You are here
Home > Health >

શુ પગના અથવા તો સ્નાયુના દુખાવાથી રહો છો પરેશાન ? તો આજથી જ અજમાવો આ ઘરગથ્થુ ઉપાય, તુરંત જોવા મળશે રાહત

મિત્રો, પગમા દુ:ખાવો અને ખેંચાણ થવુ એક સામાન્ય સમસ્યા છે. વર્તમાન સમયના વ્યસ્તતા ભરેલા જીવનમા પગના દુ:ખાવાની સમસ્યા એ સામાન્ય બની ચુકી છે. ઘણા લોકો આ પગના દુ:ખાવાને દૂર કરવા માટે પેઈન કિલરનો ઉપયોગ કરે છે પંરતુ, તેનાથી કોઈ વિશેષ ફરક પડતો નથી. આ સમસ્યા ઉદ્ભવવા માટે અનેકવિધ કારણો જવાબદાર હોય શકે છે જેમકે, વધુ ચાલવુ, કસરત કરવી, કામનો ભાર વધવો, ઘૂંટણ, હિપ્સ અને પગમા રક્ત પરિભ્રમણનો અભાવ વગેરે. આજે આ સમસ્યાના નિવારણ માટે આપણે અમુક ઘરગથ્થુ ઉપાયો વિશે માહિતી મેળવીશુ, તો ચાલો જાણીએ.

નમક :

આ એક એવી ઔષધી છે કે, જે તમને ઘરમા સરળતાથી મળી રહે છે તથા તમને પગમા થતી પીડાથી મુક્તિ અપાવી શકે છે. જો તમે પાણીમા થોડુ નમક ઉમેરીને તમારા પગ તે પાણીમા મૂકો તો તમારુ રક્ત પરિભ્રમણ સારુ રહે છે અને તમને પગના દુ:ખાવામા રાહત મળશે.

હુંફાળુ પાણી :

જો તમને પગમા આશય પીડા થઇ રહી હોય તો હુંફાળા પાણીથી પગ સાફ કરો, આમ કરવાથી તમારી રક્ત પરિભ્રમણની કેરીય પણ સુધરે છે અને તમારા પગના સોજામા પણ ઘટાડો જોવા મળે છે.

સરસવના દાણા :

સરસવના દાણા એ પગનો દુ:ખાવો દૂર કરવા માટે ખુબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. થોડુ સરસવ ઓઈલ લો અને ત્યારબાદ તેને ગરમ પાણીમા મિક્સ કરી દો, ત્યારબાદ તમારા પગને તેમા અંદાજે વીસ મિનિટ સુધી ડૂબાડી રાખો. આમ, કરવાથી પગના દુ:ખાવામા રાહત મળશે.

લવિંગ ઓઈલ :

જો તમે તમારા પગના દુ:ખાવામાંથી તુરંત રાહત મેળવવા ઈચ્છતા હોવ તો તમે હળવાશથી લવિંગ ઓઈલની પગ પર માલીશ કરીને આ દુ:ખાવામાંથી મુક્તિ મેળવી શકો છો.

કેળા :

આ એક એવુ ફળ છે કે, જે તમારા શરીરમા પોટેશિયમનુ પ્રમાણ વધારે છે. જો તમે નિયમિત કેળાનુ સેવન કરો છો તો આપણા શરીરમાં કેલ્શિયમ અને પોટેશિયમની માત્રા વધે છે. કેલ્શિયમ અને પોટેશિયમના અભાવને કારણે સાંધાનો દુ:ખાવો તથા પગનો દુ:ખાવો બંને દૂર થાય છે.

હળદર :

હળદર એક આયુર્વેદિક ઔષધ છે, જે તમને દરેક પીડાથી મુક્તિ અપાવે છે. આ માટે હળદરની પેસ્ટ બનાવી તેને તમારા પગ પર લગાવવી જોઈએ. જો તમે તેને અઠવાડિયામાં બે થી ત્રણ વાર લગાવો છો, તો તે તમારા પગની પીડા અને થાકને દૂર કરશે.

Leave a Reply

Top