You are here
Home > Recipe >

શુ તમે સાદી દાળ ખાઈને કંટાળી ગયા છો તો ટ્રાય કરો મિક્સ દાળ તડકા, અપનાવો આ રેસીપી લોકો આંગળા ચાટતા રહી જશે…

મિત્રો તમે સાદી દાળ તો રોજ ખાતાજ હશો પણ આજે અમે લાવ્યા છીએ તમારા મારા એક દમ નવું ડિનર નું મેનૂ, તો આજેજ બનાવો દહીંવાળી મિક્સ દાળ તડકા. જેની રેસિપિ પણ એકદમ સરળ છે અને ઘરમાં બધાંને તે ભાવે તેવી છે. તો ચાલો જોઈએ તેની રેસીપી.

સામગ્રી:

૨ ટેબલસ્પૂન મસૂર દાળ

૨ ટેબલસ્પૂન ચણાની દાળ

૨ ટેબલસ્પૂન અડદની દાળ

૨ ટેબલસ્પૂન મગની દાળ

બે ટેબલસ્પૂન ઘી

થોડું જીરું, હિંગ, તેજ પત્તાં, તજ, બે લવિંગ, કાળામરી

૧ મોટી ઈલાયચી

આદુની પેસ્ટ

૨ સમારેલાં લીલાં મરચાં

થોડું હળદર, મીઠું, દહીં, જીરું પાવડર, ધાણાજીરું, લાલ મરચું

ઝીણી સમારેલી કોથમીર

વઘાર કરવા માટે ની સામગ્રી:

૨ ચમચી ઘી
થોડું જીરું
૨ આખાં લાલ મરચાં
ચપટી જેટલું લાલ મરચું

રીત:

આ માટે પહેલા ચાર દાળને ધોઇને ૧ કલાક માટે પલાળી દો. હવે કૂકરને ગરમ થવા મૂકો. કૂકર ગરમ થયા બાદ તેની અંદર ઘી લો. હવે તેની અંદર જીરું, હિંગ, તેજ પત્તાં, હિંગ, તલ, લવિંગ, કાળામરી, મોટી ઈલાયચીના દાણા વારાફરથી નાખી ને મસાલાને શેકી લો. હવે તેમાં આદુની પેસ્ટ અને મરચાની કતરણ નાખો. મસાલા થોડા શેકાઇ ગયા બાદ તેની અંદર હળદર નાખી બધી દાળ નાખી દો.

હવે આ દાળને ૨-૩ મિનિટ ચડવા દો. હવે તેમાં ૨ કપ પાણી નાખો અને મીઠું નાખી કૂકર બંધ કરી એક સીટી મારો. સીટી વાગ્યા બાદ એટલે ગેસ ધીમો કરી ૫ મિનિટ માટે ધીમા ગેસે ચડવા દો. હવે કૂકર ઠરે એટલે ખોલીને દાળને ઉકળવા મૂકો. આ દરમિયાન એક બાઉલ લઈ તેમાં દહીં નાખો અને આ દહીંમાં જીરું, ધાણાજીરું અને લાલ મરચું મિક્સ કરી આ દહીં ધીરે-ધીરે દાળમાં નાખતા જાઓ, અન સાથે સાથે હલાવતા જાઓ. દાળ ઉકાળી જાઈ પછી અંદર કોથમીર નાખો.

બાદમાં દાળને નીચે ઉતારી તેનો વઘાર કરો. હવે એક વઘારિયામાં ઘી લઈ તેમાં જીરું, ૨ આખાં લાલ મરચાં અને ચમટી દળેલું લાલ મરચું નાખી આ વઘાર દાળ પર રેડો. તો મિત્રો તૈયાર છે દહીંવાળી દાળ તડકા. હટકે ટેસ્ટવાળી આ દાળ ને પરાઠા કે રોટલી કે પછી નાન સાથે સર્વ કરી શકાય છે.

Leave a Reply

Top