You are here
Home > Health >

શું મૌસમ બદલતા કાયમી રહે છે ઉધરસ ની તકલીફ? તો આજે જ અજમાવી જુઓ આ સાત ઘરગથ્થું ઈલાજ…

જો તમારી શ્વાસનળીમાં કઈક આવી જાય તો ખાંસી ની સમસ્યા થાય શકે છે. ત્યારે એ વસ્તુ બહાર કાઢવા માટે નો પ્રયત્ન આપના શરીર દ્વારા થાય છે અને આપણ ને ઊધરસ આવે છે ઊધરસ ની સમસ્યા શરદી, તાવ થવાથી કે ધૂમ્રપાન કરવાથી થાય છે અને બીજી સમસ્યાઓ જેવી કે અસ્થમા ટીબી અને ફેફસાનું કેન્સર વગેરે નું કારણ પણ બને છે. જેના લક્ષણો ગળા માં ખૂજલી છાતીમાં દુખાવો વગેરે. તમે તમારા ઘર માથી જ આ સમસ્યાનો ઉકેલ લાવી શકો છો.

હળદળ: સૂકી ઊધરસ માટે હળદળ સારામાં સારી દવા છે. ૧ ગ્લાસ ગરમ પાણીમાં ૨ ચમચી હળદળ અને તીખા અને મધ નું મિશ્રણ બનાવો ત્યારબાદ એને ગરમ કરો ૩ મિનિટ સુધી ત્યાર પછી ઠંડુ પાડીને દરરોજ પીવું. આ સિવાય આયુર્વેદિક ચ નું પીણું પણ પી સકો છો ૧ ગ્લાસ પાણી માં હળદર, અજમા ને ઉકાળો. હાલે બહુ ઉકળ્યાં પછી તેમાં મધ ઉમેરીને તેને ઠંડુ કરીને પી શકો છો. એક હળદરના ટુકડાને શેકી લો ત્યારબાદ તેને પીસી લો અને પાવડર બનાવો આ પાવડર પાણી અને મધ સાથે લઈ શકો.

લીલું આદું પણ આપી શકે છે રાહત : હવે આદુના નાના નાના કટકા કરીને તેને ખાંડી નાખો અને તેને ઉકાળો ઠંડુ થયા પછી તેમાં લીંબુ અને મધ ઉમેરો એક દિવસ માં ત્રણ વખત પીવાથી કમી થતી ઊધરસ અને છાતીમા દુખાવો અને ગળામાં રાહત મળશે.ઊધરસ થી રાહત મેળવવા માટે તમે કાચા આદુ પણ ખાવા.

પી શકો છો લીંબુ: ચેપ સામે લડવામાં અને સોજો ઓછો કરવાનું કામ કરે છે લીંબુને નિચોવી તેમાં એક ચમચી મધ અને ચટણી નાખી ને પીવાથી ઉધરસ માં રાહત મળે છે અને લીંબુમાં વિટામિન સી હોય છે જે ચેપ ને દૂર કરે છે.

લઈ શકો છો લસણ પણ : એન્ટીબેક્ટેરિયલસ અને એન્ટીમાઇક્રોબિઈલ્ ગુણ હોય છે તે ઊધરસથી લડવામાં મદદ કરે છે. એક ગ્લાસ પાણી માં લસણની ૭ કળી અને ઓરેગાનો ઉમેરો ત્યારબાદ તેને ગરમ કરો જ્યારે આ મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારે તેમાં મધ ઉમેરીને તે પી શકો છો. લસણ ને પીસીને લવિંગના તેલ અને મધ સાથે પણ પી શકો છો.

કાપેલી ડુંગળી : ડુંગળીની ગંધ ની હાજરી માણસ ને શ્વાસ લેવામાં અને ઊધરસ ને અટકાવવામાં મદદ કરે છે. આ સિવાય અડધી ચમચી ડુંગળીના રસમા એક ચમચી મધ ઉમેરીને પી શકો છો. જો દિવસમાં બે વાર પીવામાં આવે તો ગળા ને આરામ મળશે અને ઊધરસ થી રાહત થશે. આ સિવાય થોડી પાકેલી ડુંગળીના રસ મા મધ ઉમેરીને એની ચા બનાવીને પીવાથી પણ સૂકી ઊધરસ માં રાહત મળે છે.

મધ અને મલાઇદાર દૂધ: મધ લાળને સાફ કરીને તમારા ગળાને આરામ આપવામાં મદદ કરશે અને તેને દૂધ સાથે પીવાથી ઊધરસ ની તકલીફ માં રાહત મળશે.

એકદમ તીખું લાલ મરચું પણ લઈ શકો છો : જો ઊધરસ થી છાતીમાં દુખાવો થતો હોય તો લાલ મરચાનો ઉપયોગ પણ કરી શકો છો. આના માટે ૧/૪ ભાગનું લાલ મરચું ૧/૪ ભાગનું આદુ, ૧ ચમચી મધ, ૧ ચમચી સફરજન નો રસ અને ૨ ચમચી પાણી ઉમેરીને આ નું એક મિશ્રણ બનાવો. હવે આ મિશ્રણ દિવસમા બે કે ત્રણ વાર પી શકો.

Leave a Reply

Top