You are here
Home > Health >

શું તમે જાણો છો આ છે સંસાર નુ સૌથી શક્તિશાળી ફળ કે જેને ખાવાથી મળે છે દસ સફરજન જેટલા વિટામીન્સ અને સાથોસાથ દુર થાય છે આવી જટિલ બીમારીઓ…

કિવિ દેખાવ મા તો ચીકુ જેવું જ હોય છે અને તેનો બહાર નો કલર ભૂરો હોય છે.પણ જયારે તમે આ ફ્રૂટ ને કાપો ત્યારે તે ફ્રૂટ અંદર થી લીલા કલર નું હોય છે. આ ફ્રૂટ સૌથી પહેલા ચીન માં ઉગાડવામાં આવ્યું હતું. તે સૌથી વધારે પહાડી વિસ્તારો માં જોવા મળે છે. તેને વધારે તો ઠંડા પ્રદેશ માં જ ઉગાડવામાં આવે છે. “કિવિ” ના જ્યુસનો એક ગ્લાસપી લો, તો એક રક્ત ના બાટલા ચડાવ્યા બરાબર કહેવાય”.

એક કિવિ મા દસ સફરજ માથી જેટલા વિટામીન્સ મળે છે તેટલી માત્રા મા વિટામીન એક કિવિ માથી મળે છે. કિવિમા ભરપુર પ્રમાણમાં વિટામીન સી તેમજ ઈ રહેલું છે. કિવિની છાલમા એસિડ હોય છે તેનો સ્વાદ જીભને ખરાબ લાગે છે.પણ જે એને છાલ સાથે ખાય છે તેના માટે તે ઘણું લાભકારક સાબિત થાય છે. એટલે કે કિવિને છાલ સાથે ખાવાની રીત સ્વાસ્થ્ય માટે લાભકારક છે.

કિવિ ખાવા ના લાભ:

જો કોઈ વ્યક્તિ ને કાયમી પેટ ખરાબ રહતું હોય કે પછી કોઈ વ્યક્તિ ને કબજિયાત ની તકલીફ હોય તો આવી તકલીફ વાળા લોકો ને કિવિ અવશ્ય ખાવું જોઈયે.કિવિ માં ભરપુર પ્રમાણ માં ફાઈબર મળે છે. આ ફ્રૂટ પેટ ને લગતી બધી જ તકલીફ માટે લાભદાયક હોય છે.જો કોઈને પેટ માં દુખાવો અથવા કબજિયાત ની તકલીફ અથવા પછી અન્ય કોઈ પણ મુશ્કેલી હોય તો તેને કિવિ નો ઉપયોગ કરવો જ જરૂરી છે.

ડેન્ગ્યુ અને ચીકનગુનિયા ની બીમારી માં બોડી માં રક્ત ની પ્લેટલેત્સસ માં ઉણપ થવા લાગે છે. કિવિ ફ્રૂટ ખાવાથી રક્ત માંથી ઓછા થતી રક્ત ની પ્લેટલેત્સની સંખ્યા ને વધારી શકાય છે.તેથી જ ડોક્ટર રક્ત ની પ્લેટલેત્સ ને નીચે જતા આંકડા ને વધારવા માટે રોજ દિવસમાં બે કિવિ ફ્રૂટ ખાવાની સલાહ આપે છે. ડેંગ્યુ અને ચીકનગુનિયા થાય તો કિવિ ફ્રૂટ ખાવાથી બીમારી સામે લડવામાં મદદ મળે છે. તેથી ડેંગ્યુ ના તાવ માં કિવિ ખુબ જ લાભકારક સાબિત થાય છે.

કિવિ ફ્રૂટ ફોલિક એસીડ થી ભર-પુર હોય છે,જે પ્રેગ્નેંટ મહિલાઓ માટે ખાસ કરીને લાભદાયક છે. ગર્ભવસ્થા દરમિયાન ગર્ભવતી મહિલા ને ચારસો થી છસો માઈક્રોગ્રામ ફોલિક એસીડ ની જરૂરિયાત હોય છે જે કિવિ ફ્રૂટ ખાવાથી સરળતાથી મળી શકે છે. ફોલિક એસીડ નું સેવન ગર્ભમાં ઉછરી રહેલ બાળકના મગજનો વિકાસ થાય છે.કિવિ ફ્રૂટ ખાવાથી આંખોની બીમારીઓ થવાનો ભય ઓછો રહે છે. કિવિમા વિટામીન ‘એ’ અને એન્ટીએક્સીડેંટસ મળી આવે છે જે આંખો ની રોશની પણ વધારવામાં મદદ કરે છે અને આખોને લાંબા સમય સુધી ખરાબ થવાથી બચાવે છે. કિવિમાં ફાયબર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, ઇરીટેબલ બોલેસ સિન્ડ્રોમ માં આ ફ્રૂટ જરૂર ખાવું જોઈએ.

