You are here
Home > Jyotish >

શું કરજ દિવસે ને દિવસે વધી રહ્યુ છે અને તેમાં થી મુક્તિ મેળવવા માટે ની ચિંતા કાયમી સતાવે છે? તો આજ નો આ લેખ ખાસ તમારા માટે જ છે, જરૂર વાંચો…

ઉધારી ના હોવી એ પણ એક સારી સ્થિતિ છે આજકાલના માણસો માટે લેણુ એક મોટી સમસ્યા બની ગઈ છે. ઉધારથી ઘેરાયેલ વ્યક્તિ હંમેશા ચિંતામાં રહે છે અને માનસિક સમસ્યાઓ તેમના જીવનમાં ખૂબ વધે છે. ઘણીવાર લોનના હપ્તા ચૂકવવા પણ મુશ્કેલ બની જાય છે. વ્યક્તિ વર્ષો સુધી દેવાના બોજા હેઠળ રહેશે. જો તમારે કોઈ કારણે લોન લેવી પડે તો આ બાબતો નું ધ્યાન રાખવું તેથી લોનના આવતાં સરળતાથી ભરાઈ જાય તો વાંચો આ ઉપાય.

જો તમારા ઉપર ઉધારી છે અને તમે લાંબા સમયથી તેની ચૂકવણી કરી શકતા નથી. તો તમારે દરરોજ હનુમાન દાદાને દાળ ચડાવવી જોઈએ અને મંગળવારે હનુમાન મંદિરમાં પ્રાર્થના કરવી જોઈએ. હનુમાન મંદિરમાં શ્રીફળનુ દાન કરવું જોઈએ. હવે ઘરના મુખ્ય દરવાજા ઉપર લીલા કલરના ૨ ગણેશ નું સ્થાપન કરો.

ગણપતિ દાદાની બે મૂર્તિ એવી રીતે મૂકો કે બંને મૂર્તિઓની પીઠ એકબીજા તરફ હોય. જેથી બંને મૂર્તિ એકબીજાને પાછળથી જોઈ શકે નહીં. વાસ્તુશાસ્ત્ર મુજબ તમારા ઘરને ઉત્તર-પૂર્વ દિશામાં સ્વચ્છતા રાખવી. જો તમારે કોઈની પાસે ઉછીના પૈસા લેવા છે. તો બુધવારે તમે તે લઈ શકો છો. અને બુધવારે લીધેલા પૈસા સરળતાથી ભરાઈ જાય છે અને તમારા ઉપર લોનનો ભાર રહેતો નથી.

જો તમે લોનની સમસ્યાથી પીડાવ છો અને ઘણા બધા ઉપાય કર્યા છે છતાં પણ તેનું સમાધાન થતું નથી તો બુધવારે થોડા મગ લો અને તેને પાણીમાં ઉકાળો અને તેમાં ગોળ અને ઘી મિક્સ કરી લો. ગાયને અર્પણ કરી દો આ ઉપાય દર બુધવારે નિયમિત રીતે કરવું.

Leave a Reply

Top