You are here
Home > Health >

શું શિયાળા ની ઋતુ આવતા જ થાય છે સાંધાઓ મા દુખાવો? તો અગાવ જ કરી લો આ ઉપાય, જરૂર થી મળશે રાહત…

શિયાળા ની ઋતુમા સાંધા ના દુખાવા વધી જાય છે. તેથી શરીરમાં સોજો આવવા લાગે છે. તે કેટલાક કારણો સર થાય છે. ઠંડીની ઋતુ આવતાની સાથે જ વૃદ્ધોને સાંધાના દુખાવાની સમસ્યા થતી હોય છે. જેમ-જેમ ઠંડી વધે તેમ-તેમ દુખાવામાં પણ વધારો થાય છે. લોહી પરીભ્રમણ સરખું ન થવાથી રક્તવાહિનીઓ સંકળાય જાય છે, તેથી શરીરના અંગોમાં લોહી બરાબર પહોંચતું નથી. લોહી પરીભ્રમણ સરખું ન થવાને કારણે શરીર ઠંડું થવા લાગે છે, તેનાથી સાંધામાં દુખાવો રહે છે. આ કારણોથી શિયાળામાં સાંધાનો દુખાવો વધારે પ્રમાણમાં રહે છે. દુખાવામાં રાહત મળે તે માટે ના ઉપાયો.

કેવા લોકોને વધારે તક્લીફ થાય છે :

ઓસ્ટિયો આર્થરાઈટિસ, રુમેટોઇડ સંધિવા, સાંધાના દુખાવા, પહેલાં થયેલી ઈજા અથવા વૃદ્ધોમાં આ તક્લીફ વધારે હોય છે. હાથ પગના સાધાંમાં વધારે પ્રમાણમાં આ સમસ્યા જોવા મળે છે.

ઘી વધારે ખાવું :

આમા હાડકાના સાંધા નો વા વધી જાય છે. તેનાથી શરીરમાં નમી ઘટ્વાના કારણે ચિકાસ ઘટવા લાગે છે. ઘી, તલ અથવા ઓલિવ ઓઇલ નો ઉપયોગ કરવાથી સોજામાં ફેર પડે છે અને સાંધામાં ચિકાસ પેદા થવાથી જકડાઇ ગયેલા સાંધાનો દુખાવો ઓછો થાય છે.

રોજ યોગ કરવા

રોજ યોગાસન કરવાથી 100 રોગની દવા લેવી પડતી નથી યોગાસનથી આ દુખાવો જ નહી પરંતુ બીજી ઘણી બીમારીને દૂર કરી શકાય છે. તમે વધારે યોગ કરવા નથી માગતા તો સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ, મેડિટેશનને પોતાના રોજીંદા યોગમાં સામેલ કરવું.. આના સિવાય રોજ સવાર-સાંજ અડધી કલાક ચાલવાથી પણ ફાયદો થાય છે.

પોષ્ટિક આહાર લેવો

સાંધા ના દુખાવા થતો હોય તો આરામ માટે યોગ્ય અને પૌષ્ટિક આહાર લેવો જોઇએ. કારેલા, રીંગણ, લીમડો અને ડ્રમસ્ટિકને ખોરાક માં વધારે પ્રમાણમાં લેવું અને સાથે એવાકાડો પણ ખાઓ ખુબ સારો ગણાય છે.

શિયાળા મા સવાર નો તડકો લેવો :

સવાર મા થોડીવાર તડકામા ચાલો અથવા યોગ કરો. તેનાથી શરીરમા વિટામિન ડી મળશે અને લોહિ પરિભ્રમણ વધશે.

Leave a Reply

Top