You are here
Home > Articles >

શું છે આ “કોરોના” ના જુદા-જુદા સ્ટેજ, તો ચાલો જાણીએ આ સ્ટેજ-૧, ૨ અને ૩ વિષે

મિત્રો, આ કોરોના ની સમસ્યા હાલ સમગ્ર વિશ્વમા એટલી હદ સુધી ઘર કરી ચુકી છે કે ગઈકાલે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંપૂર્ણ દેશ લોકડાઉન કરવાની ફરજ પાડવી પડી ત્યારે હાલ હજુ પણ અમુક લોકો ને આ કોરોના ની સમસ્યા ના લક્ષણો તથા તેની ગંભીરતા વિશે ખ્યાલ જ નથી. આજે આ લેખમા અમુક ઉદાહરણ દ્વારા કોરોના ની પરિસ્થિતિ ને સમજાવવાનો પ્રયાસ કર્યો છે, તો તમારા અમૂલ્ય સમય માથી અમુક ક્ષણો કાઢીને આ લેખ ને શાંતિપૂર્વક અને ધીરજપૂર્વક વાંચવા વિનંતી. આ કોરોના ની સમસ્યા ને સમજવા માટે ત્રણ સ્ટેજ મા દર્શાવ્યુ છે.

સ્ટેજ ૧ :

વિદેશ યાત્રા કરીને પંકજ નામની એક વ્યક્તિ આવી. એરપોર્ટ પર તેનો રિપોર્ટ સાવ નોર્મલ આવ્યો માટે તેને ઘરે જવા દીધો. પરંતુ, તેની પાસે એક શપથપત્ર ભરાવવામા આવ્યુ કે ૨૧ દિવસ દરમિયાન તે ઘરમા કેદ રહેશે અને તાવ અથવા અન્ય કોઈ સમસ્યા સર્જાય તો આપેલા નંબર પર સંપર્ક કરશે. ઘરે જઈને તેણે શપથપત્ર ની શરતો નું પાલન કર્યુ. તે ઘર ની અંદર જ કેદ રહ્યો. અહી સુધી કે તેણે ઘરના તમામ સદસ્યો થી પણ એક અંતર બનાવીને રાખ્યુ.

પંકજ ની માતા તેને કહે છે કે અરે! તને કઈ નથી થયુ અને આમ, એકલા-એકલા ના રેવાય. આટલા દિવસ પછી તને ઘર નુ જમવાનુ નસીબ થશે. રસોડા મા આવ હું ગરમ-ગરમ જમવાનું પીરસી દવ. પંકજે તેની માતા ને ચોખ્ખી ના પાડી દીધી. બીજા દિવસે તેની માતાએ આવીને પાછી એ જ વાત કરી. આ વખતે પંકજ ને થોડો ક્રોધ આવી ગયો. તે તેની માતા ને ખીજાય ગયો. તેની માતા ની આંખ મા અશ્રુ સરવા મંડ્યા, તેની માતા ને તેની વાત નુ ખોટુ લાગી આવ્યુ. પંકજે સૌ કોઈથી અલગ થલગ રેહવાનો દ્રઢ નિશ્ચય કરી લીધો હતો.

૬-૭ મા દિવસે પંકજ ને તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો આવવા લાગ્યા. પંકજે તુરંત પેલા હેલ્પલાઇન નંબર પર કોલ કર્યો. કોરોના નો ટેસ્ટ કરવામા આવ્યો અને પોઝિટિવ આવ્યો. તેના ઘર ના સદસ્યો નો પણ ટેસ્ટ કરવામા આવ્યો પણ એ બધા ના ટેસ્ટ નેગેટિવ આવ્યા. આસપાસ ના ૧ કિલોમીટર સુધીના વિસ્તારમા રહેતા સૌ કોઈની પૂછતાછ કરવામા આવી અને તેમના ટેસ્ટ પણ કરવામા આવ્યા. બધાએ જણાવ્યુ કે પંકજ ને કોઈએ ઘરની બહાર નીકળતા નથી જોયો. જોકે એણે પોતાને સારી રીતે આઇસોલેટ કરેલો હોવાથી કોઈ બીજા વ્યક્તિ ને કોરોના નો ચેપ નથી લાગ્યો. જેથી કોરોના નો વધુ ફેલાવો નથી થયો.

