાર સફર ખેડી છે અને તે બધી ખુબ જ સારી હતી અને હાલ ટૂંક સમયમા જ અમે નવા મહેમાનનુ વેલકમ કરવા માટે અમે બંને ખુબ જ રોમાંચિત છીએ.

અમે બંને જીવનના આ નવા પડાવને લઈને ખુબ જ ખુશ છીએ અને અમે તમારા સૌના આશીર્વાદ મળી રહે તેવુ ઈચ્છીએ છીએ. લોકડાઉનના સમયમા બંને  પરિવાર સાથે સમય પસાર કરતા હતા.ત્યારે હાલ આ ખુશખબરી સાંભળીને હાર્દિક પંડ્યના પરિવારમા ખુશીનુ મોજુ ફેલાઈ ગયુ છે. આવી જ માહિતી મેળવવા માટે નિરંતર અમારી સાથે સંકળાયેલા રહો અને આમારો આ લેખ તમને કેવો લાગ્યો એ અંગે તમારા અમુલ્ય પ્રતિભાવો અમને કોમેન્ટ બોક્સમા અવશ્ય આપજો. અમારો, આ લેખ વાંચવા બદલ તમારો ખુબ- ખુબ આભાર. આવી જ રીતે અમારી સાથે જોડાઈ રહો અને દેશની પળેપળ ની ખબર મેળવો.

Leave a Reply

Top