You are here
Home > Articles

શું તમારે પણ વજન ઓછુ કરવું છે, તો અપનાવો લીંબુ અને દહીં નો આ સરળ ઘરેલું ઉપાય

મિત્રો , વર્તમાન સમય માં લોકો ની જીવનશૈલી એટલી વ્યસ્તતા ભરેલી બની ગઈ છે કે લોકો પાસે પોતાના સ્વાસ્થ્ય ની સાર-સંભાળ લેવાનો જરા પણ સમય નથી રહેતો. પરિણામે અનિયમિત જીવનશૈલી ના કારણે તમે ઉધરસ , તાવ તથા વજન માં વધ-ઘટ થવા જેવી સમસ્યાઓ થી પીડાઈ શકો. આ સમસ્યાઓ માંથી મુક્તિ મેળવવા માટે લોકો સામાન્ય રીતે દાકતરો તથા ન્યુટ્રીશન્સ ની સલાહ લેતાં હોય છે.

પરંતુ , હાલ તમને એક એવા ચમત્કારીક નૂસ્ખા વિશે જણાવીશ જેની સહાયતા થી તમે ઘરબેઠા જ આ બધી સમસ્યાઓ ને દૂર કરી શકશો. આ ચમત્કારીક નૂસ્ખો છે દહી અને લીંબુ નુ કોમ્બિનેશન. તો ચાલો જાણીએ આ નૂસ્ખો આપણાં શરીર ના સ્વાસ્થ્ય માટે કેટલો લાભદાયી છે? જો તમે તમારા શરીર માં વધારા ની ચરબી થી પીડાઈ રહ્યા છો તો હાલ તમારા માટે એક જબરદસ્ત નૂસ્ખો લાવ્યા છીએ જે અત્યંત સરળતા થી તમારા વજન માં ઘટાડો કરી દેશે.

આ નૂસ્ખા ને તમે વજન ઉતારવા માટે નો સ્માર્ટ શોર્ટકટ કહી શકો. અમુક લોકો દ્વારા આ નૂસ્ખા ને બેબૂનિયાદ પણ ગણાવવા માં આવ્યો છે પરંતુ , ખરેખર વાસ્તવિકતા શું છે તેના વિશે આપણે માહિતી મેળવીશું. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ ઓબેસિટી ના અહેવાલ મુજબ જો તમે તમારા નિયમિત આહાર માં ફેટ ફ્રી દહી નુ સેવન કરો છો તો તે તમને શરીર માં રહેલી વધારા ની ચરબી દૂર કરવામાં સહાયરૂપ બને.

આ ઉપરાંત જો આ દહી મા લીંબુ મિકસ કરી ત્યાર બાદ આ મિશ્રણ નું સેવન કરવામાં આવે તો તમારા શરીર માં પ્રવર્તતા તમામ ઝેરી દ્રવ્યો દૂર થઈ જાય છે. કારણ કે આ મિશ્રણ નું સેવન કરવાથી શરીર માં રાસાયણિક પ્રક્રિયા થાય છે જે આંતરીક રીતે શરીર ને સ્વચ્છ અને શુદ્ધ કરી દે છે. જેથી , શરીર ની તંદુરસ્તી જળવાઈ રહે. આ ઉપરાંત લીંબુ એ વિટામિન સી પ્રાપ્ત કરવાનો એક સારો એવો સ્ત્રોત પણ ગણાય છે.

તે એક શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ પણ છે જેનાથી આપણી ત્વચા ને યોગ્ય પોષકતત્વો પ્રાપ્ત થઈ રહે. તજજ્ઞો ના જણાવ્યા અનુસાર આ કોમ્બિનેશન આપણાં શરીર ના સ્વાસ્થ્ય માટે અત્યંત શ્રેષ્ઠ છે. પરંતુ , આ મિશ્રણ નું વધુ પડતું સેવન આપણા શરીર માટે નુકશાનદાયી પણ સાબિત થઈ શકે. એક અહેવાલ અનુસાર જો કેલ્શિયમ ધરાવતા પદાર્થો નું વધુ પડતું સેવન કરવામાં આવે તો તમે અનેક ગંભીર બીમારીઓ થી પીડાઇ શકો માટે આ મિશ્રણ નું સેવન યોગ્ય માત્રા માં કરવું.

દાકતરો દ્વારા એવી સલાહો અપાય છે કે જો તમે તમારા શરીર માં કેલ્શિયમ નું એક યોગ્ય પ્રમાણ જાળવી રાખવા માંગતા હોવ તો નીયમિત સવારે તથા સાંજે ૧/૩ જેટલા ભાગ નુ દૂધ અને દહી નું સેવન કરવું. આ ઉપરાંત કેલ્શિયમ ને લગતા અન્ય કોઇપણ સપ્લિમેન્ટ નું સેવન કરવું નહી.

જો તમે તમારા વજન ને નિયંત્રિત રાખવા ઈચ્છતા હોવ તો વધુ પડતી કેલરીવાળા ભોજન નો ત્યાગ કરવો અને શરીર માં વિટામિન્સ તથા મિનરલ્સ નું બેલેન્સ જળવાઈ રહે તેવા આહાર નું સેવન કરવું. જેથી તમારી પાચનશક્તિ મજબૂત રહે અને શરીર મા રહેલી વધારા ની ચરબી દૂર થાય.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Top