પંકજ યુવાન હતો અને કોરોના ના લક્ષણ પણ ખુબજ સામાન્ય હતા. બસ તાવ, શરદી, ઉધરસ , શરીર મા દર્દ એટલુ જ થયુ. ૭ દિવસ ની સારવાર બાદ તે એકદમ સાજો થઈને દવાખાના થી રજા લઈને ઘરે આવી ગયો. જે મમ્મી ને તેની વાત નુ ખોટુ લાગ્યુ હતુ એ હાલ, આજે તેનો આભાર માની રહી છે કે ઘરમા કોઈને કોરોના નો ચેપ ના લાગ્યો. આ છે પ્રથમ સ્ટેજ કે જ્યા ફક્ત વિદેશ થી આવેલા વ્યક્તિ મા કોરોના છે અને એણે અન્ય વ્યક્તિ ને કોરોના નો ચેપ ના આપ્યો.

સ્ટેજ ૨ :

કરણ ને કોરોના પોઝિટિવ નીકળ્યો. માટે તેણે પાછળના દિવસો મા શું-શું કર્યુ તે અંગે ની માહિતી એકત્રિત કરવામા આવી. આ માહિતી મુજબ જાણવા મળ્યુ કે તે વિદેશ નહોતો ગયો પરંતુ, તે એક એવા વ્યક્તિ ના સંપર્ક મા આવી ચુક્યો હતો કે જે થોડા દિવસો પૂર્વે જ વિદેશ થી પાછો આવ્યો હતો. એ ૨ દિવસ પહેલા ઘરેણા ની ખરીદી કરવા માટે એક સોની ની દુકાન પર ગયો હતો. ત્યાના માલિક હજુ થોડા દિવસ પહેલા જ વિદેશ ફરીને પાછા આવ્યા હતા. શેઠજી વિદેશ થી ફરીને એરપોર્ટ પર આવ્યા ત્યારે તેમને તાવ નહોતો, આ કારણોસર એમને ઘરે જવા દેવામા આવ્યા.

તેમની પાસે પણ પંકજ ની જેમ શપથપત્ર ભરાવ્યુ અને જરૂરી સૂચનાઓ આપી તથા ૨૧ દિવસ ઘરની બહાર નીકળવા ની ના પાડી. પરંતુ, વિદેશ થી પરત આવેલા આ અભણ શેઠે એરપોર્ટ પર ભરેલા પેલા શપથ પત્ર ની મજાક ઉડાવી દીધી. ઘરે જઈને એ સૌ કોઈને મળ્યો. રાત્રે તેણે પોતાની મનપસંદ વાનગીઓ નુ સેવન કર્યુ અને આગલા દિવસે એ પોતાની જવેલર્સ ની દુકાન પર જઈને બેઠો. છઠ્ઠા દિવસે આ શેઠ ને તાવ આવ્યો. તેમના ઘરવાળાઓ ને પણ તાવ આવ્યો. ઘર મા એક વૃદ્ધ માતા પણ હતા. સૌ કોઈની તપાસ કરવામા આવી.

