You are here
Home > Health >

શું ઈચ્છો છો સુડોળ શરીર અને ઘટાડવા માંગો છો વજન? તો આજ થી જ શરુ કરી દો આ કોબી ના સુપ નુ સેવન, ટૂંક સમય મા જ જોવા મળશે પરિણામ….

માનવ શરીર મા રહેલી વધારાની ચરબી ની ઓછી કરવા માટે ની ઘણી રીતો હોઈ છે, પરંતુ કોબી નુ સૂપ ખૂબ જ ઓછા સમયમા વજન તેમજ વધારાની ચરબી ને ઘટાડવામા મદદરૂપ થાય છે. શરીર ની ચરબી ઘટાડવા માટે કોબી નુ સૂપ અસરકારક છે. નિયમિત કોબી ના સૂપ ના સેવન થી સ્વાસ્થ્ય સંબંધીત ઘણી સમસ્યાઓ દૂર થાય છે. કોબી નુ સૂપ મેટાબોલિઝ્મ મા ઝડપ થી વધારો કરે છે. જેના લીધે શરીર ની ચરબી મા ઘટાડો થવા લાગે છે. આ સિવાય તેમા ફાઇબર સહિત વિટામિન તેમજ અન્ય પોષકતત્વો પણ હોય છે, જે શરીર ને ડિટોક્સિફાઇ કરી ચરબી ઘટાડવા મા મદદ કરે છે.

સામગ્રી

એક કોબી, બે મોટી ડુંગળી, બે લીલા મરચા, ત્રણ ગાજર, એક મોટા કદનુ ટમેટુ, ત્રણ થી ચાર મશરૂમ, ચાર થી પાંચ લસણ ની કળી, પાંચ થી છ કપ પાણી, ગાર્નિશિંગ માટે કોથમીર અથવા તો એક ચપટી કાળી અને સફેદ મરી નો ભુક્કો.

સૂપ બનાવવા ની રીત

આ ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે તમામ શાકભાજીઓ ના નાના-નાના ટુકડા કરી લો. ત્યારબાદ એક મોટા બાઉલમા પાણી ઉકળવા માટે મૂકી દો. ત્યારબાદ આ તમામ શાકભાજી ને આ બાઉલ મા નાખીને સારી રીતે હલાવતા રહો. હવે તેને ગરમ પાણીમા ઉકાળતા રહો. તો લો હવે ૧૫-૨૦ મિનિટમા આ સૂપ તૈયાર થઈ જશે. ત્યારબાદ તેમા નમક, કોથમીર, મરચુ વગેરે ઉમેરી અને થોડીવાર માટે ઉકળવા દો. તો લો આ સૂપ તૈયાર છે.

Leave a Reply

Top