You are here
Home > Recipe >

શું ક્યારેય બનાવી છે “સ્ટફ્ડ મસાલા ઇડલી”, જોતા જ આવી જશે મોઢા મા પાણી, આજે જ ઘરે બનાવો આ સરળ રીતે…

ભારત મા કોઇપણ ખૂણે જાવ સાઉથ ઇન્ડિયન વાનગીઓ તો દરેક લોકો નુ ભાવતુ ભોજન છે. તેમા પણ ઇડલી તો દરેક વ્યક્તિ ની પસંદ હોય છે. તો આજ ના આ આર્ટીકલ મા અમે તમારા માટે ઇડલી ની જ રેસિપી લઇને આવ્યા છીએ. તમે અત્યાર સુધી સાદી ઇડલી, વેજીટેબલ ઇડલી સહિત ની ઘણા પ્રકાર ની ઇડલી ખાધી હશે. પરંતુ શુ તમે ક્યારેય “સ્ટફ્ડ ઇડલી” ખાધી છે, જો ના તો આજે અમે આ ઇડલીની જ રેસિપી લઇને આવ્યા છીએ. તો ચાલો જાણીએ તેની બનાવવાની રીત વિશે.

સામગ્રી

એક બાઉલ ઇડલીનુ ખીરૂ, બે નંગ બાફેલા બટેટા, ૧/૪ કપ લીલા વટાણાં, બે ચમચી સમારેલી લીલી કોથમીર, બે ચમચી તેલ, એક નંગ લીલું મરચું, અડધા ઇંચ જેટલો આદું નો કટકો, આઠ થી દસ લીમડા ના પાન, ૧/૪ ચમચી હળદર, એક ચમચી ધાણા પાવડર, અડધી ચમચી રાઇ, ૧/૪ ચમચી લાલ મરચુ, ૧/૪ ચમચી ગરમ મસાલો, ૧/૩ ચમચી આંબોળિયા નો ભૂખો અને નમક સ્વદાનુસાર.

સ્ટફિંગ માટે

સૌથી પેહલા બાફેલા બટેકાને છોલી તેને મશળી લો. ત્યારબાદ એક પેનમા બે ચમચી તેલ ગરમ કરવા મુકો અને તેમાં ઉપરોક્ત જણાવ્યા અનુસાર પ્રમાણમા રાઇ, લીમડા ના પાન, આદું, લીલા મરચા નાખી સાંતળી લો. ત્યારબાદ તેમા ધાણા પાવડર, લાલ મરચું અને હળદર ઉમેરો. હવે તેમા વટાણાના ઉમેરી નરમ થાય ત્યા સુંધી સાંતળો. આ વટાણા નરમ થાય એટલે તેમા બટેટા ભેળવીને ગરમ મસાલો, આંબોળિયા નો ભૂકો, લાલ મરચું તેમજ નમક ઉમેરી સારી રીતે ભેળવી લો. હવે તેને એક બીજા પાત્ર મા ઠંડું થવા રાખી દો. સ્ટફિંગમા થોડીક કોથમીર પણ ઉમેરવી.

બનાવવા ની રીત

સૌથી પેહલા ઇડલીના કૂકરમા પાણી ગરમ થવા માટે રાખો. ઇડલીના સંચામા તેલ લગાવીને તેને ચીકણુ કરી લો, ઇડલી ના ખીરામા નમક ઉમેરવું. ત્યારબાદ અગાવ તૈયાર કરેલા સ્ટફિંગ ના મિશ્રણ ના નાના-નાના બોલ્સ બનાવી લો અને તેને ઇડલીમા ભરો. હવે ઇડલીનુ ખીરૂ ઉમેરો અને આ ખીરામા ઉપર થી સ્ટફિંગ રાખીને તેને હળવુ દબાવી દો. હવે આ સ્ટફિંગની ઉપર ફરી થી ખીરૂ ઉમેરવુ. આ રીતે જેટલી બને તેટલી ઇડલી બનાવી લો.

જેવો આ પાણીમા ઉભરો આવે એટલે તુરંત ઇડલી ના સ્ટેન્ડ ને પાણીમા રાખીને ઢાંકણ બંધ કરી લો તેમજ ઇડલીને દસ થી બાર મિનિટ મધ્યમ આંચ પર રહેવા દો. ત્યારબાદ એકવખત તપાસી લો કે તમારી ઇડલી બનીને તૈયાર છે કે નહી. જો બની ગઈ હોય તો ગેસ ને બંધ કરી દો. આ ઇડલી સ્ટેન્ડ ને બહાર નીકાળી ઠંડુ થવા રાખો. આ ઇડલીને બહાર નીકાળી પ્લેમા રાખો. તો લો તૈયાર છે તમારી “સ્ટફ્ડ ઇડલી”, હવે તમે તેને નારિયલ અને કોથમીર ની ચટણી સાથે પરોસી શકો છો.

Leave a Reply

Top