આ તપાસ મા બધા જ કેસ પોઝિટિવ નીકળ્યા એટલે કે વિદેશ થી આવેલો વ્યક્તિ પોતે પોઝિટિવ પછી તેણે તેના ઘરના સદસ્યો ને પણ પોઝિટિવ કરી દીધા. આ ઉપરાંત તે દુકાન પર ૪૫૦ લોકો ના સંપર્ક મા આવ્યો હતો. જેમકે, નોકર, ચાકર, ગ્રાહક વગેરે. તેમાથી એક ગ્રાહક કરણ હતો. તે ૪૫૦ લોકો ની પણ તપાસ હાથ ધરાઈ, જો આ લોકો માથી કોઈનો પણ કેસ પોઝિટિવ આવ્યો તો તે છે સ્ટેજ ૨. સ્ટેજ ૨ એટલે કે જે વ્યક્તિ ને કોરોના પોઝિટિવ આવ્યુ છે, તે વિદેશ યાત્રા પર નહોતો ગયો પરંતુ, તે એક એવા વ્યક્તિના સંપર્કમા આવ્યો કે જે હાલ જ વિદેશ યાત્રા કરીને આવ્યા છે.

સ્ટેજ ૩ :

રામ ને શરદી, ઉધરસ અને તાવ ના કારણે દવાખાના મા દાખલ કરવામા આવ્યો, ત્યા એને કોરોના પોઝિટિવ આવ્યો પરંતુ, રામ તો ક્યારેય વિદેશ ગયો ન હતો કે કોઈ એવા વ્યક્તિ ના પણ સંપર્ક મા પણ ન હતો કે જે હમણા જ વિદેશ યાત્રા કરીને આવ્યો હોય. તો રામ ને કોરોના થયો કઈ રીતે? આનો અર્થ એવો થયો કે આપણ ને હવે તે સ્ત્રોત વિશે જ ખ્યાલ નથી કે રામ ને કોરોના નો ચેપ લાગ્યો ક્યાંથી..?.

સ્ટેજ ૧ મા તો વ્યક્તિ સ્વયં વિદેશ થી આવેલો હતો. સ્ટેજ ૨ મા ખ્યાલ હતો કે સ્ત્રોત શેઠજી છે. શેઠજી અને એના સંપર્ક મા આવેલા દરેક વ્યક્તિ ની તપાસ કરી અને તેમને ૨૧ દિવસ માટે અલગ-અલગ કરી દીધા. પરંતુ , સ્ટેજ ૩ મા આપણને સ્ત્રોત વિશે જ ખ્યાલ નથી. સ્ત્રોત જાણ્યા વિના નિદાન કેવી રીતે કરવુ? તો ચાલો જાણીએ.

સ્ટેજ-૩ કેવી રીતે બને છે ?

આ શેઠજી ૪૫૦ લોકો ના સંપર્ક મા આવ્યા હતા સાચુ ને. જેમ શેઠજી ને કોરોના પોઝિટિવ હોવાનો ખ્યાલ પડતા એ ખબર ફેલાઇ ગઈ, તો તેના બધા જ ગ્રાહક, નોકર, નોકરાણી, ઘર ના પાડોશી, દુકાન ના પાડોશી, દૂધવાળા, કામવાળી, ચા વાળો બધા એ દવાખાના ની તરફ દોટ મૂકી.

બધા લોકો ગણીને ૪૪૦ હતા પરંતુ, ૧૦ લોકો હજુ પણ ના મળ્યા. પોલીસ તથા સ્વાસ્થ્ય વિભાગ ની ટીમ દ્વારા તેમની શોધ ચાલુ છે. જો આ ૧૦ માથી કોઈ જો મંદિર કે અન્ય એવી જગ્યા પર જઈ આવ્યો તો આ વાયરસ બહોળા પ્રમાણમા ફેલાશે. આ છે સ્ટેજ ૩ કે જ્યા તમને સ્ત્રોત વિશે ખ્યાલ નથી હોતો.

સ્ટેજ ૩ નો ઉપાય :

૨૧ દિવસ નુ લોકડાઉન. કરફ્યુ લાગુ પાડી દેવુ. શહેર ને ૨૧ દિવસ માટે સંપૂર્ણપણે તાળુ મારી દેવુ. કોઈને પણ બહાર ના નીકળવા દો. આ લોકડાઉન જ એકમાત્ર ઉપાય છે લોકોને આવી અણધાયરી સમસ્યા માથી મુક્ત કરાવવાનો.

