
મિત્રો, હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે એવામા ઘણીવાર બહાર જતી વખતે એકાએક વરસાદ આવી શકે છે. આ સમયે ફોનને વરસાદના પાણીથી બચાવી શકતો નથી. જેના કારણે ફોન ડેમેજ થવાની શક્યતા વધુ પડતી રહે છે. જો એકાએક વરસાદ આવી જાય અને તે સમયે ફોન પલળે નહી તે માટે આ ઉપાય અવશ્યપણે અજમાવવા.
આપણે એવુ સમજીએ છીએ કે, ફોનમા પાણી કે ભેજ લાગી જાય તો તે ખરાબ થઇ ગયો પરંતુ, આજે અમે તમને જણાવી દઇએ કે, જો તમારો ફોન હળવો ભીનો થઇ જાય તો અમુક વાતોને ધ્યાનમા રાખીને તેને બચાવી શકાય છે. આજે અમે તમને અમુક એવી ટીપ્સ વિશે જણાવીશુ કે જેનાથી તમારા ફોનને પાણીથી ડેમેજ થતો અટકાવી શકાય છે. તો ચાલો જાણી લઈએ એવી ટિપ્સ વિશે.
સૌથી પહેલા તો જો મોબાઈલ વરસાદના કારણે પાણીથી ભીનો થઈ જાય, તો તેને બંધ કરી દેવો અને ઉપરથી વ્યવસ્થિત રીતે સાફ કરવો અને તેની બેટરી અને સીમકાર્ડ પણ ઝડપથી બહાર કાઢી લેવા અને હવે તેને અંદરથી નરમ કપડાથી સાફ કરવુ. ત્યારબાદ જ્યા સુધી તે અંદરથી સુકાઈ ના જાય ત્યા સુધી મોબાઇલમા સિમકાર્ડ ના નાખવુ. જો તમારો મોબાઇલ કોઈપણ યંત્ર સાથે જોડાયેલ હોય તો તુરંત જ તેને કાઢી લેવો અને જો સ્ક્રીન ગાર્ડ ઇન્સ્ટોલ કરેલુ હોય તો તેને પણ કાઢી લેવુ.
આ સિવાય ફોન સૂકવવા માટે ક્યારેય પણ હેર ડ્રાયરનો ઉપયોગ ભૂલથી પણ ના કરવો, તે ગરમ હવા ફેંકે છે. જેનાથી તેની અંદરના પાર્ટ્સ પીગળી પણ શકે છે.
જ્યારે તમે મોબાઈલના બધા ભાગોને લૂછી રહ્યા હોય ત્યારે ફોનને થોડો સમય તડકામાં રાખો જેથી, થોડુ ઘણુ પાણી બાકી છે તે પણ દૂર થઈ જશે.
ભીના ફોનને તુરંત ચાર્જિંગ પર ના મૂકશો. જો તે સહેજ પણ ભીનો હશે તો પણ શોર્ટસર્કિટ થઈ શકે છે.
તમારા ફોનને ચોવીસ કલાક ચાર્જીંગ પર ના લગાવો. જ્યારે તમને લાગે કે તેની અંદરના બધા ભાગ સુકાઈ ગયા ત્યારે જ બેટરી ઇન્સ્ટોલ કરો.
ત્યારબાદ જો તમારો ફોન યોગ્ય નથી તો પછી તેને સર્વિસ સેન્ટર પર લઈ જાવ અને ફોન પાણીમા પડવાની વાત તેનાથી ના છુપાવો નહીંતર તેને સાફ કરવામાં સમસ્યા થઇ શકે છે.