આમ જોવા જઇયે તો કિવિ ખાવાથી રક્ત મા ગ્લુકોઝ નું પ્રમાણ નથી વધતુ.તેથી કિવિ નું સેવન કરવાથી હ્રદયના રોગ અને મધુમેહમા ફાયદો થાય છે.કિવિ એક શક્તિશાળી ઇન્ફલેમેટરી છે તેથી જો આર્થરાયટીસ ની તકલીફ હોય તો કિવિ ખૂબ જ લાભકારક છે. કિવિ ફ્રૂટ ખાવાથી સાંધાના સોજામા રાહત મળે છે અને તે ઓછા થઇ જાય છે.તેમાં ગ્લાયસેમીક ઇન્ડેક્સ ઓછા પ્રમાણમા મળી આવે છે જેના લીધે બોડીમાં ગ્લુકોઝ નું પ્રમાણ વધી નથી શકતુ.તેથી કિવિ ખાઈને મોટાપો પણ ઓછો કરી શકાય છે.

એવું માનવમાં આવે છે કે કિવિ ખાવાથી ન માત્ર ખરાબ કોલેસ્ટ્રોલ પ્રમાણ ને ઓછું કરી શકે છે, પણ તેના સેવનથી ગુડ કોલેસ્ટ્રોલ ને વધારી પણ શકાય છે. જે લોકો ના હ્રદયને લગતી બીમારીઓ છે,તેમને નિયમિત રીતે કિવિ ખાવા જ જોઈએ.કિવિમાં એન્ટીઓક્સીડેંટસ અને વિટામીનસ ‘ઈ’ ભરપુર પ્રમાણમાં મળી આવે છે.તેના સેવન થી બોડીમાં ઈમ્યુનીટી વધે છે અને સ્કીન સેલ્સ ને તે નુકશાન થવાથી બચાવે છે.જેના લીધે સ્કીન લાંબા સમય સુધી હમેશા તાજી જોવા મળે છે. એટલે કે કિવિ ફ્રૂટ ખાવાથી ચહેરા અને સ્કીન ઉપર વધતી ઉંમરની અસરને ઓછી કરી શકાય છે.

આપના શરીર માં કિવિ નું ફ્રૂટ બોડી માં પાચનતંત્ર ની શક્તિ વધારે છે. આ ફ્રૂટ માં એક્ટીનીડેન નામનું તત્વ હોય છે ,જે જમવાનું જલ્દી પચાવવા માં મદદ કરે છે . જો જમવાનું સરખી રીતે અને યોગ્ય સમયે પચવા લાગે તો પાચનતંત્ર પણ સરખું થઇ જાય છે .નીંદર નથી આવતી કે તેના જેવી કોઈ પણ તકલીફ થી પરેશાન હોય તો આ ફ્રૂટ નું સેવન જરૂર કરવું જોઈએ. જો રાત્રે સુતા પેહલા ૨ કિવિ ખાવા માં આવે તો ખુબજ સરસ નીંદર આવી જે છે . કિવિ નું ફ્રૂટ આખો માટે પણ ખુબજ લાભદાયી હોય છે. કિવિ ખાવા થી આખો ની તકલીફ દુર થઇ જાય છે .

કિવિ ફ્રૂટમા પુષ્કળ પ્રમાણમાં વિટામીન ‘એ’, બી૬ , બી૧૨ અને કેલ્શિઈમ, પોટેશિઈમ, મેગ્નેશિઈમ અને આયરન જેવા તત્વ મળી આવે છે જે શરીરને દરેક પ્રકારની તકલીફ માંથી બચાવવામા મદદ કરે છે, તેથી કિવિ ફ્રૂટ ખાઈને દાંત ની તકલીફ,રક્તસર્ક્યુલેશન અને ચિતા જેવી ગંભીર તકલીફો થી રાહત મેળવી શકો છો.

Leave a Reply

Top