You are here
Home > Health >

શું પગ નો દુખાવો કરવો છે ટૂંક સમયમા છૂમંતર, તો આજ થી અજમાવો આ પાંચ ઘરગથ્થું ઉપાય…

મિત્રો, પ્રવર્તમાન સમયમા લોકોની અનિયમિત જીવનશૈલી તેમને શારીરિક અને માનસિક બંને સમસ્યાઓનો શિકાર બનાવે છે. ઘણીવાર લોકોને એકાએક પગમા અસહ્ય પીડાનો અનુભવ થાય છે અને તેની સાથે જ નબળાઇનો પણ અનુભવ થાય છે, તો આ સમસ્યાને જરાપણ અવગણી શકાય નહી કારણકે, આ સમસ્યા ભવિષ્યમા જીવલેણ પણ બની શકે છે માટે સમયસર આ સમસ્યાનુ સમાધાન કરવુ અત્યંત આવશ્યક છે.

જ્યારે લોકોને પગમા અસહ્ય પીડા નો અનુભવ થાય છે ત્યારે મોટાભાગના લોકો નિષ્ણાતોની મદદ લે છે પરંતુ, તમે ઘરેલુ ઉપચાર અજમાવીને પણ આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો. આજે આ લેખમા અમે તમને અમુક એવા ઉપાય વિશે જણાવીશુ જેને અજમાવ્યા બાદ તમે આ પગના દુઃખાવાની સમસ્યામાથી તુરંત રાહત મેળવી શકો. તો ચાલો જાણીએ.

લવિંગનુ ઓઇલ :

લાંબા સમયથી ઘણા લોકો લવિંગનો ઉપયોગ એક ઔષધ તરીકે કરે છે, ખાસ કરીને જો તમે તમારા પગની પીડામાંથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોવ તો તમારે આ લવિંગના ઓઈલથી તમારા પગની ધીમે- ધીમે માલિશ કરવી પડશે. જો આ તેલથી તમારા પગમા દિવસમા બે થી ત્રણ વાર માલિશ કરો તો તેનાથી તમારા પગની અસહ્ય પીડામા તમને રાહત મળશે.

સરસવના દાણા :

સરસવના દાણાનો ઉપયોગ કરીને તમે તમારા પગની આ અસહ્ય પીડા અને સોજામાંથી પણ મુક્તિ મેળવી શકો છો. આ માટે તમારે અમુક સરસવના દાણા પીસીને તેને ગરમ પાણીની એક ડોલમા ભેળવી તમારા પગને આ પાણીમા ૧૦-૧૫ મિનિટ સુધી રાખી મૂકવા. આમ, કરવાથી તમારા પગની અસહ્ય પીડા તુરંત દૂર થશે.

બરફ :

જો તમારા પગમા સોજો ચડે અથવા તો તમને અસહ્ય પીડાનો અનુભવ થાય છે તો બરફ આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે એક અસરકારક ઉપાય છે. આ માટે તમે એક નાની પ્લાસ્ટિકની થેલીમા બરફના નાના ટુકડાઓ મૂકી અને તમને જે જગ્યાએ પીડા થતી હોય ત્યા મૂકી મસાજ કરો. જો તમે આ ઉપાય અજમાવો છો તો તમારા પગના સોજા ઘટી જશે.

નમક :

જો તમે આ પગની અસહ્ય પીડામાંથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોવ તો તમે આ નમકનો ઉપયોગ કરી શકો છો, તે તમારા માટે એક અસરકારક ઘરગથ્થુ ઉપચાર સાબિત થઈ શકે છે. આ માટે, ડોલમા ગરમ ​​પાણી ઉમેર્યા બાદ તેમા બે થી ત્રણ ચમચી નમક ઉમેરો. ત્યારબાદ તમારા પગ તેમા ૧૦-૧૫ મિનિટ સુધી ડુબાડી રાખો. આ ઉપાયથી તમારા પગની પીડા તુરંત જ અદૃશ્ય થઈ જશે.

સરકો :

જો તમારા પગ પર સોજો ચડી ગયો હોય અથવા તો ખેંચાણને કારણે દુઃખાવા નો અનુભવ થઈ રહ્યો હોય તો તેનાથી મુક્તિ મેળવવા માટે સરકો ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. આ માટે તમારે એક ડોલમા ગરમ ​​પાણી લેવુ પડશે. ત્યારબાદ તેમા ૨ મોટી ચમચી સરકો મિક્સ કરો અને એક ચમચી નમક ઉમેરો. ત્યારબાદ હવે તમારા પગને આ પાણીમા ૨૦ મિનિટ સુધી રાખી મૂકો, તેનાથી તમારા પગના દુઃખાવામા તમને તુરંત રાહત મળશે.

Leave a Reply

Top