
મિત્રો, જ્યારે પણ કોઈ વ્યક્તિનો જન્મ થાય છે ત્યારે તે પોતાની સાથે અનેકવિધ ખૂબીઓ લઈને આ વિશ્વમા આવે છે. જો કે, આ ખૂબીઓ તેમના જન્મ થતાની સાથે જ જોવા મળતી નથી. આ ખૂબીઓ જન્મ થયાના થોડા સમય બાદ સામે આવે છે, જ્યારે અમુક બાળકો એવા પણ હોય છે કે જેમા આ ખૂબીઓ લાંબા સમય બાદ જોવા મળે છે. ઘણીવાર તમે જોયુ હશે કે, અમુક બાળકોનો જન્મ થાય ત્યારે તેમના શરીર પર અમુક પ્રકારના નિશાન હોય છે જેને “બર્થમાર્ક” તરીકે ઓળખવામા આવે છે કારણકે, તે જન્મના સમયથી જ હોય છે.
સમુદ્રશાસ્ત્ર મુજબ જે-તે વ્યક્તિના શરીર પર રહેલા જન્મજાત નિશાન પરથી તમે તેમના આવનાર ભવિષ્ય અને સ્વભાવ વિશે ઘણુ બધુ જાણી શકો છો. જો તમારે કોઈપણ વ્યક્તિના સ્વભાવ વિશે જાણવુ હોય તો તમારે બસ તેમના શરીરના બર્થમાર્કને જોવાની આવશ્યકતા હોય છે. એવુ કહેવામા આવે છે કે, શરીર પર રહેલા આ દરેક નિશાનનો એક અર્થ હોય છે. એવુ જરૂરી નથી કે, દરેક બર્થમાર્ક શુભ જ હોય, અમુક બર્થમાર્ક અશુભ પણ હોય છે. આજે આ લેખમા આપણે શરીરના જુદા-જુદા ભાગ પર જોવા મળતા બર્થમાર્કના અર્થ વિશે માહિતી મેળવીશુ.
ચહેરા પર જન્મજાત નિશાન :
અમુક લોકોના ચહેરા પર તમને કાળા રંગનુ આછુ નિશાન જોવા મળ્યુ હશે. આ નિશાન જન્મજાત હોય છે. જે લોકોના ચહેરા પર જન્મજાત નિશાન હોય છે. તે વ્યક્તિ ખૂબ જ વધારે બોલવાવાળુ હોય છે. આ સાથે જ તે ખૂબ જ સંવેદનશીલ પણ હોય છે. આ લોકોને જીવનમા ક્યારેય પણ નાણાની ખોટનો સામનો કરવો પડતો નથી.
હથેળી પર જન્મજાત નિશાન :
અમુક લોકોના હથેળી પર પણ જન્મજાત નિશાન હોય છે. તેનો અર્થ એવો થાય છે કે, તે લોકો પરિવારિક હોય છે. આવા લોકો પોતાનો સમય વધુમા વધુ પરિવારની સાથે પસાર કરે છે. આ લોકોનો વધુ પડતો બાળકોની સારસંભાળ રાખવામા પસાર થતો હોય છે.
પીઠ પર જન્મજાત નિશાન :
જે લોકોની પીઠ પર જન્મજાત નિશાન હોય છે, તે લોકો વધુ પડતા પ્રામાણિક અને ખુલ્લા વિચારો ધરાવતા હોય છે. આ લોકો કોઇપણ કાર્ય પ્રામાણિકતાથી અને અથાગ પરિશ્રમથી કરે છે.
આંગળી પર જન્મજાત નિશાન :
જે લોકોની હાથની આંગળીઓ પર જન્મજાત નિશાન હોય છે. તે લોકો પોતાનુ જીવન મુક્તપણે જીવવાનુ પસંદ કરે છે. તેમને પોતાના જીવનમા કોઈ વ્યક્તિ પર આધારિત રહેવાનુ પસંદ હોતુ નથી.
પેટ પર જન્મજાત નિશાન :
જે લોકોના પેટ પર જન્મજાત નિશાન હોય છે તે લોકો લાલચુ હોય છે અને હંમેશા પોતાના વિશે જ વિચારતા હોય છે.
ગાલ પર જન્મજાત નિશાન :
જો કોઈ વ્યક્તિના ગાલ પર જન્મજાત નિશાન હોય તો સમજી જવુ કે, તે વ્યક્તિ ખૂબ જ પરિશ્રમી છે વળી, જો તેના ડાબા ગાલ પર જન્મજાત નિશાન હોય તો સમજી જવુ કે તે વ્યક્તિ જીવનમા ખૂબ જ પરેશાન અને ઉદાસ છે.
ખભા પર જન્મજાત નિશાન :
જો કોઈ વ્યક્તિના ડાબા ખભા પર કોઈ જન્મજાત નિશાન હોય તો તે દુર્ભાગ્યની નિશાની છે. જ્યારે જો કોઈ વ્યક્તિના જમણા ખભા પર જન્મજાત નિશાન હોય તો તે શુભ ગણાય છે.
છાતી પર જન્મજાત નિશાન :
જો કોઈ વ્યક્તિની છાતી પર જન્મજાત નિશાન હોય તો સમજી જવુ કે, તે વ્યક્તિને દરેક કાર્યમા સફળતા મળશે. તેમને જીવનમા ક્યારેય પણ હારનો સામનો કરવો પડતો નથી. આ લોકો હસમુખ સ્વભાવના હોય છે.
માથા પર જન્મજાત નિશાન :
જો કોઈ વ્યક્તિના માથા પર જન્મજાત નિશાન હોય છે તો તે તેમના પ્રેમ-જીવનની તરફ ઇશારો કરે છે. તેના પરથી એવુ જાણવા મળે છે કે, તે વ્યક્તિ ઘણીવાર પ્રેમ સંબંધોમાં પડે છે.
પગમા જન્મજાત નિશાન :
જો કોઈ વ્યક્તિના પગમા જન્મજાત નિશાન હોય તો સમજી જવુ કે, તે ખૂબ જ ભાગ્યશાળી છે. તેમને જીવનમા દરેક વખતે સફળતા મળશે અને તેમની ખૂબ જ પ્રગતિ પણ થશે.