You are here
Home > Jyotish >

શુ તમારા ઘરમા પૈસાની કમી સતાવે છે ? તો અપનાવો આ ૪ ઉપાય જેનાથી થશે માતા લક્ષ્મીની કૃપા…

રૂપિયા કોને ના ગમે આજકાલ બધા લોકોને પૈસા વાળું થવું છે. પરંતુ તે સહેલું નથી. જીવનમાં ઘણી વખત અસંખ્ય પ્રયત્નો કરવા છતાં આપણે રૂપિયા વાળા થતાં નથી. કિસ્મત માં હોય તેમજ થાઈ છે. માટે આપણે બીજા ને દોષ આપવો જોઇયે નહીં. પૈસા વાળું થવા માટે સદીઓથી ઘણી બધી એવી યુક્તિઓ આપણા સમાજમાં પ્રચલિત છે જે અજમવાથી પૈસા મેળવી શકાઈ છે. આજે આપણે અહી કેટલીક વિશેષ યુક્તિઓ જાણીશું જેના દ્વારા તમેં જાતે સમૃદ્ધ બની શકો છો.

વ્યક્તિ હમેશા કેવી રીતે વધુ રૂપિયા મેળવવા તેની તલાશ માં ભટકતો હોય છે. બધાજ લોકોને પોતાના ઘરની તિજોરી ભરવાનો શોખ હોય છે. બધા લોકો એવું વિચારતા હોય છે કે તેની તિજોરી ક્યારેય ખાલી ના થાય. જો તમે પણ એવું ઇચ્છતા હોય તો આ ઉપાયો અજમાવો. જેનાથી તમારી કિસ્મત ખૂલી જશે.

પીપળા ના પાન

દરેક ગામમાં પીપળા નું વૃક્ષ હોય છે. માટે તમને તેના પાંદડા મેળવવા માટે મુશ્કેલી નહીં પડે, જે આસાનીથી મળી હશે. હા, આ પીપળા ના પાન ને સુરક્ષિત રાખવાથી તમને ઘણો ફાયદો થશે. આ માટે, તમારે પીપળાના પાન પર ઘી તથા સિંદૂર લગાવવું પડશે, અને તેને પાંચ શનિવાર સુધી સાચવી રાખવું પડશે,જેથી કરીને તમારા ઘર માં પૈસાનો વરસાદ થશે.

નારિયેળ

ભારતીય સંસ્કૃતિમાં નાળિયેર ને શુભ માનવામાં આવે છે. જેથી તેને દરેક પૂજામાં રાખવામાં પણ આવે છે. જેથી કોઈ પણ શુભ કર્યા કરતા પહેલાં નાળિયેર વધેરવામાં આવે છે. નાળિયેર ના પાણી નું એક ટીપું તમને ખૂબ સમૃદ્ધ બનાવી શકે છે. આ માટે નારિયેળને લાલ કાપડમાં લપેટી અને તેને લોકર કે તિજોરી માં મૂકો જ્યાં તમે તમારા પૈસા રાખો છો. જેથી તમારી નાણાકીય સમસ્યાઓ દૂર થશે.

કેસર

શુક્રવારનો દિવસને ધન લક્ષ્મી નો દિવસ માનવમાં આવે છે. આ દિવસે જેનાથી લક્ષ્મી માતા ખુશ હોય છે જેથી મકાનમાં નાણાંની કોઈ અછત રહેતી નથી. તે માટે કેસરને પીળા રંગના કપડામાં મૂકવું અને તેમાં ચાંદી મૂકવી.જે તમારી નાણાંકીય સમસ્યાઓને સરળ બનાવશે. અને જો તેની સાથે હળદર નો ટૂકડો મૂકશો તો તે વધારે ફાયદાકારક રહેશે.

10 રૂપિયાની નોટો

જે લોકો હંમેશ ને માટે ધનવાન રહેવા માંગે છે તેને તિજોરી માં દસ ની નોટ ની થપ્પી જરૂર રાખવી જોઈએ. જેથી કરીને તમારી તિજોરી ક્યારેય ખાલી નહિ થાય અને તેમાં હંમેશા ધન ભરેલું રહે છે.આ સિવાય તાંબા અથવા ચાંદી ના સિક્કા પણ રાખી શકાઈ. આ બધી વસ્તુઓ રહેશે તો તમારી સમસ્યાઓ દૂર થઈ જશે.

Leave a Reply

Top