આ લોકડાઉન થી શુ થશે?

દરેક વ્યક્તિ પોતાના ઘરમા બંધ રહેશે. વ્યક્તિ કોઈ સંક્રમિત વ્યક્તિ ના સંપર્ક મા નથી આવતો માટે તે સુરક્ષિત છે. જે કોઈપણ અજ્ઞાત સ્ત્રોત છે તે પણ પોતાના ઘરમા બંધ થઈ જાય છે. જ્યારે તે બીમાર પડશે ત્યારે તે દવાખાના મા પહોંચશે અને આપણને ખ્યાલ પડી જશે કે અજ્ઞાત સ્ત્રોત આ જ છે. એવુ બની શકે છે કે આ અજ્ઞાત સ્ત્રોત થી તેના ઘર ના અન્ય ૪ સદસ્યો ને પણ સંક્રમણ થી ચેપ લગાવી શકે પરંતુ, બાકીનુ શહેર તો તેનાથી સુરક્ષિત રહેશે.

જો લોકડાઉન ના હોત તો તે સ્ત્રોત પકડી ના શકાત, અને એ હજારો લોકો મા કોરોના ફેલાવી દેત. એટલા માટે લોકડાઉન થી સમગ્ર શહેર સુરક્ષિત થયુ અને અજ્ઞાત સ્રોત પકડાઈ ગયો. હવે આપણે એવુ તો શુ કરીએ કે જેથી સ્ટેજ ૨ એ સ્ટેજ ૩ મા પરિવર્તિત ના થાય. તો તે છે લોકડાઉન , પોતાની જાતને ઘરની ચાર દીવાલમા તાળાબંધી કરી દો. આ લૉકડાઉન ૨૧ દિવસ જેટલા સમય નુ હશે. આ વાત ને ઉદાહરણ દ્વારા સ્પષ્ટપણે સમજાવીએ.

ઉદાહરણ તરીકે, શેઠજી એરપોર્ટ થી નીકળ્યા, એમણે મજાક ઉડાડી, આખા ઘરને કોરોના આપી દીધું. સવારે ઉઠીને દુકાન ખોલવા ગયા પરંતુ, હાલ લૉકડાઉન છે એટલે શેઠજી ને જોઈને પોલીસવાળા તેમની તરફ દંડો લઈને દોડ્યા. દંડો જોઈને શેઠજી શટર બંધ કરીને ભાગ્યા. હવે જો કે બજાર બંધ છે, તો ૪૫૦ ગ્રાહક પણ નથી આવ્યા. બધા સુરક્ષિત થઈ ગયા. કરણ પણ બચી ગયો. બસ શેઠજી ના ઘરના સદસ્યો ને તેમની બેદરકારી ને લીધે કોરોના થયો. ૬-૭ મા દિવસે કોરોના ના લક્ષણ આવી જાય છે. આ ઉપરાંત વિદેશ થી આવેલા લોકો મા લક્ષણ આવી ગયા તો એમને હોસ્પિટલ પહોંચાડી દેવામાં આવશે, અને નહીં આવે તો એનો અર્થ એમ કે એ કોરોના નેગેટિવ છે.

નોંધ : આ લેખ એકદમ સરળ અને સાદી ભાષામા બનાવ્યો છે , દરેક વ્યક્તિ ને સરળતાથી સમજાય તેવી રીતે આ લેખમા જે નામ આપ્યા છે તે કાલ્પનિક છે. આ લેખ ને બને તેટલો શેર કરો અને લોકો સુધી યોગ્ય માહિતી પહોંચાડો અને લોકડાઉન શા માટે થયુ છે તેની અહેમીયત સમજાવો.

Leave a Reply

Top