
મિત્રો, સોશિયલ મીડિયા પર અવારનવાર એવા પોસ્ટ, મેસેજ, ટ્વીટ અને ઓડિયો-વીડિયો આવતા હોય છે, જેમા એવો દાવો કરવામા આવતો હોય છે કે, નાસ લઇને કોરોના વાયરસ નો અંત કરી શકાય છે. હાલ, પ્રવર્તમાન સમયમા આ પ્રકારના જ એક મેસેજમા એવો દાવો કરવામા આવ્યો છે કે, કોરોના વાયરસ ૩-૪ દિવસ સુધી નાકમા છુપાયેલો રહે છે અને ત્યારબાદ આપણા ફેફસાં સુધી પહોંચે છે, જેના કારણે તમને શ્વાસ લેવામા સમસ્યા થઇ શકે છે. આ સમસ્યાના નિવારણ માટે નાસ લેવો એ એક શ્રેષ્ઠ ઉપાય છે.
હાલ, સોશિયલ મીડિયા પર ફોરવર્ડ થયેલા એક મેસેજમા એવુ લખવામા આવી રહ્યુ છે કે, ૪૦ સેલ્શિયસ પર કોરોના નો વાયરસ અસક્ષમ બની જાય છે અને ૬૦ સેલ્શિયસ તાપમાન પર વાયરસ સાવ નબળો પડી જાય છે તથા ૭૦ સેલ્શિયસ તાપમાન પર આ વાયરસ મરી જાય છે. આ મેસેજ ની સાથે જ એક વીડિયો વાયરલ થયો છે, જેમા કુકરથી નાસ લેવાની રીત જણાવવામાં આવી છે અને એવો દાવો કરવામા આવ્યો છે કે, આ રીતે વાયરસનો અંત થઇ જશે. આ વરાળ દ્વારા સબ્જી સેનેટાઇઝ કરવાનો પણ દાવો કરવામા આવે છે.
શું નાસ લેવાથી થઇ શકે કોરોના વાયરસનો અંત ?
નાસ લેવાથી કોરોના વાયરસનુ નિદાન થવાના આ દાવામા જરાપણ તથ્ય નથી કારણકે, નાસ એ બંધ નાકને ખોલવા માટે અને જામેલા મ્યૂકસને ઢીલુ કરવા માટે સહાયરૂપ સાબિત થાય છે. એ કોઈ કોરોના સંક્રમણથી બચવા માટેનો ઉપાય નથી. દિલ્હીમાં ફોર્ટિસ હોસ્પિટલમાં પલ્મોનોલોજી વિભાગના ડાયરેક્ટર અને હેડ ડૉક્ટર વિકાસ મૌર્ય એ જણાવ્યુ કે, નાક, સાઈનસ અને ગળાના કોઈપણ પ્રકારના વાયરલ ઈન્ફેક્શનમાં રેસ્પિરેટરી પેસેજને સાફ કરવા માટે નાસ લેવામાં આવે છે. નાસ લેવાથી જકડનમાં રાહત મળે પરંતુ, તે વાયરસને મારી શકે નહીં.
Let’s not turn fear into business.
This is completely useless. https://t.co/0VpUO1HJse
— Faheem Younus, MD (@FaheemYounus) September 23, 2020
નાસ લેવાથી કોરોનાનુ નિદાન થવાના પ્રશ્ન પર વિશ્વ આરોગ્ય સંસ્થા ફિલિપાઈન્સ તરફથી પણ અમુક માહિતી પ્રાપ્ત થઇ કે, ફક્ત નમકવાળા પાણીથી નાસ લઈને કોરોનાની સમસ્યા સામે રક્ષણ મેળવી શકાતુ નથી. આ પ્રકારનું કોઈપણ વૈજ્ઞાનિક પ્રમાણ નથી કે નાસ લેવાથી કોરોના વાયરસનો અંત કરી શકાય. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ જણાવે છે કે, પોતાને ૨૫ ડિગ્રી સેલ્સિયસથી વધારે તાપમાનથી એક્સપોઝ કરવું કોરોનાથી બચવાનો ઉપાય નથી. ડૉક્ટર મૌર્યે જણાવે છે કે, નાસ લેવાથી તમને બીમારીમાં રાહત અવશ્ય મળે છે પરંતુ, તે બીમારીનુ કોઈ સચોટ નિદાન નથી.
Q: Is tuob/suob (steam inhalation) a cure for COVID-19?
A: Salt water steam will not prevent you from catching #COVID19. Extremely hot steam can be harmful, as there is a risk of burn injury. pic.twitter.com/zpheiR6NmP
— World Health Organization Philippines (@WHOPhilippines) August 26, 2020
કોરોના વાયરસ કેટલા સમય માટે રહે છે ?
કોરોનાની સમસ્યા મુખ્યત્વે સંક્રમિત વ્યક્તિના છીંકવાથી કે ઉધરસ ખાવાથી બહાર નિકળેલી બૂંદોથી અથવા તો સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાય છે. અપર રેસ્પિરેટરી ટ્રેક્સમાં પ્રવેશ બાદ અહીં કોશિકાઓની લાઈનિંગ ના સૌથી બહારી લેયર થી તે અટેચ થાય છે. જ્યારે આ વાયરસ કોશિકાઓ મા પ્રવેશ કરી જાય છે કે બંધાઈ જાય છે તો તે રેસ્પિરેટરી ટ્રેક્ટ, ફેફસા, ડાઈજેસ્ટિવ ટ્રેક્ટની લાઈનિંગ, બ્લડ અને શરીરના બીજા મહત્વના અંગોને પ્રભાવિત કરે છે. આ વાયરસ ત્રણ-ચાર દિવસો સુધી નાકમા છુપાઇને રહે છે પરંતુ, આ અંગે હજુ કોઈ સ્પષ્ટ તારણ સામે આવ્યુ નથી.