You are here
Home > Health >

શું તમે જાણો છો આ છોડ ના પાંદડા, ફળ, ફૂલ અને છાલ છે ઘણી બીમારીઓ માટે રામબાણ ઈલાજ, આજે જ જાણીલો આ છોડ ના ફાયદા વિશે…

મિત્રો, બીજોરાનુ વૃક્ષ એ એકંદરે લીંબુના વૃક્ષ જેવુ જ હોય છે. તેની ડાળીઓ પાતળી તથા એકબીજા સાથે મળેલી હોય છે. પાંદડાં થોડા લાંબા તથા પહોળાને દાંતવાળા હોય છે. તે રંગે લીલા હોય છે. તેના પુષ્પ અણીદાર હોય છે. તેના ફળ લગભગ એકાદ કિલો વજન ધરાવતા હોય છે. તેને સંસ્કૃતમા માતુલુંગ, બીજપુર અને અંગ્રેજી ભાષામા સાઇટ્સ કહેવામાં આવે છે. ઔષધ બનાવવા માટે તેના પાન, ફળ, પુષ્પ અને છાલ બધી જ વસ્તુઓનો ઉપયોગ થઇ શકે.

તેના ફળની છાલ ખૂબ જ ખરબચડી હોય છે. ઘણા લોકો આ બીજોરાનો મુરબ્બો તથા અથાણું પણ બનાવે છે, આ સિવાય તેમાંથી શરબત પણ બનાવી શકાય છે. તે આનાના અને મોટા બંને પ્રકારમા મળી રહે છે. તેની છાલનો રંગ પીળો સોનેરી હોય છે. તે સ્વાદે ખુબ જ કડવા હોય છે. તેનો ગર્ભ સફેદ, જાડો તથા થોડો મીઠો હોય છે. તેનાં પાનનુ તેલ બળ આપનારુ હોય છે. આજે આ લેખમા આપણે બીજોરાના સેવનથી સ્વાસ્થ્યને થતા લાભો વિશે માહિતી મેળવીશુ.

લાભ :

આ ફળનુ અથાણુ એ અજીર્ણની સમસ્યા દૂર કરવા માટે અસરકારક સાબિત થાય છે. આ ઉપરાંત સૂકા બીજોરાનો ઉકાળો પિત્તની ઉલટીની સમસ્યાને દૂર કરે છે. આ ફળનુ ચાવીને સેવન કરવાથી મોઢામા આવતી દુર્ગંધ દૂર થઇ જાય છે. એની પીળી છાલ હૃદય, મગજ, ઠંડા યકૃતને તેમજ જઠરને તથા નાના આંતરડાને બળ આપે છે. આ સિવાય તે તમારી પાચનશક્તિ પણ મજબુત બનાવે છે. આ સિવાય કોઢની સમસ્યાને દૂર કરવા માટે પણ તે અસરકારક સાબિત થાય છે. આ ઉપરાંત તે પથરીની સમસ્યાના નિદાન માટે પણ અકસીર ઈલાજ સાબિત થઇ શકે છે.

જો તમે બીજોરાનો રસ, લીંબુનો રસ તથા નગોડનો રસ એક પાત્રમા મિક્સ કરી આ મિશ્રણને ત્રણ દિવસ સુધી નિરંતર સુંઘી લો તો તમે કોઈપણ પ્રકારના આવેગ દૂર થાય છે. નારંગીની માફક બીજોરનુ સેવન કરવામા આવતુ નથી પરંતુ, તેનો રસ સાકર સાથે લેવાથી દાહની સમસ્યા દૂર થાય છે. ગરમીની ઋતુમા તેના રસનુ સેવન કરવાથી મગજને રાહત મળે છે અને તરસ પણ છીપાય છે. આ ફળના મૂળ, મહુડાની છાલ અને જેઠીમધ એકસાથે મિક્સ કરી તેનુ ચૂર્ણ તૈયાર કરી ગર્ભવતી સ્ત્રીને સેવન કરાવવામા આવે તો તેને પ્રસુતિ સમયે થતી પીડામા રાહત મળે છે.

જો તમે બીજોરું ૨૫ ગ્રામ, હીમેજ ૨૦ ગ્રામ અને સૂંઠ તથા પીપરીના મૂળ ૧૫ ગ્રામ લઈ તેને પીસીને ચૂર્ણ તૈયાર કરીને આ ચૂર્ણનુ નિયમિત સેવન કરો તો તમને સૂકી ઉધરસ તથા છાતીના દુ:ખાવામા રાહત મળે છે. જો તમે બીજોરાના પાનનો રસ, આંબાના પાન નો રસ તથા જાંબુનાં પાનનો રસ એકસમાન માત્રામાં મિક્સ કરી તેમા સાકર ભેળવી તેનુ સેવન કરો તો ઉલટીની સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત બીજોરાના મૂળને પીસીને તેનુ ચૂર્ણ તૈયાર કરી આ ચૂર્ણ વહેલી સવારે ભૂખ્યા પેટે સેવન કરવાથી તમારી પાચનશક્તિ મજબુત બને છે.

Leave a Reply

Top