You are here
Home > Recipe >

શું ક્યારેય બનાવ્યુ છે આ સ્વાસ્થ્યવર્ધક હળદળ અને મસાલાવાળુ દૂધ? જો નહી તો આજે જ નોંધી લો આ સરળ રીત, મળશે આવા લાભ…

મિત્રો, હળદરવાળુ દૂધ એ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. જો તમે નિયમિત રાત્રે સૂતા પહેલા આ દૂધનુ સેવન કરો તો તમને અનેકવિધ લાભ પ્રાપ્ત થઈ શકે છે. તેમા અનેકવિધ પોષકતત્વો સમાવિષ્ટ હોય છે, જે તમારા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આજે આ લેખમા આપણે હળદરવાળુ દૂધ બનાવવા માટેની એક વિશેષ રેસિપી વિશે માહિતી મેળવીશુ. આ રેસિપી ની મદદથી તમે ફક્ત પાંચ જ મિનિટમા આ હળદરવાળુ દૂધ તૈયાર કરી લેશો. તો ચાલો જાણીએ આ રેસિપી વિશે.

આવશ્યક સાધન-સામગ્રી :

દૂધ : ૧ ગ્લાસ
તજ પાવડર : ૧/૨ ચમચી
કાળા મરી પાવડર : ૧/૨ ચમચી
હળદર : ૧ ચમચી

વિધિ :

હળદરવાળુ દૂધ બનાવવા માટે સૌથી પહેલા તો દૂધને વ્યવસ્થિત રીતે ઉકાળો. દૂધ ઉકાળતા સમયે એ વાતની વિશેષ સાવચેતી રાખવી કે દૂધને વધારે સમય સુધી ઉકળવા દેવુ નહી, એક હળવો ઉભરો આવે એટલે દૂધ ગેસ પરથી ઉતારી લેવુ. ત્યારબાદ જો તમે દૂધમા ખાંડ મિક્સ કરવા ઈચ્છો છો તો મિક્સ કરી દો.

પરંતુ, આ દૂધમા ખાંડની માત્રા શક્ય બને તેટલી ઓછી રાખો. ત્યારબાદ આ દૂધમા હળદર, તજ પાવડર અને કાળા મરી પાવડર મિક્સ કરી દો.એક વાતની વિશેષ સાવચેતી રાખવી કે, તમારે દૂધમા હળદર, તજ પાવડર અને કાળા મરીનો પાવડર દૂધ ઉકાળતી વખતે ઉમેરવાનો નથી. તો તૈયાર છે તમારુ સ્વાદિષ્ટ હળદર મસાલા દૂધ.

Leave a Reply

Top