You are here
Home > Jyotish >

શું કરજ વધી ગયું છે અને ચુકવવામા થાય છે પરેશાની? તો અજમાવી જુઓ આ છ ઉપાય, મળશે દરેક મુશ્કેલીઓ નુ સમાધાન…

જીવનમા ગમે ત્યારે મુશ્કેલીઓ તો આવી શકે છે. ખાસ કરીને આર્થિક સંકટ તો માણસો માટે એક મોટી પરિક્ષા હોય છે. સામાન્ય રીતે માણસો આર્થિક સંકટ ને દુર કરવા માટે કરજ લેતા હોય છે પરંતુ તે એક આસાન વિકલ્પ નથી. કરજ લેવુ જેટલુ આસાન હોય છે તેટલી જ મુશ્કેલી તેને ચુકવવામા આવતી હોય છે. કરજ નો બોજ માણસ ની ઊંઘ હરામ કરી દે છે. પરંતુ શાસ્ત્રો પ્રમાણે જો જોવા જઈએ તો કરજ થી લગતી દર્શાવેલી આ અમુક બાબતો નુ ધ્યાન રાખવામા આવે તો આ બોજ થી બચી શકાય છે.

તો આ રહ્યા ઉપાયો :

બુધવારે કોઇપણ પ્રકાર ની લોન લેવા ને સારી માનવામા આવે છે. એક માન્યતા પ્રમાણે બુધવારે લેવામા આવેલી લોન ની ચુકવણી કરતા સમયે મુશ્કેલી નથી આવતી, આ જ રીતે કરજ ને ઉતારવા માટે સૌથી સારો દિવસ મંગળવાર ને માનવામા આવે છે. નિયમિત લાલ મસુર ના દાળ નુ દાન કરવું જોઈએ. મંગળવારે હનુમાનજી ના મંદિરમા જઈ નારિયલ નુ દાન કરવું જોઈએ.

આ સિવાય લીલા રંગના પાંદડામા દોરેલા ગણેશજી તમારા ઘર ના મુખ્ય દ્વાર ઉપર આગળ તેમજ પાછળ બંને તરફ લગાવો તેમજ વાસ્તુ પ્રમાણે ઈશાળ ખુણા ને સાફ તેમજ સ્વચ્છ રાખવો. કરજ માથી તુરંત છુટકારો મેળવવા માટે બુધવારે સવા પાવ મગ ને ઉકાળી લો અને તેમા ઘી ભેળવો અને પછી તેને કોઈ ગાય ને ખવડાવી દો. આવું દરેક બુધવારે કરવાથી તુરંત કરજ માથી મુક્તિ મળે છે.

આ સિવાય કરજ માથી મુક્તિ મેળવવા માટે નિયમિત હનુમાન ચાલીસા અથવા તો બજરંગ બાણ નો પાઠ કરવો જોઈએ. આ સાથે જ મંગળવાર અથવા તો શનિવારે હનુમાનજી મહારાજ ના શ્રીચરણો મા તેલ, સિદુંર અર્પણ કરવુ અને તેમના માથા પર સિંદુર નુ તિલક કરવું જોઈએ. આ સિવાય શુક્લ પક્ષ ના બુધવારે ભગવાન ગજાનન ગણેશ ના સ્ત્રોત નો પાઠ કરવો જોઈએ.

Leave a Reply

Top